અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં બુધવારે બપોરના સમયે આકાશમાં ઘટાટોપ વાદળોની વચ્ચે કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસતા લોકોએ અસહ્ય ઉકળાટ બાદ ઠંડક અનુભવી હતી. આ તરફ શહેરના મધ્ય,પૂર્વ અને દક્ષિણ તેમજ પશ્ચિમઝોન માં વરસાદનુ જોર જોવાયુ હતુ. જયારે નવા પશ્ચિમઝોનમાં વરસાદ સામાન્ય રહ્યો હતો. બુધવારે સવારના છથી સાંજ ના છ સુધીમાં શહેરમાં સૌથી વધુ વરસાદ ચકુડીયામાં ૩૩.૫૦ મી.મી,વિરાટનગરમાં ૨૭ મી.મી.નોંધાયો હતો.સરેરાશ ૧૪.૬૬ મી.મી.વરસાદ સાથે અમદાવાદ શહેરને સીઝનમાં જરૂરી એવો ૭૫૮ મી.મી.(૩૦ ઈંચ) વરસાદ વરસી ગયો છે.બુધવારે બપોરે બપોરના ચારના અરસામાં વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા શહેરના ખાડિયા ,રાયપુર ,મણિનગર ,વટવા,સરખેજ,ઓઢવ,વિરાટનગર,બોડકદેવ ઉસ્માનપુરા સહીતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકો અટવાઈ પડયા હતા.જા કે અસહ્ય ઉકળાટ બાદ પડેલા વરસાદથી લોકોએ રાહત પણ અનુભવી હતી.શહેરમાં આ વર્ષે જુન મહીનાના અંત ભાગથી શરૂ થયેલા આ વરસાદે આ વર્ષે અમદાવાદ શહેરને જરૂરી એવો ત્રીસ ઈંચ વરસાદ આપી દીધો છે. હજુ વરસાદની આગાહી હોઈ નવરાત્રિ પર્વ અગાઉ આયોજકો અને ખૈલેયાઓના જીવ ઉચાટમાં મુકાયા છે.
બાર કલાકમાં કયાં કેટલો વરસાદ
ચકુડીયા ૩૩.૫૦
ઓઢવ ૨૪.૫૦
વિરાટનગર ૨૭.૦૦
ઈસ્ટ એવરેજ ૨૮.૩૪
ટાગોર કંટ્રોલ ૨૪.૫૦
ઉસ્માનપુરા ૧૩.૫૦
વેસ્ટ એવરેજ ૧૦.૩૮
બોડકદેવ ૩.૦૦
ગોતા ૨.૦૦
નોર્થવેસ્ટ એવરેજ ૨.૫૦
સરખેજ ૨૧.૦૦
સાઉથ વેસ્ટ એવરેજ ૨૧.૦૦
અમપા ૧૭.૦૦
દુધેશ્વર ૧૫.૫૦
મધ્ય એવરેજ ૧૬.૨૫
મેમ્કો ૧૯.૦૦
નરોડા ૧૧.૦૦
ઉત્તર એવરેજ ૧૧.૧૭
મણિનગર ૨૩.૫૦
દક્ષિણ એવરેજ ૧૨.૫૦
સીટી એવરેજ ૧૪.૬૬
કુલ ૭૫૮.૦૦
ઈંચ ૩૦.૦૦
વાસણા બેરેજ ૧૩૩.૦૦ ફૂટ પાણીની સપાટી
બે ગેટ ૨૭,૨૮ ત્રણ ઈંચ ખુલ્લા