પતનના માર્ગે ગુજરાત
ગાંધીનગર, 20 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com
ગુજરાતના શિક્ષકોને ભાજપની ભૂપેન્દ્ર ચૂડાસમા વિચિત્ર જવાબદારી સોંપતાં આવ્યા છે. અભણ ગુજરાત બનાવવામાં સંઘના સંવયંસેવક ભૂપેન્દ્ર ચૂડાસમાં ગુજરાત સામે ષડયંત્ર રચીને ગુજરાતના લોકો અભણ રાખવાનું કામ કરી રહ્યાં છે. 53 લાખ બાળકો ગુજરાતમાં છે જેમાં 11 વર્ષમાં 6.17 લાખ બાળકો સરકારી પ્રાથમિક શાળા છોડી ખાનગી શાળામાં જતા રહ્યાં છે. આખા વર્ષમાં 23 કામો આપવામાં આવે છે. જેમાં એક શિક્ષકના 36 દિવસ ખરાબ થાય છે. તેમાં બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકે.
શાળામાં શિક્ષકો પાસેથી સરકાર વેઠ કરાવી રહી છે. રાજા આદેશ આપતાં અને લોકોએ રાજના કામમાં કોઈ પૈસા લીધા વગર કામ પર જવું પડતું હતું. જામનગરમાં રાજપુત રાજા આવું કરાવતાં હતા. હવે ભૂપેન્દ્ર ચૂડાસમા વેઠ પ્રથા ફરીથી લાવ્યા છે.
લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શિક્ષકોએ રાખવાનું કહેવામાં આવ્યું છે. ખરેખર તો તે જવાબદારી જિલ્લા કલેક્ટર તંત્રની છે.
તીડ – થોડા સમય અગાઉ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડ ત્રાટકતા તીડ ભગાડવાની કામગીરી સોંપતા વિવાદનું કેન્દ્ર બની હતી.
પોસ્ટકાર્ડ – નાગરિક સુધારણા કાયદાના લાખો પોસ્ટરો શિક્ષકોએ લખાવ્યા હતા. જશ લીધો અમિત શાહે.
આધાર કાર્ડ,
ચૂંટણી કાર્ડમાં ફેરફાર
મેલેરિયા નાબૂદી,
મતદાર યાદી
ચૂંટણીમાં BLO તરીકેનું કામ,
ખેલ મહાકુંભ
આરોગ્ય
અનેક જાતના સરવે
વસતી ગણતરી
મધ્યાહન્ન ભોજન
વૃક્ષો વાવો
સ્વચ્છતા કામ
વડોદરામાં દિવ્યાંગ બાળકોનો સરવે કરવાની કામગીરી સોંપી હતી.
શિક્ષકો કરશે ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ કરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કિસાન સન્માન નિધી યોજનાની કામગીરી
શિક્ષકને પોતાના સેજાના તલાટી સાથે સંપર્કમાં રહેવા આદેશ
સાયકલ યોજના(સરસ્વતી સાધના યોજનાની 10 વર્ષની માહિતી પૂરી પાડવાનું કામ અપાયું હતું.
બાળકોને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાનું,
ડ્રોપ આઉટ બાળકોની માહિતી ભેગી કરવાની
ઓનલાઈન બીન શૈક્ષણીક કામગીરી
13 નવેમ્બર 2019માં સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાએ ‘‘કોડીયાના અજવાળે’’ શિક્ષકોની વંદના- સન્માન કાર્યક્રમમાં કહ્યું હતું કે, બાળકના શ્રેષ્ઠ જીવન ઘડતર માટે સારા સંસ્કાર સિંચનનું કામ અને સારા સંસ્કાેર રૂપી પ્રાણ પુરવાનું કામ શિક્ષકો કરે છે.
પણ શિક્ષણ પ્રધાન પોતે શિક્ષણનું પતન નોતરી રહ્યાં છએ.
ગુજરાતમાં સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓની ટકાવારી 2014-15માં 25.04% રહી હતી.
ગુજરાતમાં પ્રવેશોત્સવની જેમ જ ગુણોત્સવ યોજવામાં આવે છે. શિક્ષણની સ્થિતિ કેટલી નબળી છે.
શાળા-કોલેજોનું રાજકીયકરણ થયું છે. જેના કારણે શિક્ષકો પાસે કોઈ દિશા નથી. શિક્ષણમાં ચાલતાં રાજકારણને લીધે શિક્ષકો દબાણમાં હોય છે. શિક્ષકો પોતાના પ્રશ્નો માટે આવાજ રજુ કરવા આંદોલન કરવા દેવાતા નથી. શિક્ષક મંડળના નેતાઓને ફોડી કાઢવામાં આવે છે.
વિદ્યાસહાયક જેવા કેટલાય પ્રશ્નો છે.allgujaratnews.in@gmail.com
સાતમા ધોરણમાં ભણતાં બાળકોને વાંચતા-લખતા કે ગણતાં ન આવડે તો એવું સમજવું પડે કે પ્રાથમિક શાળામાં શિક્ષકો બાળકોને ભણાવી શકતાં નથી અથવા ભણાવતાં નથી. આ ત્યારે જ બને જ્યારે વર્ગખંડ સિવાયનાં કામોમાં શિક્ષકો વ્યસ્ત રહે.
બાળકોને સારું શિક્ષણ આપે એવી અપેક્ષા શિક્ષકો પાસે રાખવાની જગ્યાએ કેટલાંય કામ શિક્ષકો ઉપર મૂકી દેવામાં આવે છે. આવી યોજનાઓ આખા શિક્ષણતંત્ર અને ભવિષ્યને ખરાબ કરી રહી છે.
ગુજરાત સામે મોટો પ્રશ્ન શિક્ષણની ગુણવત્તાનો નહીં કે ભોજન ખરાબ થાય છે કે, નહીં.