મહેસાણા, તા.૦૯
મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ગુંજાળા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને એલસીબીએ સડેલી મગફળીના કોથળાની આડશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયાન ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.૨૨,૧૦,૦૦૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
ઉપરોક્ત હકીકત આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ. એસ.એસ.નિનામા તથા પો.સ.ઇન્સ. આર.જી.ચૌધરી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. પારખાનજી સુરાજી તથા એ.એસ.આઇ. ચતુરજી વિરસંગજી તથા એ.એસ.આઇ. રહેમતુલ્લાખાન આજમખાન તથા એ.એસ.આઇ. આશાબેન નરસંગભાઇ સહિતની ટીમે સદર જગ્યાએ રેઇડ પાડતાં ટાટા મોર્ટસ ઓપન ટ્રક નં- જી.જે.-૦૭ એકસ ૫૦૭૪માં સડેલી મગફળીના કોથળાની આડશમાંથી તથા એકટીવા નંબર જી.જે.- ૦૨ સી.ઇ.૭૩૧૪ માંથી અલગ અલગ માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી કુલ પેટી નંગ- ૩૦૧ બોટલ નંગ-૭૯૩૨, કિ.રૂ.૧૧,૭૦,૦૦૦/- તથા ટાટા ટ્રક ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા એકટીવા કિ.રૂ.૩૫૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૩ કિ.રૂ.૫૦૦૦/- તથા સડેલી મગફળીના કોથળા નંગ- ૧૩૦ મળી કુલ રૂ. ૨૨,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઠાકોર દીલીપજી લક્ષ્મણજી રહે. ગુંજાળા સીમ તા. વિસનગર જી. મહેસાણાવાળો પકડાઇ ગયેલ હોઇ અને (૧) રાજપુત આરબસીંગ ઉર્ફે સોનું રામવીરસીંગ રહે. મહેસાણા માલ ગોડાઉન (૨) ઠાકોર જીતેન્દ્રજી શકરાજી રહે. ટીબીરોડ મહેસાણા (૩) એકટીવાનો ચાલક નનો નામનો ઇસમ (૪) ટ્રક ચાલક ફીગો ગાડીમાં બેસી નાસી ગયેલ હોઇ મહેસાણા એલ.સી.બી.ને વધુ એક પ્રોહીબિશનનો કવોલીટી કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આ ઉપરાંત ગુંજાળાની સીમમાં તપાસ કરતા એલસીબીને એક ભોંયરું પણ મળી આવ્યું હતું. તેમાં તપાસ કરતા પોલીસને 25 પેટી ભારતીય બનાવટનો વિદેશ દારૂ મળી આવ્યો હતો. રૂ. 1.38 લાખનો દારૂ મળી આવતા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેનો અલગથી ગુનો નોંધાયો હતો.