બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ સહિત 5 ડીરેકટરોને કોગ્રેસ છોડાવી ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે. સરકારી અતિથિ ગૃહ ખાતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આ પક્ષાંતર કરાવાયું તેની સામે ભાજપમાં અંદરથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ અહીં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 906 મતથી માંડ-માંડ જીત્યા હોવાથી તેઓ પક્ષને બરબાદ કરી રહ્યા હોવાનો આરોપ તેમના પર કાર્યકરો મૂકી રહ્યાં છે.
ભાજપના કાર્યકરોની હાજરીમાં કોંગ્રેસના પાંચેય ડીરેકટરોને ભાજપનો ખેસ પહેરાવી દેવાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ છે કે શું તેઓ વર્ષોથી ભાજપ માટે કામ કરે છે અને કોંગ્રેસમાંથી સડેલી કેરી સૌરભ પટેલ કેમ ભેગી કરી રહ્યાં છે.
જેઓ કોંગ્રેસના નથી થયા તે ભાજપના કઈ રીતે થઈ ગયા. કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ અને જ્ઞાતિવાદ તેમજ પરિવાર ભાવના ન હોવાના કારણે કોંગ્રેસ છોડવાનું નિવેદન તેઓ આપે છે, પણ ખરેખર તો તેમને બજારની સત્તા જોઈએ છે ભાજપ નહીં, એવું કાર્યકરો કહી રહ્યાં છે. તેથી જ સૌરભ દલાલનું નિવેદન કાર્યકરો ટાંકી રહ્યાં છે, સૌરભ પટેલે પક્ષાંતર કરાવીને તુરંત જાહેર કર્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં હાલ કોંગ્રેસની સત્તા હોઈ આગામી દિવસની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બનશે.
આમ પક્ષને બાજુ પર મૂકીને સત્તા માટે પક્ષાંતર સૌરભ પટેલે કરાવ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. બોટાદના સર્કીટ હાઉસમાં આજે ઉર્જા મંત્રી સૌરભ પટેલની હાજરીમાં ભાજપના આગેવાન અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી.
દેશના લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈને યાદ કરવા એકઠા થયેલા બોટાદના ભાજપના કાર્યકરોની તસવીરો
FACEBOOK.COM સાભાર તસવીરો
માર્કેટીગ યાર્ડના ઉપાધ્યક્ષ જોરૂ ધાધલ, જીવારાજ વનાળિયા, ભીમજી ફાતેપરા, જીતેન્દ્ર શાહ અને સુરેશ બારભાયા કોગ્રેસ છોડી ભાજપમાં પક્ષાંતર કરીને જોડાયા હતા.
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમને ડી.એમ.પટેલ છે. બોટાદ તાલુકાની 52 મડળીના 900 સભ્યો, 50 મત્રીઓને માર્કેટિંગ યાર્ડના 75 કર્મચારીઓ, 500 વેપારીઓ છે.
લાંચ કાંડ પણ યાદ કરાયું
બોટાદ જીલ્લા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ સી બી ખંભાળીયા અને બીજા એક સભ્ય રૂ.80 હજારની લાંચ લેતા 29 જૂન 2018માં પકડાયા હતા. ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટની ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે તેમણે રૂ.1.80 લાખની લાંચ માંગી હતી. સી બી ખભાળીયાને વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. જેને વીજ પ્રધાન સૌરભ પટેલ સાથે સારા સબંધો રહ્યાં છે. આ ચર્ચા આજે ભાજપના કાર્યકરો કરી રહ્યાં છે. તેઓ અંદર એવો સવાલ કરે છે કે શું બોટાદ ભાજપ આવું જ બનાવવું છે.
બોટાદ બજારને સફેદ સોના તરીકે લોકો ઓળખે છે કારણ કે અહીં લાખો મણ કપાસ આવે છે.
ફોટો લાઈન – ડિરેકટર અજિત વાળાએ અધ્યક્ષ ભીખાભાઈને લાફો ઝીંકી દીધો હતો.
2017ને ભાજપના કાર્યકરો યાદ કરે છે
7 મે 2017માં બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં છ બેઠક બિનહરીફ ભાજપે હસ્તગત કરી હતી. 8માં ખેડૂત વિભાગની બેઠક માટે મતદાન થયું તમામ 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો અને ભાજપને જરૂરી એક બેઠક મળી ન હતી. આ હાર માટે ભાજપના નેતા અને બજારના ડિરેકટર અજિત વાળાએ યાર્ડના અધ્યક્ષ ભીખા લાણિયાને જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ જાહેરમાં ચર્ચા થઈ ત્યારે ડિરેકટર અજિત વાળાએ અધ્યક્ષ ભીખાભાઈને લાફો ઝીંકી દીધો હતો.
