શેત્રુંજીમાં નર્મદાનું પાણી કેમ નાખો છો, અમને સિંચાઈ માટે આપો

શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો ૧૫ ફૂટ એટલે કે 20 ટકા પાણી છે. વરસાદ ઓછો થવાના કારણે પાણી ઓછું છે તેથી નર્મદાનું પાણી અહીં નાંખવાનું શરૂ કરાયું છે. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારીયાએ શેત્રુંજી સિંચાઈ યોજનાનું  પાણી આપવાની રજૂઆત મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. ભાજપે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી હતી. પણ ભાજપ સરકારે આ પાણી પિવા માટે અનામત રાખવાની જાહેરાત કરી છે. જો, પાણી નહીં છોડવામાં આવે તો આંદોલનની ચીમકી કનુ બારીયાએ ઉચ્ચારી હતી.

શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી 227 કિ.મી. લાંબી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસે પાલિતાણાની ટેકરીઓની ઉત્તરે શેત્રુંજય પર્વત પાસેથી પસાર થઇ તળાજાની ટેકરીઓ પાસે ગોપનાથથી 10 કિમીના અંતરે ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. તેના પાણીનો આવરો 5636 ચો.કિ.મી.નો છે. તેનું પાણી રોકવા માટે શેત્રુંજી બંધ બનાવ્યો છે.

ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેનો પાયો 1955માં નાંખ્યો હતો. ખોડીયાર બંધ 1967માં બાંધવામાં આવેલો હતો. 32 મિલિયન ઘનમિટર સંગ્રહશક્તિ ધરાવે છે. પણ મે 2019માં 5 મિલિયન ઘનમિટરથી વધું પાણી નથી. આ પાણીથી 24 ગામની 16,675 એકર જમીન સિંચાઇ હેઠળ આવે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરું પાડે છે. સ્‍થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે.

શેત્રુંજી નદીના ઉદગમ સ્થાનથી 55 કિ.મી.ના અંતરે ખોડીયાર ડેમ અને 160 કિ.મી.ના અંતરે શેત્રુંજી ડેમ છે તેથી અહીંના ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, નર્મદા બંધ સિંચાઈ માટે બનાવોલો છે તેનું પાણી ડેમ ભરવા માટે આપવાના બદલે સિંચાઈ માટે આપવામાં આવે.