રાજ્યમાં આઈ.એ.એસ. અધિકારીઓની જગ્યા ૩૧૩ છે, તેની સામે ૬૫ જેટલી જગ્યાઓ ખાલી છે. ૨૧ જેટલા સક્ષમ અધિકારીઓને રાજ્ય બહાર પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવ્યા છે. ૩૧૩માંથી ૨૨૭ જેટલા અધિકારીઓ વહીવટી પ્રક્રિયાની જવાબદારી લઈ રહ્યા છે, એટલે લગભગ ૩૦% જેટલી જગ્યાઓ ખાલી છે. અધિકારીઓની ઘટ હોય અને વધારામાં ગુજરાત બહાર મૂકવામાં તો એની વહીવટ ઉપર ખૂબ મોટી અસર પડે છે. ઘણી જગ્યાઓ ચાર્જથી કે અન્ય વ્યવસ્થાથી ચાલે છે. સરકાર નિવૃત્ત અધિકારીઓને બાંધી મૂદતની નોકરી આપી આપી અગત્યના હોદ્દાઓની કામગીરી ચલાવી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવ મતવિસ્તારના ધારાસભ્ય અમીત ચાવડાએ ગુજરાત વિધઆનસભામાં જણાવ્યું હતું કે, સરકારની હામાં હા ન કરે, માનીતા ન હોય અને તટસ્થ હોય તેવા લોકોને સારા પોસ્ટીંગથી દૂર રાખવામાં આવે અને માનીતા અધિકારીઓને નોકરી દરમ્યાન સારા પોસ્ટીંગ મળે અને નિવૃત્તિ બાદ પણ નિયમોનું ઉલ્લંઘન કરીને કે આડકતરી રીતે નિયમોનો ઉપયોગ કરીને પણ વારંવાર પુનઃ નોકરી આપી મહત્ત્વની જગ્યાઓ પર મૂકવામાં આવે છે.
સ્ટેટ વિજીલન્સ કમિશ્નર, ખાતાકીય તપાસ અધિકારી, રાજ્ય ચૂંટણી કમિશ્નર, રાજ્યના ચૂંટણી પંચના સચિવ, રાજ્યના માહિતી કમિશ્નર, મુખ્ય સચિવ લઈને એસ.ઓ. સુધીની તમામ જગ્યાઓ, એસ.એસ.આર.ડી. અને જી.એન.એફ.સી.થી માંડીને અનેક સંસ્થાઓ અને જગ્યાઓ છે જે મુખ્ય જગ્યાઓ પર નિવૃત્ત થયેલા અધિકારીઓની નિમણુંક કરવામાં આવે છે, જેથી રાજ્યની સંવૈધાનિક અને ન્યાયિકા પ્રક્રિયા કરે છે. આવી નિમણુંકો કરીને રાજ્ય સરકાર પોતાનો સ્વાર્થ સાધી રહી હોય તેમ સ્પષ્ટ જણાય છે.