શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છામાં માફી ન માંગી

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાંના એક લેટરથી મોટો વિવાદ થયો છે, દિપેશ-અભિષેક હત્યા કેસ અને આશ્રમમાં દુષ્કર્મના આરોપી આસારામનાં આશ્રમને ચુડાસમાએ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો છે, જે આસારામનો રાજ્યભરમાં વિરોધ થતો હતો અને જે હાલમાં જેલના સળિયા પાછળ છે તેવા આરોપીના આશ્રમને શુભેચ્છા આપી દીધી, આગામી 14 ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તે સંદર્ભે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેટરમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમની સંસ્થા દ્વારા માતા-પિતા પૂજન દિવસે શરૂ થનારુ અભિયાન પ્રશંસનીય છે, યુવાનોમાં જાગૃતતા ફેલાવવા માટે સંસ્થાએ શરૂ કરેલા અભિયાન માટે સાબરમતીમાં આવેલા યોગ વેદાંત સમિતિ આસારામ આશ્રમને શુભેચ્છા. આવું લખ્યું હોવા છતાં તેમણે નતો માફિ માંગી છે કે ન તો તેમના કાર્યલયના અધિકારીઓ સામે પગલાં લીઘા છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાંના આ લેટરપેડનો એટલા માટે વિવાદ થયો છે કે જે ભાજપ કાયદાની વાતો કરે છે તે જ ભાજપના એક સિનિયર મંત્રી દુષ્કર્મના અને હત્યાના આરોપીઓને પત્ર લખીને તેમના આશ્રમની કામગીરીના વખાણ કરે છે.