દાહોદ – શિક્ષકોએ 58 જેટલા ઇનોવેટર સાથે કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ, ગણિત, સામાજિક વિજ્ઞાનના વિષયને અનુલક્ષીને વિશ્વનાદેશ પ્રદેશના ચલણી નાણું – સિક્કા વિશે નવતર પ્રયોગ રજૂ કર્યો હતા. અગિયાર હજાર બાળકોએ તેની માહિતી મેળવી હતી.
ધોરણ 4 5 6 પર્યાવરણ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વના ચલણી નાણાં વિશેના પાઠ પર વિદ્યાર્થીની વધુ ધ્યાન કેન્દ્રિત થાય તેવા અંગ્રેજ શાસન દરમિયાનના કાણાં પૈસા, નવા પૈસા, અડધા પૈસા, એક આનાથી લઈ દશઆના સુધી ભારતીય રૂપિયાની સરખામણી દેશ પરદેશના સિક્કા સાથે કરી બતાવી હતી. 55 દેશનું ચલણ નવતર પ્રયોગમાં રજૂ કરી હતું.