કોંગ્રેસના શામજી ચૌહાણ અને ભાજપા દેવજી ફતેપરા ભાજપાના નારાજ છે. રાજકોટમાં બન્ને સાથે બેઠક યોજાઈ હતી. તેમણે હાલની રાજનીતિ અંગે ચર્ચા કરી હતી. દેવજી ફતેપરા 1000 જેટલા કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે. શામજી ચૌહાણને જણાવ્યું કે, કોળી સમાજને એકત્રીત કરી ચર્ચા કરીશું. ભાજપ હોય કે કોંગ્રેસ તેઓ કોળી સમાજનાં નેતાઓને સાથે ઠાલા વચન આપે છે પરંતુ તે પુરા નથી કરતાં. એટલે અમે હવે અમારા સમાજને ભેગો કરીને તેમની સાથે બેઠક કરીશું અને જો તેઓ કહેશે તો અમે બંન્ને કોળી નેતાઓ મળીને અપક્ષ ચૂંટણી લડીશું. દેવજી ફતેપરા 1000 જેટલા કાર્યકરો સાથે રાજીનામું આપશે. શ્યામજી ચૌહાણે આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. શામજી ચૌહાણ કોંગ્રેસના કોળી સમાજના આગેવાન અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા. ચોટીલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શ્યામજી ચૌહાણને ટિકિટ નહીં આપતા તેઓ નારાજ થયા હતા.