સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની ‘ગુડબુક્સ’માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે.
ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે.
ચુકાદા બાદ નિવેદનમાં સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતાએ જણાવ્યું, ‘મૃતક અને તેમના ભાઈ સહિત કુલ 133 શખ્સની હુલ્લડના આરોપ સબબ ધરપકડ કરવામાં આવી હતી.’
2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી (મોદી) તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી. તેમની સામે એ સાંજે જ રાજ્ય સરકારે રિવિઝન ઍપ્લિકેશન દાખલ કરી અને બીજા જ દિવસે સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી.
2011માં સંજીવ ભટ્ટે ઍફિડેવિટમાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે ‘હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.’ આ બાબત બાદ ભટ્ટ અને મોદી સામ સામે આવી ગયા હતા.
2012માં નરેન્દ્ર મોદી વિરુદ્ધ સંજીવ ભટ્ટનાં પત્ની ચૂંટણી મેદાનમાં ઊતર્યાં હતાં
2011માં સંજીવ ભટ્ટની ઍફિડેવિટ સામે આવી હતી અને તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે ચઢ્યા હતા. સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં 2002ના રમખાણો માટે જવાબદાર ઠેરવતા રહ્યા છે.
2011માં સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.