શેર બજાર તૂટ્યુ, પેટ્રોલનો ભાવ વધારો થઈ શકે

શેરબજારમાં 7 જાન્યુઆરી 20120માં જોરદાર કડાકો બોલી ગયો હતો. કટોકટી વચ્ચે ક્રૂડની કિંમતમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાના કારણે આયાત બિલમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. પુરવઠો ખોરવાઈ જવાની દહેશત ઉભી થઇ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે બેરલદીઠ ૭૦.૪૫ સુધી પહોંચી ગઈ હતી તેમાં ઉલ્લેખનીય વધારો થયો હતો.

આગામી દિવસોમાં કટોકટી વચ્ચે ક્રૂડની કિંમતમાં વધુ વધારો થશે તો ભારત માટે જટિલ સ્થિતિ થઇ શકે છે. પશ્ચિમ એશિયાને વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદન વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. ઇરાક ઓપેકના બ્લોકમાં બીજા સૌથી મોટા તેલ ઉત્પાદન દેશ તરીકે છે. અમેરિકાના હવાઈ હુમલામાં ઇરાનિયન જનરલ મેજર કાસીમ સુલેમાનીના મોત બાદથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. વળતા હુમલા કરવાની ઇરાને ધમકી આપી છે. એવી ચિંતા પણ સતાવી રહી છે કે, અમને ૨૦ ટકાની આસપાસ ક્રૂડ ઓઇલની કિંમતમાં નુકસાન થઇ શકે છે. સાથે સાથે ક્રૂડ ઓઇલની કિંમતમાં ૨૦ ટકાનો વધારો થઇ શકે છે. આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ જા ઇરાન અને અમેરિકા વચ્ચે કટોકટી વધશે તો કિંમતો ૭૫ ડોલરથી ઉપર પહોંચી શકે છે.