June 30th, 2018 નાંદોદ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી અને રાજપીપળા ની એક શાળા માં અભ્યાસ કરતી સગીરવયની છોકરીને શાળાએ જતા ગામની એક વૃદ્ધ દાદીએ કોઈક કારણોસર ડાકણ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સગીરા શાળા એ જવા નીકળી પરંતુ પાસ ભૂલી જતાએ લેવા ઘરે પરત આવી હતી,તે સમય દરમિયાન દાદીના પૌત્ર એ એને અટકાવી દાદી સાથેની માથાકૂટ નો બદલો લેવા એને ખુબ મારમારી બાંધી દઈ ટોર્ચર કરી મોઢા પર દવા છાંટી ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે,બનાવમાં ઈજાગ્રસ્ત સગીરા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી,ત્યારબાદ સગીરા ના એક સંબંધીએ રાજપીપળા સ્તિથ 181 મહિલા હેલ્પલાઇન ને કોલ કરતા કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને કોન્સ્ટેબલ કલ્પનાબેન તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી,ઈજાગ્રસ્તની પુછપરછ કરી હતી,સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનને જાણ કરી જરૂરી કાર્યવાહી કરી સગીરાને મારમારી ટોર્ચર કરનાર યુવાન વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.