ગ્રીન વોલ ઓફ ઓલ
જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ-૨૦૨૦થી સન્માનવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સમી તાલુકાના જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરિભાઈ આર. પટેલને ‘ગ્રીન મેન્ટર એવોર્ડ’ એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્વાયત અધ્યક્ષ કુલભૂષણ શર્માના હસ્તે શાળા મંડળના નેશનલ બાલભવન, નવી દિલ્હી ખાતે પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગ્રીન મેન્ટર દ્વારા ચિલ્ડ્રન્સ કલાઈમેટ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જયરામનગર પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિદ્યાર્થી પ્રહલાદ ઠાકોરે શાળાનો “ગ્રીન વોલ ઓફ ઓલ” પ્રોજેક્ટને રાષ્ટ્રીય ફલક પર રજુ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આશાળાએ પાણીનો સ્રોત ન હોવા છતાં હેન્ડપમ્પ લગાવી શાળામાં “ગ્રીન વોલ ઓફ ઓલ”,”ગ્રીન લિટલ લાયબ્રેરી”, “હર્બલ ગાર્ડન”, “કિચન ગાર્ડન” અને વેસ્ટમાંથી બેસ્ટ”રોક ગાર્ડન” જેવા પ્રોજેક્ટો થકી શાળાને પર્યાવરણીય રીતે સમૃદ્ધકરવામાં આવી છે, જેના પરિપાક સ્વરૂપે શાળા ઇનોવેશન ફેસ્ટીવલ, પર્યાવરણ પ્રયોગશાળા અને ગ્રીન શાળા જેવા આયામોમાં સંમ્મિલીત થઈ છે.