શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ

કે ન્યૂઝ, અમદાવાદ,તા:23

મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ્ફળ રહી છે તેની અતથી ઈતી સુધીની વિગતો અહીં આપવામાં આવી છે.

શિવસેનાના ગુજરાતમાં સક્રીય રાજકારણને ચૂંટણી લડવાના 29 વર્ષ થયા છે. જેમાં શિવસેના શરમજનક રીતે હારતો આવ્યો છે. મુંબઈમાં ગુજરાતના લોકોની સામે શિવસેના ખરાબ રીતે વર્તે છે તેની વેરની વસુલાત ગુજરાતમાં 29 વર્ષથી થઈ રહી છે. ગુજરાતમાં સિંહ છે અને શિવસેનાનું રાજકીય ચિન્હ વાઘ છે. શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ સાબિત થયો છે.

ગુજરાત રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બાદ 2017માં છેલ્લી વિધાનસભાની ચૂંટણી મેદાનમાં શિવસેના 182 માંથી 50 થી 55 બેઠકો પર ઉમેદવારોને ઉતારવાનું નક્કી કર્યું હતું. હિન્દુત્વના મુદ્દાને આગળ રાખી શિવસેના ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી હતી. અંતે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 42 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાં એક પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા ન હોય તે રીતે શરમજનક સ્થિતીમાં આવીને ઊભી હતી. તમામ ઉમેદવારોની ડોપોઝીટ ગઈ છે. 29 વર્ષનો આવો શરમજનક ઈતિહાસ શિવસેનાનો ગુજરાતમાં છે.

2017માં આખા ગુજરાત રાજ્યમાંથી માંડ 33893 મત મળ્યા હતા. જે કુલ મતના 0.1 થાય છે. જ્યારે બેઠકો પ્રમાણે શિવસેનાને માંડ 0.5 ટકા મત મળ્યા હતા. અડધો ટકો મત મળ્યા હતા. આવી શરમજનક સ્થિતી આવીને ઊભી હતી.

શિવસેનાને ગુજરાતના લોકોએ ક્યારેય સ્વિકારી નથી.

શિવસેનાએ ગુજરાતમાં 182 બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત 30 ઓક્ટોબર 2017ના કરી હતી. ગુજરાતમાં શિવસેના રાજકીય રીતે કેવી પકડ ધરાવે છે તેની છણાવટ અહીં કરવામાં આવી છે. શિવસેના મહારાષ્ટ્રમાં કાયમ ગાંધીજી અને ગુજરાતી મતદારો સામે જ રહી છે. કોઈ પક્ષનું મહત્વ ત્યારે જ આંકી શકાય ક તેને જાહેર જીવનમાં કેટલું લોક સમર્થન મળે છે. ત્યારે ગુજરાતમાં શિવસેના કેવી બદતર હાલતમાં રાજકીય જીવન જીવે છે, તેનું રાજકીય વિહાંગલોકન કરવા જેવું છે. શિવસેના વાઘને મહત્વ આપે છે. પણ ગુજરાતમાં સિંહ રહી શકે વાધ નહીં.

પાંચ વખત ચૂંટણી લડી

કોંગ્રેસ, સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, ભાજપ, બહુજન સમાજ પાર્ટી, રિપબ્લીકન પાર્ટી ઓફ ઈન્ડિયા, અખિલ ભારતીય જન સંઘ અને શિવસેના એમ 9 પક્ષો ગુજરાતમાં 12થી પાંચ વખત ચૂંટણી લડ્યાં છે. શિવસેના 2017, 2007, 2002, 2098, 1995, 1990ની વિધાનસભાની ચૂંટણી લગ્યો છે. કોંગ્રેસ 12 વખત ગુજરાતની ચૂંટણી લડી ચૂક્યો છે. જેની સામે શિવસેના 6 વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યો છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ જ સફળ છે. જેમણે પોતાના પક્ષની સરકારો બનાવી છે. બાકીના એક પણ પક્ષ સફળ નથી. ગુજરાતના મતદારોએ બાકીના સાત પક્ષોને જાકારો આપ્યો છે. તેમાં શિવસેના પણ એક છે. 2012ની વિધાનસભાની ચૂંટણી શિવસેનાએ લડી ન હતી. જેમાં રાજકીય પીછેહઠ જોવા મળે છે.

