શેત્રુંજય નદીમાં પૂર આવશે તો 20 સિંહ તણાઈ જશે

તમામ તસવીરો – દિલીપ જીરૂકા
હાલ વરસાદી સિઝન માથે દસ્તક દઈ રહી છે અને વાયુ વાવા જોડા ની અસર હાલ સમગ્ર ગીર અને સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે વર્તાઈ રહી છે જેથી અહીં વરસાદ ના વધામણાં થયા છે ત્યારે અમરેલું ના બૃહદ ગીર માં આવેલ શેત્રુંજી નદી ના પટ માં  વસતા 20 થિ વધુ સાવજો ને વરસાદ પહેલા અહીં થિ ખસેડવા જરૂરી છે . અહીં અમરેલી ના ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી નદી પસાર થઈ છેક પાલીતાણા સુધી પહોંચે તે નદી ના પટ માં ગીર ના 20 સાવજો એ પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે  અને રોજ બરોજ મારણ મળી જતા અહીં નદી માં જ આ સાવજો એ વસવાટ કર્યો છે વળી શેત્રુંજી નદી માં ઠંડક વધુ હોવાથી સાવજો અહીં જ પડ્યા રહે છે ત્યારે આ  20 જેટલા સાવજો પર હાલ ખતરો તોળાઈ રહ્યો છે અહીં શેત્રુંજી નદી ચેક ગીર માંથી નીકળી અહીં આવે છે જેથી વરસાદ થતાંજ અહીં નદી માં અચાનક પુર આવી જતું હોય છે જેથી નદી માં સાવજો ને ખસેડવા માટે ખાસ હિમાંશુ ભટ્ટ સહિત ના પ્રકૃતિ પ્રેમી ઓ માંગ કરી રહ્યા છે
અમરેલી જિલ્લામાં ના બૃહદ ગીર માં લીલીયા નાના લીલીયા ક્રાકચ શેઢાડા બવાડા લોકા . લોકી જુનાસાવર ખાલપર ઘોબા પીપરડી સહિત ના ગામો આવેલા છે જે મા સાવરકુંડલા નોર્મલ રેન્જ અને અમરેલી વિસ્તરણ વિભાગ દ્વારા આ બને રેન્જ નું સંચાલન થાય છે ત્યારે અમરેલી વિસ્તરણ વિભાગ ના સાવજો હાલ શેત્રુંજી નદી માં વસવાટ કરી રહ્યા છે જેને ખાસ પુર પહેલા નદી માં થી અન્ય સ્થળાંતર કરવા જરૂરી છે 2015 માં આવેલ ભયાનક પુર માં શેત્રુંજી નદી માં થી11 જેટલા સિંહો તણાઈ મૃત્યુ પામ્યા તા ત્યારે હાલ 20 થી વધુ સિંહો નો શેત્રુંજી નદી આસપાસ વસવાટ છે જે સાવજોપર પુર નો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે વન વિભાગ અમરેલી દ્વારા આ સાવજો પર વોચ રાખવી જરૂરી છે અને સમયાંતરે અહીં થિ ખસેડવા જરૂરી છે . ત્યારે વન વિભાગ દ્વારા અહીં ઊંચા ટેકરા પણ બનવવા માં આવ્યા છે પરંતુ સિંહો  પુર આવતા આ ટેકરા પર ચડે તે એક પ્રશ્ન છે ત્યારે જરૂરી હાલ એ છે કે અહીં થી આ સાવજો ને ખસેડવા માં આવે જેથી ગીર ના સાવજો નું રક્ષણ થઇ શકે  . કેનાઇન ડિસ્ટમ્બર ને કારણે 23 જેટલા સિંહો ગત વર્ષે જ મૃત પામ્યા હતા  ત્યારે વધુ સિંહો ને ખોવા નો વારો આવે તે પહેલાં અહીં નદી માંથી અન્ય ખસેડવા હાલ પર્યાવરણ વિર્દો પણ માંગ કરી રહ્યા છે.