શિકારી પક્ષી રેવીદેવી અંધશ્રદ્ધાનો શિકાર

અમદાવાદ, 8 જાન્યુઆરી 2020

પુરાણો અને લોકકથામાં જે પક્ષી અપશુકન પ્રતીક તરીકે વગોવાયેલુ રેવીદેવી ઘુવડ માનવમિત્ર છે, ખેડૂતોનું મિત્ર પ્રાણી છે. ઉંદરનો શિકાર કરનાર ઘુવડ ન હોય ઊંદરોની વસતી એટલી હદે વધી જાય કે તે ખેતરનો પાક અને ઉત્પાદન સાફ કરી નાંખે. ઉંદરડી વર્ષે 880 વચ્ચાને જન્મ આપીને વસતી વિસ્ફોટ કરે છે. રેવીદેવી ૭૦ ટકા ખોરાક ઉંદર હોય છે. જેથી એક રીતે તે ખેડૂતના મિત્ર તરીકે ગણાય છે.
નિશાચર એવા રેવીદેવી ઘુવડને અંગ્રેજીમાં Barn owl કે Screech owl કહે છે. રેવીદેવીને કોઠાર, રાંગ, કોઠા, એવાવરૂં જગ્યા, તબેલો કે ખંડેર જેવા ભેંકાર મકાનો ગમે છે.
રૂપાળું, માનવ આકૃતિ સમાન શ્વેત હ્રદય આકારનો ચહેરો, ટગટગતી કાળી આંખો, પાંખો-પીઠ પીળચટ્ટી-તામ્રવર્ણી, પેટાળ ધોળું, બદામી શણગાર અને માણસ સામે ધારી ધારીને જોયા કરે છે.
રેવીદેવીના પીછાં મુલાયમ હોવાથી ઉડવાનો સહેજ અવાજ થતો નથી. તેજ નજર અને સાંભળવાની  શક્તિ વધું છે.
15 જુલાઈ 2019માં ગાંધીનગરના માણસા તાલુકાના ખડાત ગામે એક ઘુવડ પાંખના ભાગે ઇજા થઇ હોવાના કારણે ઉડી શકતું ન હતું.
ગરદન ૩૬૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે.દિવસ તથા રાત્રે વધુ સારી રીતે જોઇ શકે છે. નાના સ્તનધારી પ્રાણીઓ તેના ખોરાક છે.
ઘણીવાર લોકો તેને પરગ્રહનું પંખી માની બેસતાં હોય છે. 22 નવેમ્બર 2017 આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમમાં રેવીદેવી ઘુવડના કારણે શહેરીજનોમાં તે એલિયન હોવાનો ભય ફેલાયો હતો.
રેવીદેવી ઘુવડ ૧૮૮૬માં અંગ્રેજ પક્ષીવિદ્દ સી. ડી. લેસ્ટરએ કચ્છમાં પ્રથમ વખત જોયું હોવાનું નોંધ કરી હતી. ૧૯૪૫ના વર્ષમાં મરહૂમ ડૉ. સલીમ અલીએ કચ્છમાં હાથ ધરેલાં પક્ષીઓના સર્વેમાં રેવીદેવી ક્યાંય દેખાયું નહોતું.
રેવીદેવી, રવાઇડો ઘુવડ, ઇગલ આઉલ મોટું ઘુવડ, પેલિડ સ્કૂપસ આઉલ એટલે કે રેખાલો ચુગ્ગડ અને સ્પોટેડ આઉલેટ એટલે કે ચીબરી જોવા મળે છે.
રાજકોટમાં ઘુવડ કાળા દોરા વડે પગ બાંધેલી અને છાપરાંના એંગલ પર ઊંધું લટકાડેલી હાલતમાં મળી આવ્યું હતું! સ્થળ ઉપર વધેરાયેલા શ્રીફળના અવશેષ પણ જોવા મળ્યા હતા. 5 ડિસેમ્બર 2016માં ખેરાલુ રેલવે સ્ટેશન નજીક અવાવરુ વિસ્તારમાં રોડની સાઈડે કોઈ અજાણ્યા શખસો દ્વારા ઘુવડ પક્ષીના પાંચ બચ્ચાં પ્લાસ્ટિકની થેલીમાં રઝળતા મૂકી દેતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
તાંત્રિકવિધિ માટે ઘુવડનો શિકાર કરીને તેના નખ, પીંછા અને હૃદય આકારનું તેનું માથુ કાઢી લેવામાં આવે છે અને અમુક શખસો તેને વેચીને નાણાં પણ કમાય છે.

ઉંદર અને કીટકો અતિપ્રિય

રેવીદેવી ઘુવડ મોટાભાગે રાત્રી દરમિયાન વિચરણ કરતું હોય છે. આ પક્ષી ખેડૂતોના દુશ્મન જેવા કે ઉંદર, કીટકો ખાઈ જીવન વ્યતીત કરે છે. તે શિકારને આખેઆખું ગળી જાય છે.
ઘુવડ કુટુંબ
ઘુવડ માછીમાર, ઘુવડ ગિરનારી, ઘુવડ રેવીદેવી, રવાયડું, ઘુવડ, ઘુવડ રાડીયો, ચીબરી, છીબરી વન, ચુગડ લીટીવાળી તથા ચુગડ છે.