સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું GST બોગસ બિલીંગ કૌભાંડો

ઠગ્સ ઓફ ગુજરાત – સરકારને લૂંટતા ઠગો

સમગ્ર ભારતમાં સૌથી વેરા કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. ગુજરાતમાં સમગ્ર દેશ કરતાં વધું દરોડા પાડીને સૌથી વધું GSTમાં વેરા ચોરી પી. ડી. વાઘેલાએ પકડી છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં એટલી વ્યાપક ચોરી થાય છે કે કેન્દ્ર સરકાર જો તે નહીં અટકાવે તો એબજો રૂપિયા પગ કરી રહ્યા છે. જે ગુજરાતની પ્રજાની આવક છે તે આર્થિક કૌભાંડ કરનારાઓ પોતાના ગજવામાં નાંખી રહ્યાં છે. ટેક્સની ચોરી ન થાય અને બીલ ઉપર તમામ વ્યવહાર થાય તેના માટે સરકારે GSTનો કાયદો અમલાં મુક્યો હતો. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાયદો નિષ્ફળ થયો છે. પ્રજા અને વેપારીઓને પરેશાન કરનારા આ કાયદો હવે સરકારને પરેશાન કરી રહ્યો છે. ઊંઝા, ગાંધીધામ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને સુરત બોગસ બિલિંગના હબ બની ગયા છે. સરકારમાંથી કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનો ધંધો ચાલી રહ્યો છે. મોટા ભાગના કૌભાંડોમાં સમાજના અગ્રણી વેપારીઓ અને રાજકારણીઓ પડદા પાછળ જણાયા છે. 4 મહિના જેલમાં રહીને આ બધા કૌભાંડીઓ છૂટી ગયા છે.

GST આવ્યા પછી 22 મહિનામાં જ રૂ.5,000 કરોડની વેરા ચોરી કડડાઈ છે. જેમાં મોટો હિસ્સો બોગસ બિલીંગનો છે. ખોટી ટેક્સ ક્રેડિટ અને કરચોરીની 5 કરોડથી વધુની રકમ સંડોવાયેલી હોય તો ગુજરાત ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ અધિનિયમ 2017 અ્ને કેન્દ્રીય ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ અધિનિયમ પ્રમાણે 2017 હેઠળ ગુનામાં 5 વર્ષ સુધીની કેદ અને દંડની સજાને પાત્ર છે.

અધિકારીઓએ આપેલી વિગતો ઘણી ચોંકાવનારી છે.

14 ફેબ્રુઆરી 2019 ભાવનગરમાંથી રૂ.399 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડના મુખ્ય સુત્રધારે રાજકોટ, સુરત અને ગાંધીધામમાં શ્રમિક પાસેથી રોકડ આપવાના પ્રલોભન આપીને 3 બોગસ પેઢી ઊભી કરી રૂ.399 કરોડના બોગસ બિલ બનાવી રૂ.60 કરોડનું રિફંડ મેળવી લીધું હતું.

200 સ્થળે દરોડા, મોટું નેટવર્ક

19 સપ્ટેમ્બર 2018માં અમદાવાદ ખાદ્યતેલના ઉત્પાદકો, વેપારીઓ અને બ્રોકરોએ સાથે મળીને કરેલા રૂ.1,000 કરોડના GST ચોરી કૌભાંડમાં રાજ્ય GSTના અધિકારીઓ ઉંઝા, ડીસા, ગોંડલ, મહેસાણા સહિત રાજ્યભરમાં 200 દરોડા પાડ્યા હતા. ડીસા નજીકની ખુશીયા ઓઇલ મીલમાં બીલ વગરનો માલ લઈ જઈ તેલ કાઢવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાદ્ય તેલ ઉત્પાદકો, વેપારી, બ્રોકરો અને ટ્રાન્સોપર્ટરોએ તો પેરેરલ આખી સીસ્ટમ ડેલવપ કરી કરોડો રૂપિયાની GST ચોરી કરી હતી. કૌભાંડના માસ્ટર માઇન્ડ ઉંઝાના હાર્દીક કોર્પેરેશન અને શ્રીરામ બ્રોકીંગના સંચાલકો અમિત અને મયુર ઠક્કર તથા ડીસાના ગણેશ કેન્વાસીંગવાળા સુરેશ ઠક્કર હોવાનું સામે આવ્યું હતું.

વડોદરામાં 66 બોગસ કંપની બનાવી

27 જાન્યુઆરી 2019માં નકલી બિલ બનાવી વેરા ચોરી કરવાનું 1250 કરોડનું એક કૌભાંડ પકડી પાડ્યું હતું. કેન્દ્ર GST અને સેન્ટ્રલ એકસાઈઝ, ગાંધીનગરની પ્રિવેન્ટીવ વીંગના અધિકારીઓએ કૌભાંડનો માસ્ટર માઈન્ડ અહેસાસઅલી તસવરઅલી સૈયદ નામના 29 વર્ષનો વ્યક્તિને વડોદરાના સયાજી ગંજ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. બીજાના નામે ડમી માલિકોના નામે 66 કંપનીઓ બનાવી હતી. કંપનીના માલિકો આ બાબત જાણતા હતા.

