શાહઆલમ હિંસા, વીડિયો પોસ્ટ કરનારો મુફિસ અહેમદ અનિસ ઝડપાયો

અમદાવાદ: નાગરિકતા કાયદાના વિરોધની આડમાં શાહઆલમમાં લોકોને ભડકાવીને હિંસા કરવાનું એક ષડયંત્ર રચાયું હતુ, જેમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે, હવે આ કેસમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારો આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો તેના બે દિવસ પહેલા આરોપીએ સોશિયલ મીડિયામાં લોકોની ઉશ્કેરણી કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરાયો હતો, બાદમાં પ્રદર્શન કારીઓ હિંસક બની ગયા હતા, પોલીસ પર પથ્થરમારો કરીને જીવલેણ હુમલો કર્યો હતો.

અમદાવાદની ઇસનપુર પોલીસ દ્વારા 5000 લોકો સામે ફરિયાદ કરાયા પછી સીસીટીવી અને મીડિયાના ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ થઇ રહી છે, પોલીસે મુફિસ સિવાય અન્ય 5 આરોપીઓને પણ ઝડપી લીધા છે.