રાષ્ટ્રીય પક્ષ પણ નહીં 

શિવસેના માત્ર મહારાષ્ટ્રના થોડા ભાગોનો પક્ષ છે. પ્રાદેશીક પક્ષ છે. ગુજરાતમાં પણ તે પ્રાદેશીક પક્ષ તરીકે જ કામ કરે છે. ગુજરાતમાં છ રાષ્ટ્રીય પક્ષો છે. જેમાં BSP, BJP, CPI, CPIM, INC, NCP છે. NCP – નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી જે કે મહારાષ્ટ્રની છે. તેને ગુજરાતમાં રાષ્ટ્રીય પક્ષ તરીકે ચૂંટણી પંચે માન્યતા આપી છે. પણ શિવસેનાને માન્યતા મળી નથી. જરૂરી મતો મળવા જોઈએ તે મળ્યા ન હોવાથી આમ થયું છે. છ પક્ષો જ રાષ્ટ્રીય પક્ષ તરીકે ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી લગતા રહ્યાં છે. જેમાં શિવસેનાનું રાષ્ટ્રીય પક્ષ તરીકે ક્યાંય અસ્તિત્વ નથી.

છેલ્લી ચૂંટણી

ગુજરાતમાં શિવસેના આજે પણ સક્રીય છે. જાહેરમાં વારંવાર કાર્યકર્મો પણ કરે છે. શિવસેનાએ 2007માં છેલ્લી ચૂંટણી લડી હતી. જેમાં 38 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. એક પણ ઉમેદવાર જીત્યો ન હતો. સમગ્ર રાજ્યમાંથી માત્ર 51,933 મતો મળ્યા હતા. ગુજરાતમાં મહારાષ્ટ્રના લોકો સારી એવી સંખ્યામાં રહે છે. તેમના મતો પણ મળ્યા નથી. જે સૂચવે છે કે, ગુજરાતામાં રહેતાં મહારાષ્ટ્રીયન પરિવારોએ શિવસેનાને અહીં સ્વિકારી નથી. એક ટકો મત પણ શિવસેના મેળવી શકી ન હતી. માંડ 0.24 ટકા મત તેમને મળ્યા છે. આ તેની રાજકીય પીછેહઠ છે. શરમજનર હાર પછી 2012માં તો એક પણ ઉમેદવાર ઉભા રાખવાની હીંમત શિવસેનાએ કરી ન હતી. છતાં ગુજરાતમાં તેની રાજકીય પ્રવૃત્તી તો છે જ. તે શા માટે છે તે હવે એક પ્રશ્નાર્થ છે.

રાષ્ટ્રવાદી પક્ષ NCP

NCP ખરા અર્થમાં ગુજરાતના લોકોની વચ્ચે જઈ શકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી તેમણે જીતી છે. જે શિવસેના કરી શકી નથી. NCPનો ઉદભવ મહારાષ્ટ્રથી જ થયો છે. શરદ પવાર અને પ્રફુલ પટેલે તેને સિંચીને મોટી કરી છે.  2007માં 10 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમાંથી 3 ધારાસભ્યો NCPનાચૂંટાયા હતા. આ બેઠકો ઉપર 19.32 ટકા મતો મેળવ્યા હતા. જે શિવસેના કરતાં પણ ઘણાં વધારે છે. NCPએ પોતાનું ગૌરવ જાળવી રાખ્યું હતુ. ગુજરાતનાં તેમના પક્ષમાંથી જનપ્રતિનિધિઓ સતત ચૂંટાતા રહ્યાં છે.

ઉમેદવારો કેવા?

શિવસેનાના ઉમેદવારો સામે ચારેબાજુથી આંગળી ચિંધાતી રહી છે. રાજકોટ 2માં તો 509 મતો મળ્યા હતા. ગોંડલમાં પણ શરમજનક મતો મળ્યા હતા. આમ શિવસેનાના ઉમેદવારોને ગુજરાતમાં ક્યાંય લોકસમર્થન મળતું નથી. તે પરથી સ્પષ્ટ થાય છે કે, શિવસેનાની હિંદુવાદી અને પ્રદેશવાદી નીતિ ગુજરાતના લોકોએ સ્વિકારી નથી. સંકુચિત પ્રદેશવાદની વાતને પણ ગુજરાતે ફગાવી દીધી છે.

