ચાલુ વર્ષે યોજાનાર ખેલ કૂદમાં રાજ્યભરમાંથી 42 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ગાંધીનગર ખાતે ખેલ કૂદને લગતી એક બેઠક મળી હતી, જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ વી.પી.પટેલે કહ્યુ કે, ખેલ કૂદના આયોજનને કારણે રાજ્યના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. આ વર્ષે ૪૨ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં ૫૭ ટકા એથલેટીક્સ, ૯.૩૨ ટકા કબડ્ડી, ૯.૪૦ ટકા ખો-ખો અને ૨૩.૫૨ ટકા અન્ય સ્પર્ધાઓમાં રજીસ્ટ્રેશન થયુ છે.
ખેલ કૂદની શરૂઆત રાજ્યમાં ૧૮ સપ્ટેમ્બર 2018થી થશે જેમાં શાળા-ગ્રામ્ય કક્ષાએ ૧૫ દિવસ સુધી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૨૧ રમતો માટે અને તા.૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી એક માસ માટે રાજ્ય કક્ષાએ ૩૪ રમતો યોજાશે. આ વિજેતાઓને ૪૫ કરોડથી વધુ રકમના પ્રોત્સાહક ઇનામો અપાશે.૨૦ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ કાર્યરત છે અને નવા આઠ જિલ્લામાં આગામી સમયમાં બનાવાશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સેક્રેટરી કાપડીયા ખેલ મહાકુંભના આયોજન માટે પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત
માહિતી આપી હતી. ઉપરાંત એસોસીએશનો સાથે તેમના પ્રશ્નો અને સૂચનો માટે જરૂરી માહિતી પણ આપી હતી.
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર સતીષ પટેલ સહિત વિભાગના ઉચ્ચ
અધિકારીઓ અને એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.