શ્રીમંત ઉદ્યોગોના 4 લાખ કરોડના બાકી વેરા માફ કરાશે પણ દુઃખી ખેડૂતોના દેવા નહીં

2020-21ના કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન સીતારમણ સરકાર જૂના વેરાના 8 લાખ કરોડ બાકી છે તેમાં માફી આપવાની તૈયારી કરી રહ્યાં છે. 5 લાખ ઉદ્યોગ અને વેપારીઓના દેવા માફ કરાશે પણ દેશના 9 કરોડ  ખેડૂતોના રૂ.4 લાખ કરોડ દેવા છે, તે માફ કરવા તૈયાર નથી.

ભારતીય જનતા પક્ષની મૂડીવાદી સરકારના વડા નરેન્દ્ર મોદીનું આ અર્થશાસ્ત્ર છે. જેને મોદીનોમીક્સ તરીકે ઓળખવામાં આવે છે.

5 લાખ ટેસ્ક વિવાદના મામલા પડતર છે. જેમાં 8 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સ વિવાદમાં ફસાયેલા છે. ઉદ્યોગપતિઓ ધરાર આપવાની ના પાડીને અદાલતોમાં ખટલા ચલાવી રહ્યાં છે કાં તો નાદાર જાહેર કરીને સરકારને ચૂનો લગાવે છે. પણ ખેડૂતો તો કુદરત પર નભે છે. તેના દેવા કે વેરા માફ કરતાં નથી. જમીન મહેસૂલ માફ કરી દેવું જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્શન ટેક્સેસ (CBDT) ફેબ્રુઆરી 2019માં પડતર ડાયરેક્ટ ટેક્સ વિવાદને દૂર કરવા માટે એક પેનલ બનાવી છે. કંપનીઓની કુલ બાકી રકમ 40-50 ટકા જમા કરવા માટે કહેવામાં આવે.

ઉદ્યોગોને અગાઉ પણ માફ કર્યા

અગાઉ જૂના વિવાદાસ્પદ સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટી મામલાના સમાધાન માટે સરકાર સબાક વિશ્વાસ સ્કિમમાં સરકારે 30 હજાર કરોડ મેળવીને અબજો રૂપિયા માફ કરી દીધા હતા. પણ 70 ટકા લોકો જેમાંથી સીધી રોજગારી મેળવે છે એવા ખેડૂતોના દેવા માફ કરવામાં આવતાં નથી.

9 કરોડ ખેડૂત પરિવાર .

1995થી 2020ના 25 વર્ષમાં 4 લાખ ખેડૂતોએ આત્મ હત્યા કરી છે. જેમાં 75 હજાર મહારાષ્ટ્રના છે. ગૃહ વિભાગના અહેવાલ મુજબ દેવું વધી જવાથી ખેડૂતોમાં આત્મહત્યા વધી છે. 2005થી 2015 સુધીમના 10 વર્ષમાં 1.20 લાખ ખેડૂતોએ દેવું વધી જતાં આત્મહત્યા કરી છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ ખેડૂતોની આત્મહત્યા ઘટવાના બદલે વધી છે. છતાં ખેડૂતોના દેવા માફ કરાતાં નથી. વેપારીઓ સરકારી કરના કારણે ક્યારેય આત્મહત્યા કરતાં નથી.

કોંગ્રેસ દ્વારા રાહત

મનમોહન સીંગે 2008માં ખેડૂતોની  દેવામાફી આપી હતી ત્યારે રૂ.72 હજાર કરોડની રાહત નાના ખેડૂતોને આપી હતી. દેશના તમામ ખેડૂતો પર રૂ.4 લાખ કરોડનું દેવું છે જેમા નાના ખેડૂતોના રૂ.1 લાખ માફ કરવા પડે તેમ છે. પણ સરકાર તેમ કરવાના બદલે ઉદ્યોગો કે જે શ્રીમંત છે તેમના 8 લાખ કરોડ રૂપિયામાંથી 4 લાખ કરોડ માફ કરવા તૈયારી કરી રહી છે. પણ આત્મહત્યા કરી રહેલા ખેડૂતોના 1 લાખ કરોડ માફ કરવા તૈયાર નથી.

અપપ્રચાર

હવે વાંચો શનિવારે બંધારણીય વડા એવા રાજ્યપાલ શું કહી રહ્યાં છે અને મોદીઈકોનોમી પુસ્તકના લેખક શું કહી રહ્યાં છે. કેવો અપપ્રચાર થઈ રહ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતના રાજ્યપાલનું છે.

દેશને વિશ્વના શ્રેષ્ઠ અર્થતંત્ર તરીકે પ્રસ્થાપિત કરવાનું મહાઅભિયાન

રાજભવન ખાતે 5 જાન્યુઆરી 2019માં ‘Modi’s Economics’  પુસ્તકનું વિમોચન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થતંત્ર તરીકે ભારત દેશને પ્રસ્થાપિત કરવાના મહાઅભિયાનમાં સૌ નાગરિકો સહયોગ આપે. સોળમી સદીમાં વિશ્વભરમાં ભારતનું અર્થતંત્ર એવું ધમધમતું હતું કે દેશ સોનાની ચિડીયા તરીકે ઓળખાતો હતો. નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ઉદ્યોગ, કૃષિ અને સેવાક્ષેત્રો મળીને દેશનો ત્રિ-સ્તરીય સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

પુસ્તકના લેખક ડો. રાજેશકુમાર આચાર્યે જણાવ્યુ હતુ કે, વર્ષો પહેલાં ચાણક્યે રજૂ કરેલી અર્થનીતિએ વિશ્વને ભારતદેશના આર્થિકક્ષેત્રના જ્ઞાનથી પરિચય આપ્યો હતો. આજે ભારત દેશ પાંચ ટ્રિલિયન અમેરીકી ડોલરની અર્થ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન સ્પષ્ટ જણાઇ આવે છે. મેઈક ઈન ઈન્ડિયાથી દેશની આર્થિક પ્રગતિમાં પરિવર્તન થયા છે.