ભુજ,તા.27 ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારોને સૂચના અપાતાં સૌએ પહેલા પોતપોતાની રીતે લારી ગલ્લા, રેંકડી અને દુકાનોની બહાર નાખેલા છાપરા સહિતના દબાણો હટાવી દીધાં હતાં. જુના એસટી બસ સ્ટેશનની આસપાસના વિસ્તારામં ગેરકાયદે દબાણો દિન પ્રતિદિન વધી રહ્યો હોવાને કારણે વ્યાપક લોક ફરિયાદો થઇ હતી