મહેસાણાઃ ઊંઝાના મક્તુપુરમાં 14 વર્ષીય કિશોરીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારા આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.11500નો દંડ ફટકાર્યો છે.
આરોપી વિપુલ ઠાકોર 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. આરોપી વિપુલ કિશોરીને ખેરાલુ ખાતે રહેતી તેની બહેન મધુના ઘરે લઈ ગયો હતો, અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ઝડપાઈ જતાં તેની પર આઈપીસીની કલમ 363, 366 ઉપરાંત પોક્સોની કલમ 4 અને 8 મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપીએ કિશોરી સાથે આચરેલા દુષ્કર્મના કેસને પોક્સો કોર્ટે ગંભીરતા લીધો હતો અને આરોપીને 10 વર્ષની સજા અને રૂ.11500નો દંડ કર્યો હતો.
ફરિયાદીપક્ષ તરફથી 17 સાહેદો અને 20 દસ્તાવેજી પુરાવાના આધારે પોક્સો કોર્ટે આરોપીને સજા ફટકારી હતી. કોર્ટે આરોપીને દંડ કરવા સિવાય ભોગ બનનારી કિશોરીને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વળતર ચૂકવવા હુકમ કર્યો છે.