બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૌધરી સમાજના પરબતભાઈ પટેલને ટીકીટ અપાઈ છે. તો સામે કોંગ્રેસ દ્વારા પણ એજ સમાજના પરથીભાઈ ભટોળને ટીકીટ અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. ઈતર સમાજમાં આ બંને પક્ષો તરફી નારાજગીનો સુર ઉઠ્યો છે. આગેવાનોએ બનાસકાંઠાની બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવા વિનંતી કરી છે. તેઓ કદાચ એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાએ જાર પકડ્યું છે.
બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારની પસંદગીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભારે ગડમથલ ચાલી રહી હતી. ભાજપે આ વખતે હરીભાઈ ચૌધરીને ટીકીટ ના આપી તેમના જ સમાજના અને હાલના થરાદના વર્તમાન ધારાસભ્ય પરબતભાઈ ચૌધરી પટેલને ટિકિટ આપી છે. તેથી ચોધરી સિવાયના મતદારો ભાજપની વિરૂદ્ધની લાઈન પર ઊભા છે. મોટા સમાજને પ્રાધાન્ય આપી ઈતર સમાજની ઉપેક્ષા કરાતા બંને પક્ષો પ્રત્યે નારાજગી છવાઈ છે.
શંકરસિંહ વાઘેલાએ બીજા સમાજના આગેવાન ક્ષત્રિયોની વિનંતી સ્વીકારી એનસીપીમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.