61 ઉમેદવારો ચૂંટણી લડ્યા

ગુજરાતમાં 2007થી ચૂંટણી લડવાનું શિવસેનાએ શરૂં કર્યું હતુ. 2007 સુધીની ચૂંટણીમાં કુલ 61 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 2017માં 42 ઉમેદવારો સાથે 103 ઉમેદવારો થાય છે. તમામ ઉમેદવારો ગુજરાતી હતા. એક પણ મરાઠીને ટીકીટ આપવામાં આવી ન હતી. જેમને ટીકીટ આપવામાં આવી હતી. માત્ર ચૂંટણીમાં તેમનું નામ નોંધાવવા માટે જ ઉમેદવાર ઉભા હોય એવું લાગે છે. 2007માં 38 ઉમેદવારો અને 2017માં 42 ઉમેદવારો હતા જે સૌથી વધુ હતા. ચૂંટણી યુધ્ધમાં હતા. 2002માં 9 ઉમેવાર, 1998માં 5, 1995માં 4 અને 1990માં 5 ઉમેદવારો ઉભા હતા. ભગવા ઝંડા સાથે રેલીઓ પણ કાઢવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્રના નેતાઓ આવતાં રહ્યાં છે.

કેટલો પ્રજામત ?

શિવસેનાના ઉમેદવારો જે ઉભા રહ્યાં છે. તેમાં તેને બહું ઓછા મતો મળે છે. ઉમેદવારોના કુટબું કબીલા અને મિત્રોના જ મતો મળેલાં હોય તેવું ચિત્ર ઉપશે છે. 2007 સુધીની પાંચ ચૂંટણીમાં તમમ 61 ઉમેદવારોની સાથે કુલ 90,605 મતો મળ્યા છે. 2017માં 33893 મત મળ્યા હતા. તે મળીને શિવસેનાના ગુજરાતના બદનામ ઈતિહાસમાં કુલ 1,24,498 મત મળ્યા છે. તેનો મતલબ કે 30 હજારથી વધું લોકો તેના ઉમેદવારોને મત આપેલા નથી. તે પણ ઉમેદવારોના સગા સંબંઘી જ મત આપી રહ્યાં છે. ગુજરાતના ખરા અને તટસ્થ મતદારો શિવસેનાને મત આપતાં નથી. સરેરાશ 1200 મતો એક ઉમેદવારને મળ્યા છે. અમદાવાદના અસારવાના એક ઉમેદવારને તો 115 મતો મળ્યા હતા. રખીયાલમાં 119 મત તેના ઉમેદવારને મળ્યા હતા. આમ શિવસેના હવે વાઘ રહ્યો નથી. પ્રજાના નહોર તેની પાસે રહ્યાં નથી. તેના ઉમેદવારને અહીં કોઈ સ્વિકારવા તૈયાર નથી. મુંબઈમાં ગુજરાતી લોકો અહીં આવે છે, ત્યારે ત્યાની સ્થિતી વર્ણવતાં હોવાથી તેઓ શિવસેનાને સારી રીતે ઓળખી ગયા હોય તેવું આ મતો પરથી પણ જોઈ શકાય છે.

એક પણ જીત નહીં

1990થી શિવસેનાએ ચૂંટણી લડવાનું શરૂં કર્યું હતુ. પ્રથમ વખત 5 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ હાર્યા હતા. સરેરાશ એક હજારથી નીચે મતો દરેક ઉમેદવારને મળ્યા હતા. 1995માં ચૂંટણી લડવા માટે 4 ઉમેદવાર જ મળી શક્યા હતા. ચારેય ઉમેદવારે ડીપોઝીટ ગુમાવી રહી. 0.06 ટકા મતો મળ્યા હતા. જે અપક્ષ ઉમેદવાર કરતાં પણ ઓછા છે. 1998માં ફરીથી 5 બેઠકો ઉપર ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જે તમામ હાર્યા હતા. શરમજનક રીતે હાર્યા હતા. કાણરકે રાજ્યના કુલ મતોના માંડ 0.02 ટકા મતો મળ્યા હતા. 2002માં હિંદુત્વના મોજું હોવા છતાં તમામ 9 ઉમેદવારો હાર્યા હતા. આખી ચૂંટણીમાં 20 હજાર મતો આ 9 ઉમેદવારને માંડ મળ્યા હતા. આમ શિવસેના હવે માત્ર કાગળનો વાઘ રહી છે.

તમામે ડીપોઝીટ ગુમાવી

કોઈ ઉમેદવાર જ્યારે ડીપોઝીટ ગુમાવે છે ત્યારે તેમના માટે શરમજનક ગણવામાં આવે છે. પણ અહીં તો તમામ ચૂંટણીઓમાં સમગ્ર શિવસેના પક્ષે જ ડીપોઝીટ ગુમાવી છે. જે બાળાસાહેબ જેવા પ્રતિષ્ઠીત વ્યક્તિના પક્ષ માટે વિચારવા લાયક બાબત છે. 2007સુધી પાંચ ચૂંટણી શિવસેનાએ લડી છે. જેમાં કુલ 61 ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોઈ રાજકીય પક્ષના તમામ ચૂંટણીમાં તમામ ઉમેદવારે ડીપોઝીટ ગુમાવવી હોય તેવો ગુજરાતની ચૂંટણી ઈતિહાસમાં એક અનોખો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે.