જૂનાગઢમાં તેલમાં વેરા કૌભાંડ

5 એપ્રિલ 2019ના રોજ જૂનાગઢમાં રૂ.227 કરોડનું 9 પેઢીઓનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. ખરીદ વેચાણ કર્યા વિના માત્ર બિલ બનાવીને વેરા ચોરી કરતાં હતા. જેમાં વેદાંત એન્ટર પ્રાઇઝ રૂા.34.50 કરોડના, પરિમલ એન્ટરપ્રાઇઝ રૂા.5.68 કરોડના, રિયાલ એન્ટરપ્રાઇઝ રૂા.42.36 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂા.22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સ રૂા.25.10 કરોડ, નોબલ એન્ટરપ્રાઇઝ રૂા.42.50 કરોડ, આલ્ફા ટ્રેડિંગ રૂા.31.52 કરોડ, પૂજા ટ્રેડિંગ દ્વારા રૂા.7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂા.15.76 કરોડના ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા. ખાદ્ય અને તેલિબિયાના વેપારીઓને આ ઇ-વે બિલ આપવામાં આવ્યા હતા.

સુરતમાં કાપડ આયાત નિકાસ કૌભાંડ

9 એપ્રિલ 2019માં સુરત અને અન્ય શહેરો કે બંદર ઊપર રૂ.1100 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં નિકાસકારોએ બોગસ દસ્તાવેજોના આધારે બોગસ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ આઇડી કોડનો ઉપયોગ કર્યો હતો. વસ્તુની આયાત કે નિકાસ કર્યા વગર જ માસ્ટર માઇન્ડ વિશાલ પંજાબી માત્ર કાગળ પર ખોટા બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યાં છે. સુરતના કાપડના નિકાસકારો વિશાલ પંજાબી, રતન જૈન, રાજુ તુલસીયાન, અશ્ફાક, ઈલ્યાસ મોચી, જુનેદ, સંજય અગ્રવાલ, વિકાસ, કમલ અગ્રવાલ, આઝમ, સમીર, અમિત ડોક્ટર, મિહિર ચેવલી, મિત્તલ, નજીબ, ખાલીદ, બિલાલ, ભાસ્કર અને હનીફ તેમાં સંડોવાયેલા છે. ઇ-વે બિલ પણ બોગસ જનરેટ થયા છે, વિશાલ દુબઇ ભાગી ગયો હતો.

સુરતમાં નજીબની અજીબ કહાની

સુરતમાં 15 એપ્રિલ 2019માં GSTના બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાના રૂ.1500 કૌભાંડમાં DRI અને CGST દ્વારા ગુજરાતના બંદરો પર 82 કન્ટેનર અટકાવી દેવાયા હતા. નિકાસ કરવા 18 થી 28 ટકા જીએસટી લાગતો હોય ભંગાર અને પાંદડાંની નિકાસ કરીને સુરતના નજીબ નામના માણસે કૌભાંડ આચર્યું હતું. દિલ્હી અને સુરતના વેપારીઓના સંપર્કમાં હતો. વસ્તુઓ વિદેશમાં નિકાસ કરવાના નામે સરકારમાંથી કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. મુંબઇ, દિલ્હી,કોલક્તા અને સાઉથનાં રાજયોમાંથી તપાસ એજન્સીને વિગતો મળી હતી. જેને આધારે ચક્કીવાલા ગ્રુપની તપાસ થઇ હતી. રહી છે. ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણી વગર આ વસ્તુ શક્ય ન બને.

તેલીયા વગદાર રાજા

1200 કરોડના તેલ વેરા કૌભાંડમાં રાજનેતાઓ સાથે જોડાયેલા વિમલ જયંતી ભૂત અને અનિલ જયંતી ભૂત – જય ઓઇલ મિલ, ગોંડલ, રવિકુમાર જયંતીલાલ વાજા શ્રીનાથજી ટ્રેડિંગ બિલિંગ- ગોંડલ. મેહુલ દલપતરામ ઠક્કર પ્રિન્સી પ્રોટીન્સ – ડીસા. અમિત હસમુખ ઠક્કર રામ બ્રોકિંગ એજન્સી – ઉંઝા, મયૂર હસમુખલાલ ઠક્કર રામ બ્રોકિંગ એજન્સી – ઉંઝાનો સમાવેશ થાય છે. તેલના વેપારીઓ ફક્ત બિલ જનરેટ કરતા હતા અને ઓનલાઇન તથા ચોપડે કરોડોના ખરીદ વેચાણના વ્યવહારો દર્શાવતા હતા. આ વ્યવહારોમાં કોઇ પ્રકારના માલની ડિલિવરી થતી નહોતી પરંતુ ચોપડે અને ઓનલાઇન વિગતો દર્શાવીને IGSTની ક્રેડિટ મેળવતા હતા. તેની સામે ભરવા પાત્ર વેરામાં કરચોરી કરતા હતા.