ગામડાઓ ભાજપ વિરોધી
એપ્રિલની લોસભાની ચૂંટણી વેળાએ બોટાદના વિકળીયા ગામે મહિલાઓએ બેડા સાથે રાસ રમીને ચૂંટણીનો વિરોધ કર્યો હતો. હજું 2 નવ્મ્બર 2019માં બોટાદના રાણપુરના ખેડૂતોને સરકારના કારણે ખેડૂતોનો માલ પલળી ગયો હતો. રૂ.50 લાખના ખર્ચે શેડ બનાવ્યો છે પણ કોંગ્રેસના હોદ્દેદારો હોવાથી અને પક્ષાંતરની શોદાબાજીની મંત્રણા થઈ રહી હતી તેથી તેનું લોકાર્પણ કર્યો ન હતો. તેથી ખેડૂતોએ ખૂલ્લામાં કપાસ મૂકવો પડ્યો હતો. તે રૂ.50 લાખનો હતો અને પગળી ગયો હતો. તેથી ગામડાના ખેડૂતો હંમેશ ભાજપના વિરોધી રહ્યાં છે.
ભાજપ છોડતા યુવાનો
લોકસભાની ચૂંટણી પહેલા 12 એપ્રિલ 2019માં બોટાદ તાલુકા યુવા ભાજપ મહામંત્રી ભોળા આલે રાજીનામું આપી દીધું હતું. ગામડાના અને શહેરમાં ભાજપ દ્વારા માલધારી સમાજની સતત અવગણના થતી હોવાનું તેમજ સમાજનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. આવી અનેક ઘટનાઓ ભાજપના કાર્યકરોએ યાદ કરી હતી અને નેતાઓ માત્ર પૈસા અને સત્તા માટે જ કોંગ્રેસનું પક્ષાંતર કરાવે છે એવું ચારેબાજું ચર્ચતા હતા. તેમાંએ ગામડાંઓમાં ભાજપની આ હરકતને કોઈએ સ્વિકારી નથી.
દારુની મહેફિલ
ગઢડિયા ગામે આવેલી વાડીએ પોલીસે દરોડો પાડી બોટાદ બજારના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને દારૂની મેહફીલ માણતા રંગે હાથ ઝડપ્યા હતા. બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. એમ. પટેલ ફરાર થઈ ગયા હતા. પિતાને છોડાવવા ઉપાધ્યક્ષના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ પોલીસે ઉપાધ્યક્ષના પુત્રની પણ ધરપકડ કરી હતી. ડી એમ પટેલ ને તો કોંગ્રેસે બોટાદ ની સીટ પરથી વિધાનસભા લડાવ્યા હતા, નજીવા અંતરે તેઓ સૌરભ પટેલ વિરુદ્ધ હારી ગયા હતા.
સૌરભ પટેલ નિષ્ફળ
બોટાદમાં ગુજરાતની જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝના જમાઈ અને કોંગ્રેસના અદના કાર્યકર ડી.એમ.પટેલ વચ્ચે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શરુ થયેલો જંગ હવે અંત તરફ જઈ રહ્યો હતા. અહીં કોંગ્રેસના તકવાદી નેતા ડી એમ પટેલ હવે ફરી એક વખત પક્ષપલટો કરવાની તૈયારી કરી રહ્યાં હતા. પણ તેમને મનાવવામાં સૌરભ પટેલ નિષ્ફળ રહ્યા હતા.
ડી. એમ. પટેલ
સૌરભ પટેલે અગાઉ પક્ષાંતર કરાવ્યું હતું
ડી. એમ. પટેલ – ધીરાજલાલ કળથીયા – અગાઉ કોંગ્રેસમાં હતા પછી એપીએમસીના અધ્યક્ષ બનવા માટે ભાજપમાં પક્ષાંતર કર્યું હતું. ત્યાં મુદત પૂરી થતાં તેઓ ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા. અને અધ્યક્ષ બન્યા હતા.
હવે ફરી અધ્યક્ષ બનવા માટે ભાજપમાં જઈને ખેત ઉત્પન્ન બજાર સમિતિની સત્તા માટે શોદાબાજી કરવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ભાજપા નેતા સાથે બેઠક કરી હોવાનું પણ માનવામાં આવે છે. તેમણે અગાઉ વિધાનસભાની ચૂંટણી હારવા અને ટિકિટ મેળવવા માટે રાજકારણ કર્યું હોવાનો પણ કોંગ્રેસમાં આરોપ છે.
