શિહોરી, તા.૧૫
શિહોરી-દિયોદર હાઇવે ચીમનગઢના પાટીયા નજીક શુક્રવારે રાત્રે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું જ્યારે 3 ઘાયલ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિહોરી દિયોદર હાઇવે પર ચીમનગઢના પાટિયા નજીક સામસામે બે બાઈક ટકરાતાં બાઇક ચાલક કિરૂભા ભારતસિંહ વાઘેલા(ઉ.વ 30,રહે.વડા,તા.કાંકરેજ)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જે સરસ્વતી તાલુકાના હોવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.