કાર્યકરો પણ મત આપતાં નથી

શિવસેના પાસે ગુજરાતમાં જે કાર્યકરો છે તે પણ પોતાના પક્ષને મત આપતાં ન હોય તેવી બદતર હાલત જોવા મળી રહી છે. કારણકે, આજ સુધીમાં 61 ઉમેદવારોને માંડ કુલ 90 હજાર મતો મળ્યા છે. સરેરાશ દરેક ઉમેદવારને 1400 મતો મળ્યા છે. તેનો મતલબ કે કાંતો શિવસેના પાસે કાર્યકરો નથી, કાંતો તેના કાર્યકરો છે તે પણ પોતાની પાર્ટીને મત આપતાં નથી. આવી કરૂણ હાલત શિવસેનાની છે. કોઈ પક્ષને તેના કાર્યકરો જ જો મત ન આપતાં હોય તે અત્યાંત ગંભીર બાબત છે. રાજકારણમાં આવી ખરાબ હાલત કોઈ પક્ષની ગુજરાતમાં નથી.

NCPનો સારો દેખાવ

મહારાષ્ટ્રના નેતા શરદ પવારે ગુજરતામાં NCPને 2002, 2007 અને 2012માં એમ ત્રણ ચૂંટણી લડાવી હતી. જેમાં કુલ 103 ઉમેદવારોમાંથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે. આ ત્રણ ચૂંટણીમાં NCP ત્રીજા નંબરનો પક્ષ વિધાનસભામાં રહ્યો છે. જ્યારે 2002માં ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ત્યારે 81 ઉમેદવારો ઉભા હતા. જેમાંથી 77 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી, એવો કંગાળ દેખાવ પ્રથમ ચૂંટણીમાં હતો. પણ પછી સ્થિતી સુધારી છે. 1.50 ટકા મતો તેમને મળેલાં છે. 26 લાખ મતો છેલ્લી ચૂંટણીમાં મેળવ્યા છે. આમ શિવસેના કરતાં NCPનો દેખાવ સારો રહ્યો છે.

કોણ રાષ્ટ્રવાદી?

રાજકારણમાં જેમને પ્રજા તરફથી કોઈ સમર્થન મળતું નથી એ રાષ્ટ્રવાદી કે પછી જેમને લોકો ચૂંટીને લોકસભા કે વિધાનસભામાં મોકલે છે, એ પક્ષ રાષ્ટ્રવાદી ?

કુલ  રકમ રૂ.93.37 કરોડ છે, જેમાંથી 6339 દાતાઓ છે

પ્રાદેશિક પક્ષો દ્વારા મેળવવામાં આવેલા કુલ દાનમાં 72.05% અથવા રૂ. 65.83 કરોડ માત્ર ટોચના ત્રણ પ્રાદેશિક પક્ષોને પ્રાપ્ત થયા છે. કુલ દાનના સંબંધમાં શિવસેનાને મળેલા કુલ 297 દાનમાંથી રૂ. 25.65 કરોડ મેળવીને સૌથીઆગળ છે. ત્યારબાદ આમ આદમી પક્ષ દ્વારા 3865 દાતાઓ તરફથી રૂ.24.73 કરોડ મેળવેલા છે. એસએડીએ રૂ. 15.45 કરોડની જાહેરાત કરી હતી જે દેશના તમામ પ્રાદેશિક પક્ષોમાં ત્રીજા ક્રમે છે.