શું હતો ગઈ ચૂંટણીનો વિવાદ
સૌરભ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપો છે. તેઓ રિલાયંસ જૂથના જમાઈ છે. કોર્પોરેટ જગતના ખ્યાતનામ અંબાણી જૂથની વગનો ઉપયોગ કરીને ટિકિટ લાવ્યા હતા. તેઓ બજાર પર સત્તા મેળવવા કોંગ્રેસના ડી એમ પટેલને ભાજપમાં લાવવા માંગતા હતા પણ પછી કંઈ થયું ન હતું. તેથી ઉપાધ્યક્ષને લાવી દીધા છે. ભાજપના રિલાયંસના જમાઈ સૌરભ પટેલ-દલાલ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે ભાજપને ગમતાં ઉમેદવારને ટિકિટ આપી હોવાનો આરોપ 2017માં મૂકાયો હતો તે પક્ષાંતરથી સાબિત થઈ જાય તેમ હતું.
શોદાબાજી
સૌરભભાઇ પટેલ ને 80428 મતો મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડી એમ પટેલને 79503 મતો મળ્યા હતાં. ભાજપ સરકારના મંત્રી સૌરભ પટેલની જીતનું માર્જીન માંડ 2.11 ટકા હતું. 925 મતે જીત્યા હતા. તેમાં છેલ્લી ઘડીએ પોસ્ટલ મત નહીં ગણવા માટે સમજૂતી ડી. એમ. પટેલે કરી હોવાનો આરોપ હતો.
9 કરોડનું ડીલ કોણે કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બોટાદમાં કોંગ્રેસના જીતના મજબૂત ઉમેદવાર મનહર પટેલને બદલવા માટે કોંગ્રેસના એક નેતાને રૂ.9 કરોડની રકમ સામેના પક્ષે આપી હોવાનો આરોપ પણ કોંગ્રેસમાં મૂકવામાં આવ્યો હતો. તે નાણાં પણ વિદેશમાં ટ્રાન્સફર થયા હતા.
ઉર્જા પ્રધાન સૌરભ પટેલની તસવીર
ભાજપના કાવાદાવા
બોટાદના કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચનારા ઉમેદવાર મનહર પટેલે તે સમયે આરોપ મૂક્યો હતો કે, બોટાદના ચુંટણી અધિકારીએ ભાજપના સૌરભ દલાલના ઇશારે કોંગ્રેસના ધીરાજલાલ કળથીયા(ડી. એમ. પટેલ)નું ખોટુ ફોર્મ મંજૂર રખાવ્યું અને મારા બંધારણીય હકક છીનવાયા છે, મારા સતાવાર કોંગ્રસનુ ફોર્મ ભરાયા બાદ 2 જ કલાકમાં કોંગ્રેસે બીજુ મેન્ડેટ ઇસ્યુ કર્યું હતું. ચૂંટણી અધિકારીએ મારુ ફોર્મ રદ્દ કર્યું પરંતુ જેમનું ફોર્મ રદ્દ થવા લાયક હતું તે રદ્દ કરાયુ નથી. તેથી ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.
સત્તાના ખેલ
ધીરજલાલ કળથીયાએ ફોર્મનો ભાગ 1 ખોટી રીતે ભરાયો હતો. તેમાં સહી કરનારની વિધાનસભા બતાવી ન હતી. તેનુ ફોર્મ રદ્દ થવું જોઇએ જે તેના ફોર્મમાં સ્પષ્ટ જણાય છે છતાં ચૂંટણી અધીકારીએ તેમનુ ફોર્મ શા માટે રદ્દ કર્યું નથી. તે એક મોટી શંકા હતી. ખેલ રિલાયન્સના જમાઈના ઈશારે થયો હોવાનો આરોપ પણ મનહર પટેલે ત્યારે મૂક્યો હતો.
ભૂપેન્દ્ર ચૂડાસમા જેવો કિસ્સો
મનહર પટેલે ત્યારે જાહેર કર્યું હતું ત્યારે કે જે ગંભીર ભૂલ ખરેખર સ્ક્રુટીનીમાં ચૂંટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવું જોઇતું હતું. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચૂંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે. ભૂપેન્દ્ર ચૂડાસમા જેવો આ કિસ્સો છે.
ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચૂંટણી પ્રક્રીયા સ્થગિત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે. જે શોદાબાજીની શંકા પેદા કરે છે. તેમ તે સમયે મનહર પટેલે જણાવ્યું હતું.
ચૂંટણીમાં નજીવા મતે જીત મળે તેમ હોવા છતાં પોસ્ટલ મત ગણતરીમાં ન લઈને ભાજપને જીતવા દેવામાં આવ્યો હોવાનો અને તેમાં ફાયદો ઉઠાવ્યો હોવાના આરોપો છે. – દિલીપ પટેલ