શેરમાં 7 લાખ રોકનાર 10 વર્ષમાં કરોડપતિ બની ગયા, કેમ ?

10 વર્ષ પહેલા જો કોઇએ બાટાના શેરમાં 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તે કરોડપતિ બની ગયો હશે. બાટા ઇન્ડિયાના શેરનું રિટર્ન જોઇ લેવું. બાટાના શેરએ ગત 10 વર્ષમાં 15 ગણુ રિટર્ન આપ્યુ છે. બાટા ઇન્ડિયાના શેરની કિંમત 2009માં 108 રૂપિયાની આસપાસ હતી. જે હાલમાં 1740 રૂપિયાની આસપાસ છે. તમને જણાવી દઇએ કે, કંરનીના દેશના મોટા ભાગના શહેરોમાં પોતાના શોરૂમ છે. આ સિવાય કંપની દરરોજ નવો સામાન પણ લોંચ કરી રહી છે.

મંદી બાદ પણ બાટા ઇન્ડિયાએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સારૂ પ્રદર્શન કરી દેખાડયું. ગત વર્ષે આ જદ ત્રિમાસિકમાં બાટા ઇન્ડિયાનો સુદ્ધ લાભ 55.66 કરોડ રૂપિયાનો રહ્યો. જોકે હાલમાં કંપનીનો શુદ્ધ લાભ 28.22 ટકાથી વધી 71.37 કરોડ રૂપિયાના સ્તર પર આવી ગયો છે. ત્યાં જ કંપનીનું કુલ વેચાણ 7.26 ટકા વધી 721.96 કરોડ રૂપિયા થઇ ગયું છે.