શ્રીકૃષ્ણના પરમધામ ગમનના ઐતિહાસિક તીર્થસ્થાન ભાલકા માં યોજાયેલા લોકડાયરામાં નોટોનો વરસાદ

ગીર સોમનાથના વેરાવળ પાસેના ભાલકાતીર્થમાં ભાલકાતીર્થમાં સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં  હજારોની સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યાં છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે લોકગીતોની રમઝટ બોલાવી હતી.  અલૌકિક એવા આકાર્યક્રમમાં ઉમેટેલા આહિર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જાણે કે ભાલકાતીર્થ માટે તમામે પોતાની ઝોળી ખુલ્લી મુકી દીદી હતી. એટલી નોટો વરસી હતીકે ચણલી નોટોથી સ્ટેજ ઉભરાઇ ગયું  હતું

વેરાવળ ખાતે આવેલા ભાલકાતીર્થ મંદિરના સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગત રાત્રે મહોત્સવનો અંતિમ દીવસ હતો. દે અંતર્ગત આ ડાયરો યોજાયો હતો. ડાયરામાં લોક ગાયક રાજભા ગઢવી, માયાભાઈ આહીર તેમજ તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડ, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પર મન મૂકીને આહીર સમાજના લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણએ પરમધામમાં પ્રયાણ કર્યુ હતું તેવાઆ તીર્થસ્થાન માટે આહિર સમાજના લોકોએ પોતાની પૂરી શ્રધ્ધા અને ઉમંગ સાથે ઉત્સવની ઉજવણી કરી હતી. જેમાં આહિર સમાજના દેશવિદેશના લોકોએ પોતાની યથાશક્તિ સાથે યોગદાન આપ્યું હતું.