શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કર્યું

પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા 

પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા ખોલવાની મંજૂરી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આમ હવે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાએ શિક્ષણનું ખાનગીકરણ 100 ટકા થાય એવી રીતે શિક્ષણ વિભાગ ચલાવવાનું અંતિમ પગલું ભર્યું છે. કોંગ્રેસ સરકારમાં ખાનગી શાળાઓ 10 ટકા જ ખૂલતી હતી હવે 90 ટકા ખૂલે છે. આમ ભાજપની સરકારે પોતાની સ્પષ્ટ નીતિ અમલી બનાવી દીધી છે કે ગરીબ બાળકો ભણી નહીં શકે. શ્રીમંત કુટુંબના બાળકો જ શાળાએ જશે.

ખાનગી શાળા વધી રહી છે

રાજયમાં ૩૨,૫૭૪ સરકારી, ૬૦૫ ગ્રાન્ટેડ અને ૧૦,૯૪૦ ખાનગી પ્રાથમિક શાળાઓ છે, તે પૈકી છેલ્લા બે વર્ષમાં ૧૨૨ સરકારી, ૧૩ ગ્રાન્ટેડ અને ૧,૨૮૭ ખાનગી નવી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. રાજયમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ખાનગીકરણ દિનપ્રતિદિન વધતુ જાય છે. બે વર્ષમાં આપવામાં આવેલી નવી પ્રાથમિક શાળાઅોમાં એક સરકારી અને ગ્રાન્ટેડ શાળાની સરખામણીએ ૧૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઅોને મંજુરી આપવામાં આવી છે.

શિક્ષણ કથળી રહ્યું છે

32 હજાર શાળાઓ છે જેમાં સરકારી શાળામાં 5માં ધોરણમાં ભણતા 47 ટકા અને 8માં ધોરણમાં ભણતા 23.4 ટકા વિદ્યાર્થીઓ 2 ધોરણની ગુજરાતી વાંચી શકતા નથી. ભૂપેન્દ્ર ચૂડાસમાની અગાઉની સરકારમાં 5માં ધોરણના 83.9 ટકા અને 8માં ધોરણના 65.2 ટકા વિદ્યાર્થીઓ સાદા ભાગાકાર કરી શકતાં નથી. ભારતનાં 27 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન અનુક્રમે 24મુ અને 19મું રહેતું આવ્યું છે. ગુજરાતને પછાત રાખવામાં સૌથી કોઈ જવાબદાર હોય તો તે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા છે. નરેન્દ્ર મોદીની સરકારનાં માનવ સંસાધન મંત્રાલયનાં 2016નાં રિપોર્ટ પ્રમાણે ગણિત અને અંગ્રેજીમાં વિદ્યાર્થીઓના દેખાવમાં ગુજરાતનો ક્રમાંક અનુક્રમે 21 અને 27 હતો.

ખાનગી છોડી સરકારી શાળામાં જતાં બળકો

મોંધવારી અને ઊંચી ફીના કારણે પ્રાથમિક શાળાના બાળકો ખાનગી શાળામાં જતાં હતા. તે હવે સરકારી શાળા તરફ વળી રહ્યાં છે. ચાલુ વર્ષે 25 હજાર જેટલાં બાળકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવ્યા છે. અગાઉ 10.2 ટકા વિદ્યાર્થીઓ જ ખાનગી શાળામાં પ્રવેશ લીધો હતો. પણ ભાજપ સરકાર હવે ખાનગી શાળાઓને વધું પ્રોત્સાહન આપીને ગુજરાતની ગરીબ પ્રજાને વધું ગરીબ બનાવી રહી છે. આનંદીબેન પટેલ પછી શિક્ષણને તળીએ લઈ જવામાં ભૂપેન્દ્ર ચૂડાસમાને ગરીબ ગુજરાતના લોકો કાયમ યાદ રાખશે.

ક્રમ જીલ્લાનું નામ પ્રાથમિક શાળાઓ કુલ પ્રાથમિક શાળાઓ બે વર્ષમાં નવી પ્રાથમિક શાળાઓને આપવામાં આવેલી મંજુરી
સરકારી ગ્રાન્ટેડ ખાનગી સરકારી ગ્રાન્ટેડ ખાનગી
1 અમદાવાદ 1197 55 1653 2905 16 0 211
2 બનાસકાંઠા 2379 17 390 2786 36 0 44
3 સુરત 1314 21 1244 2679 5 0 140
4 કચ્છ 1715 16 433 2164 2 0 48
5 રાજકોટ 963 9 1007 1979 1 0 129
6 દાહોદ 1664 23 137 1824 11 0 16
7 વડોદરા 1169 44 529 1742 6 0 63
8 ખેડા 1381 49 259 1689 0 0 41
9 આણંદ 1037 86 436 1559 1 0 27
10 પંચમહાલ 1411 24 114 1549 0 0 16
11 સાબરકાંઠા 1223 40 226 1489 5 0 31
12 અરવલ્લી 1243 16 129 1388 0 0 9
13 છોટાઉદેપુર 1251 12 67 1330 9 12 15
14 મહીસાગર 1209 12 97 1318 1 0 20
15 ભાવનગર 988 11 317 1316 7 0 34
16 મહેસાણા 997 45 253 1295 1 1 45
17 ભરૂચ 912 19 335 1266 0 0 19
18 વલસાડ 983 10 260 1253 0 0 22
19 જુનાગઢ 752 5 452 1209 0 0 49
20 સુરેન્દ્રનગર 895 7 251 1153 1 0 51
21 જામનગર 724 8 350 1082 4 0 54
22 અમરેલી 784 8 275 1067 0 0 32
23 ગાંધીનગર 624 39 332 995 0 0 36
24 પાટણ 796 16 139 949 0 0 24
25 નવસારી 732 6 177 915 0 0 19
26 ગીર સોમનાથ 557 0 309 866 5 0 20
27 તાપી 799 2 61 862 2 0 9
28 દેવભુમિ દ્વારકા 643 1 184 828 3 0 18
29 મોરબી 596 1 213 810 5 0 21
30 નર્મદા 689 1 51 741 0 0 3
31 પોરબંદર 318 0 128 446 0 0 11
32 ડાંગ 378 1 24 403 0 0 2
33 બોટાદ 251 1 108 360 1 0 8
  કુલ 32,574 605 10,940 44,217 122 13 1,287