સંજીવ ભટ્ટે રિટ મામલે સરકારને નોટિસ

જામનગર સેસન્સ કોર્ટના આજીવન કેદની સજાને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો તે મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો મંગાવવામાં આવ્યો છે.જામજોધપુર કસ્ટોડીયલ કેસ મામલે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સાલ 1990ના વર્ષમાં જામનગર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મૃત્યુ થયું હતું. કસ્ટડીયલ ડેથ મામલે મૃતકના પરિવાર દ્વારા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ સહીત કુલ 6 પોલીસ કર્મચારી વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કેશન 30 વર્ષો પછી જામનગર સેસન્સ કોર્ટ દ્વારા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. જામનગર સેસન્સ કોર્ટના આદેશને પૂર્વ  IPS અધિકારી સંજીવ ભટ્ટએ હાઇકોર્ટમાં પટકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાઇકોર્ટ હાથ ધરાશે.