શિયાળ બેટ પર વીજળી બાદ સસ્તું અનાજ પહોંચશે

શિયાળ બેટના સરપંચ જીવનભાઈ બારૈયા વર્ષોથી ભાજપ સરકારમાં રજૂઆત કરતાં આવ્યા હતા, પણ તેમને બેટ પર ગુજરાત સરકારનું સસ્તું અનાજ મળતું ન હતું. ટાપુ પરની વસતી માછીમારી તથા મજૂરી કારીને જીવે છે. રેશનીંગનું અનાજ અને કેરોસીન લેવા માટે જાફરાબાદ આવવું પડતું હતું. હવે સરકારે નક્કી કર્યું છે કે, અનાજનો જથ્થો ટાપુ પર જ આપવામાં આવશે.

હવે ગુજરાત સરકાર દરિયાના માર્ગે અન્ન અને નાગરિક પૂરવઠા નિગમે જથ્થો પૂરો પાડવા માટે મંજૂરી આપી છે. તેથી અમરેલીના ખંભાતના અખાતના આ ટાપુ પર લોકોને હવે સસ્તા અનાજ મળતાં થશે. આમ તો ગામના સરપંચ દ્વારા અહીં દુકાન ખોલવાની માંગણી કરી હતી. પણ તે ભાજપ સરકારે અપાવી નથી.

જાફરાબાદના શીયાળબેટ નૈસર્ગિક, પ્રા‍ચીન અને ઘાર્મિક સ્‍થળો માટે ઘણો જાણીતો છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણ‍િયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર, દરગાહ સહિત અનેક ધાર્મિક સ્‍થાનો આવેલા છે. પણ ગામની 5,096ની વસ્તીને અનાજ લેવા માટે 25 નોટિકલ માઈલ બોટમાં હલેસા મારીને જવું પડતું હતું. 98 હેક્ટરમાં ફેલાયેલા શિળળ બેટ પર ચોમાસાના 4 મહિના અહીં કોઈ કામ હોતું નથી. ત્યારે માછીમારી બંધ હોય છે.

1684 સુધી અહીં ચાંચિયાગીરી ચાલતી હતી અને પસાર થનારા જબાજોને લૂંટી લેવાતાં હતા ત્યારથી તે ગુજરાતની પ્રજાથી વિખુટું પડી ગયું હતું. 1739માં અહીં શિયાળ કોળીઓનું પ્રભુત્વ ઊભું થયું હતું. હિંદુ મંદિરોના અહીં ભગ્ન અવશેષ ઠેકઠેર જોવા મળે છે. પણ ગુજરાતની ભાજપ સરકારે ઈતિસાહના અવશેષો અને ધર્મ સાચવવા માટે કંઈ કર્યું ન હતું. ગોરખનાથની ગુફા છે. ખેતી માટેની જમીન બહુ ઓછી છે. અહીં માત્ર 31 ટકા લોકો જ અક્ષરજ્ઞાન ધરાવે છે. ગ્રેજ્યુએટ કોણ છે તે કોઈને ખબર નથી. આટલું કુદરતી વાતાવરણ હોવા છતાં અહીં 1000 પુરૂષની સામે 911 મહિલાઓ છે.

હવે અહીં નર્મદાના પિવાના પાણીના 4.5 કિલો મિટર પાઈપ દરિયામાં નાંખવામાં આવી રહ્યાં છે. તેથી પાણી પણ પહોંચશે. ટાપુ પરના 841 ઘરમાં 2016માં અહીં વીજળી પુરી પાડવામાં આવી હતી.