શિવસેનાની રાષ્ટ્રીય પક્ષ બનવાની યોજના પણ ગુજરાતમાં નિષ્ફળ

શિવસેના હવે ગુજરાતમાં પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે આગળ વધવા માંગે છે. રામ મંદિર માટે અયોધ્યામાં મોટી રેલી કર્યા બાદ શિવસેનાએ નક્કી કર્યું છે કે તે મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષમાંથી બહાર નીકળીને સમગ્ર દેશમાં પોતાનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊભું કરશે.  રાજસ્થાનમાં પણ તેના કેટલાક ઉમેદવારો ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં.  પરંતુ તેને એક ટકા કરતા પણ ઓછા મળ્યા છે. આવા સંજોગોમાં શિવસેનાના સુપ્રીમોએ હવે દેશના મોટાભાગના રાજ્યોમાં શિવસેનાને લઈ જવાનું નક્કી કર્યું છે. પરંતુ ગુજરાતમાં હજુ સુધી તેઓ સફળ થયા નથી. રાષ્ટ્રીય કક્ષા પછી એમને આશા છે કે ગુજરાતમાં પણ સારો દેખાવ કરશે. કારણ કે ગુજરાતના લોકોની માનસિકતા હિન્દુ વિચાર ધરાવે છે. ગુજરાતની પ્રજા અત્યારે હાલ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા નથી. તેથી શિવસેના મોટો ફાયદો લઈને મતદારોની વચ્ચે લઈ જવામાં આવી રહ્યો છે. ગુજરાત માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને થોડા દિવસોમાં તેના પ્રત્યાઘાતો  જરાતમાં જોવા મળશે. પણ ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છતાં એક પણ સફળ થયા નથી. ગુજરાતમાં શિવસેનાને કોઈ સ્વિકારવા તૈયાર નથી.

શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ હવે ભાજપ સામે ખુલ્લીને લડી લેવાના ઈરાદા સાથે ગુજરાતીને પણ શિવસેનામાં મહત્વું સ્થાન આપવામાં આવ્યું છે. 13 નેતા અને 31 ઉપનેતા નિયુક્ત કર્યા છે તેમાં એક માત્ર ગુજરાતી તરીકે હેમરાજ શાહને રાષ્ટ્રીય સંગઠક તરીકે નિયુક્ત કર્યા છે. શિવસેનામાં આ હોદ્દો ન હતો પણ આ વખતે ખાસ ઊભો કરીને હેમરાજ શાહને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જે બતાવે છે કે, શિવસેના હવે ગુજરાતમાં પણ ભાજપને ટક્કર આપવાનો ઈરાદો ધરાવે છે. તેના અનુસંધાનમાં હેમરાજ શાહ 2 ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે અને સંગઠનને લગતી બેઠક કરવાના છે.

ઉદ્ધવ ઠાકરેએ તેથી હેમરાજ શાહને ખાસ મહત્વ આપ્યું છે. ભારતના દરેક રાજ્યમાં શિવસેના લોકસભાની ચૂંટણી લડશે તેમાં ગુજરાત એક હશે તેથી 2019ની આજથી જ તૈયારી કરવા માટે હેમરાજ ગુજરાત આવી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે હિંદુ વિચારધારાના કારણે અમે ભાજપ સામે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડતાં ન હતા પણ હવે ભાજપની એ વિચારધારા રહી નથી તેથી તેમની સામે દરેક રાજ્યમાં ચૂંટણી લડવાના છીએ. ભલે પછી તે જીતીએ કે ન જીતીએ. પરંતુ ચૂંટણી તો લડીશું જ.

આ અંગે હેમરાજ શાહે Khabarchhe.com સાથે વાત કરતાં હેમરાજ શાહે કહ્યું હતું કે શિવસેનામાં ગુજરાતીઓને પણ સ્થાન મળી શકે છે. મને રાષ્ટ્રીય સંગઠક તરીકે નિયુક્તિ આપી છે. હું હવે ગુજરાતમાં આવવાનો છું.

હેમરાજ શાહ ભલે ગુજરાતમાં સંગઠન મજબૂત કરતાં હોય પણ ગુજરાતમાં શિવસેના દરેક વિધાનસભાની ચૂંટણી લગતો આવ્યો છે. પણ ત્યારે ય એક બેઠક પણ મળી નથી. ગયા ડિસેમ્બરમાં પણ આવું જ થયું હતું. ગુજરાતમાં શિવસેનાના કાર્યકરો પણ તેને મત આવતાં નથી, એટલા ઓછા મત મળ્યા છે. તેનું એક માત્ર કારણ એ છે કે શિવસેના ગુજરાતીઓનો તિરસ્કાર મુંબઈમાં કરે છે. ગુજરાતમાં તેમનું જે કંઈ સંગઠન છે તેમાં ગુંડા તત્વો વધારે છે. આ ઈમેજ જો ગુજરાતમાં તોડશે તો જ ભાજપ સામે હિન્દુ મત મેળવી શકશે. હવે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયા પણ ભાજપના ટોચના નેતાઓ અને તેમની નીતિઓથી નારાજ છે. તે મત પણ શિવસેના મેળવી શકે તેમ છે.