સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ આષાઢસ્ય પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટી ખાતે
રાજ્યપાલની ઉપસ્થિતીમાં સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃતમાં વેદશાસ્ત્ર મેળવીને પારંગત થયેલા સંસ્કૃત ભાષાના સાત પંડિતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૯-૨૦ માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર- યોગિનીબેન વ્યાસ, યુવા ગૌરવ પુરસ્કાર- કિશોરભાઈ શેલડીયા, શાસ્ત્ર
પંડિત સન્માન- કાલિદાસ ઠાકર અને નરેન્દ્રકુમાર પંડ્યા, વેદ પંડિત સન્માન – શુક્લ યજુર્વેદ – પ્રજ્ઞાબેન જોશી , સંસ્કૃત કુટુંબ સન્માન – પ્રણવભાઈ રાજ્યગુરુ તથા સંસ્કૃત સેવા સન્માન- શ્રૃતિબહેન ત્રિવેદીને આપવામાં આવ્યું હતુ. જેઓને રોકડ પુરસ્કાર, શાલ અને સન્માનપત્ર રાજ્યપાલશ્રીના હસ્તે આપવામાં આવ્યા હતા.