ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના વિવિધ ઘારાસભ્યોએ પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટવાળી શાળાઓની તેમજ શાળાઓમાં ઘટતા ઓરડાઓની સંખ્યાને લગતા પ્રશ્નો પૂછ્યાં હતાં. જેનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાની નિષ્ફળતાનો જવાબ આપ્યો હતો. શિક્ષણમંત્રીના જવાબ ઉપરથી ફલિત થાય છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉચું ગયું નથી પરંતુ નિરંતર પ્રાથમિક શિક્ષણની અધોગતિ થઇ રહી છે. શિક્ષણમાં પ્રગતિશીલ ગુજરાત નહીં પરંતુ અધોગતિ તરફ પ્રયાણ કરતું ગુજરાત હોવાનું જણાઇ રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સદંતર નિષ્ફળ ગયા છે.
ભૂપેન્દ્રસિંહે રાજ્યની શાળાઓની જીલ્લા વાર વિગતો આપી હતી તેમાં તેમણે જણાવ્યું હતુંકે રાજ્યની 6826 પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ છે. આ તમામ આરડાઓમાં 17,417 ઓરડાઓની કુલ ઘટ હોવાનો પણ જવાબમાં ભૂપેન્દ્રસિંહે ઉલ્લેખ કર્યો છે. સૌથી ચોંકાવનારી બાબતોએ છેકે રાજ્યના આદિવાસી જીલ્લાઓની હાલત અત્યંત દયનીય છે. આદિવાસી એવા દાહોદ જીલ્લાની 720 પ્રાથમિક શાળાઓ એવી છે કે જેમાં 2082 ઓરડાઓની ઘટ છે. જ્યારે સૌથી ઓછી પોરબંદરની 23 શાળાઓમાં 41 ઓરડાઓની ઘટ હોવાની માહિતી ખુદ શિક્ષણમંત્રીએ ગૃહમાં આપી હતી.
રાજ્યમાં ઓરડાઓની ઘટ ધરાવતી શાળાઓ અને ખૂટતાં ઓરડા
જીલ્લો | ઓરડાની ઘટ વાળી શાળા | શાળામાં ઓરડાની ઘટ |
દાહોદ | 720 | 2082 |
બનાસકાંઠા | 410 | 1071 |
પંચમહાલ | 415 | 957 |
ભાવનગર | 321 | 891 |
આણંદ | 269 | 872 |
વલસાડ | 253 | 853 |
સાબરકાંઠા | 405 | 828 |
ભરૂચ | 220 | 691 |
કચ્છ | 301 | 666 |
મહેસાણા | 191 | 629 |
પાટણ | 207 | 626 |
અરવલ્લી | 285 | 596 |
છોટાઉદેપુર | 234 | 505 |
જૂનાગઢ | 194 | 449 |
રાજકોટ | 212 | 448 |
જામનગર | 170 | 441 |
વડોદરા | 159 | 429 |
અમરેલી | 149 | 420 |
અમદાવાદ | 96 | 417 |
ખેડા | 188 | 413 |
સુરેન્દ્રનગર | 182 | 405 |
નવસારી | 97 | 379 |
નર્મદા | 212 | 367 |
મહીસાગર | 199 | 330 |
દેવભૂમિ દ્વારકા | 151 | 274 |
સૂરત | 90 | 267 |
ગાંધીનગર | 104 | 259 |
ગીરસોમનાથ | 102 | 245 |
તાપી | 104 | 222 |
બોટાદ | 46 | 160 |
મોરબી | 67 | 121 |
ડાંગ | 50 | 67 |
પોરબંદર | 23 | 41 |
કુલ | 6,826 | 17,417 |