ભાજપના અતિ મહત્વકાંક્ષી નેતા શંકર ચૌધરીએ ભાજપે સુધારેલી બાજી બગાડીને બનાસકાંઠાની જીતની બેઠક હારમાં બલદી દીધી છે. પહેલા હરી ચૌધરીને ટિકિટ આપવા ન દીધી અને પરબત પટેલને જ ટિકિટ મળે એવો આગ્રહ રાખ્યો હતો. પરબત પટેલને રાજી કરીને હરી ચૌધરીનું રાજકારણ ખતમ કરાવી દીધું છે. શંકર ચૌધરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન બનવા માંગે છે. તેથી જો હરી ચૌધરીને ટિકિટ ન મળે તો રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને ઊભા રાખી તેમની થરાદની બેઠક ખાલી થાય. તે બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માંગતા શંકર ચૌધરીએ વાત છુપાવી રાખી હતી.
જેવા પરબત પટેલનું નામ જાહેર થયું તેની સાથે જ શંકર ચૌધરીએ તુરંત પરબત પટેલને કહ્યું કે હવે તમને જીતાડવા માટે હું તમામ પ્રયાસ કરીશ. બનાસ ડેરી અને બનાસ સહકારી બેંકની મદદથી તમને જીતાડી આપીશ. તમારી બેઠક ખાલી થશે તેના ઉપર હું ચૂંટણી લડીશ. આ વાત થતાં જ ચૌખરી પટેલે એવું કહ્યું કે તમે તો બનાસ બેંક અને બનાસ ડેરીની મદદથી તેમે ચૂંટણી જીતાડવાના હો તો તમે કેમ હારી ગયા હતા.
પરબત પટેલ તુરંત શંકર ચૌધરીની ચાલ સમજી ગયા અને શંદર ચૌધરીને કહ્યું કે જો હું લોકસભા ચૂંટણી જીતું તો પણ મારી ખાલી થરાદની બેઠક પર મારા કુટુંબના કોઈ સભ્ય અથવા મારા ટેકેદાર જ ચૂંટણી લડશે. તમને લડવા નહીં દઉં.
આમ બન્ને વચ્ચે ડખો ઊભો થતા આખરે પરબત પટેલે જાહેર કર્યું કે તે શંકર ચૌધરીના કારણે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી નહીં લડે. તેઓ ધારાસભ્ય બની રહેશે અને રૂપાણી સરકારમમાં પ્રધાન તરીકે ચાલું રહેશે. તેથી ભાજપમાં મોટો આંચકો આવ્યો હતો.
હરી ચૌધરી, શંકર ચૌધરી અને પરબત ચૌધરી પટેલને તાબડતોબ ગાંધીનગર ભાજપની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અને ઓમ માથુર સાથે વાત કરી હતી. પછી શું થયું તે અંગે વિગતો બહાર આવી નથી.
પણ ભાજપની જીતની બાજી હારમાં પટલી દેતાં શંકર ચૌધરીની સામે પક્ષના વરિષ્ઠ નેતાઓ રોષે ભરાયા છે. તે પણ આવતીકાલે રાષ્ટ્રીય પ્રમુખ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે.