ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભારે વરસાદને પગલે 10 કલાક ફસાયા બાદ તેઓ માંડ બહાર આવી શક્યા હતા. તેમણે વડોદરા જવાનું ટાળી દીધું હતું. બુધવારે સાંજે 6 કલાકે ગાંધીનગરથી કેવડિયાના શૂલપાણેશ્વર મંદિરે આવવા નીકળ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં રીતસરની પુર જેવી સ્થિતિમાં તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા.
રૂપાણી સરકારના એક પ્રધાનને વરસાદના કારણે 10 કલાક સુધી રઝવું પડતું હતું. ત્યારે વડોદરાની પ્રજાની કેવી ખરાબ હાલત થઈ છે તે હવે સરકાર સારી રીતે સમજી શકી છે. અને તેથી વડોદરાની મદદ માટે રહી રહીને તંત્ર કામે લાગી ગયું છે. પણ તે એક પ્રધાનને પણ 10 કલાક સુધી કોઈ મદદ પહોંચાડી શક્યા ન હતા.
આખી રાત ગાડીમાં રહેવાની ફરજ પડી હતી. લગભગ 10 કલાક સુધી કારમાં રહ્યાં હતા. સવારે 4 વાગે કેવડિયા પહોંચ્યા હતા. તેમણે કુદરતના આ કહેર સામે લાચારી વ્યક્ત કરી હતી. વરસાદનું પાણી જો ખુબજ વિકસિત અમેરિકાના વાઇટ હાઉસમાં ઘૂસતું હોઈ તો આપણે અહીં શું કરી શકીએ ?
21 વર્ષથી શ્રાવણ મહિનામાં કેવડિયા શૂલપાણેશ્વર મંદિરે શ્રાવણ મહિનાની શરૂઆતની અમાસે અને પૂરો થાય એ અમાસે શિવની પૂજા કરવા આવે છે.