આર્યસમાજી અને ભારતભરમાં પ્રખ્યાત MDH ભોજન માસાલા કંપનીના 96 વર્ષના અધ્યક્ષ ધર્મપાલ દયાનંદ સ્મારક સ્થળે ટંકારા 10 એપ્રિલ 2019ના દિવસે આવ્યા હતા. ટંકારના ગ્રામજનો દ્વારા બેન્ડ વાજા સાથે કરાયેલું હતું. દૈનિક યજ્ઞમાં ભાગ લઈ આહુતિ આપેલી હતી.
ધર્મપાલજીએ જણાવ્યુ કે 5 વર્ષ નો થયો ત્યારથી મારી આંગળી આર્યસમાજે પકડી છે. સિલાયકોટ હતો. અખંડ ભારતના ભાગલા પડ્યા અને દિલ્હીમાં આવ્યો હતો. ટાંગાવાળા તરીકે કામશરું કર્યું હતું. તેનાથી મહર્ષી દયાનંદના કાર્યો નહી થઈ તેમ લાગતાં, વડવાઓનો હતો તે મસાલાનો વેપાર શરૂ કર્યો હતો. શુદ્ધતા અને પ્રમાણીતતાથી MDH મસાલાનો વેપાર દેશભરમાં પ્રખ્યાત થયો હતો.
96 વર્ષના ધર્મપાલે જણાવ્યુ કે હવે હું 100 વર્ષ તો પૂરા કરીશ. તેનાથી વધુ વર્ષો જીવીશ, તો મહર્ષી દયાનંદના કાર્યો કરતો રહીશ. ટંકારાની પવિત્ર જન્મભૂમિના દર્શનથી મને નથી ઉર્જા અને જોમ મળેલા છે. સૌરાષ્ટ્રમાં મસાલા માટે ઇન્ડસ્ટ્રીજ સ્થાપવા માટે સરવે કરાયો હતો. 5 વર્ષ પછી દયાનંદના જન્મના 200 વર્ષ અને ધર્મપાલના 100 વર્ષ પુરા થશે
દયાનંદનું મૂળ નામ મુળશંકર. ટંકારામાં તેમને જે મંદિરમાં જ્ઞાન થયુ તે દયાનંદ જ્ઞાન મંદિર તરીકે પ્રખ્યાત છે. દયાનંદ સરસ્વતીનુ જન્મ સ્થળ છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજ ટંકારામાં છે. જ્યાં વેદ જ્ઞાન પિરસાઈ રહયા છે.
ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, 12 ફેબ્રુઆરી 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
ગુરુની ખોજમાં કાશી ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. અવધૂત અવસ્થામાં રહ્યા. 10-12 વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત તથા પશુબલિનો વિરોધ કર્યો. બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો. 1875માં આર્યસમાજની સ્થાપના કરી હતી.
પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
મહારાજા જશવંતસિંહની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ 30 ઓક્ટોબર 1883માં થયું હતું.
આર્યસમાજની સ્થાપના કરીને વૈદિક ધર્મ સ્થાપ્યો હતો. સમાજ મા પ્રવર્તતી કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે મહર્ષિ દયાનંદ સરસ્વતી બન્યા હતા. સૌપ્રથમ દયાનંદે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના પણ કરી હતી. મહર્ષિએ સત્યાર્થપ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી.
1959માં પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમયના ટંકારાના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવાલાખ રૂપિયામાં ખરીદી આર્યસમાજ સંસ્થાને અર્પણ કર્યો હતો. ત્યારથી ટંકારામા આર્યસમાજની શરૂઆત થઇ હતી. ત્યારથી આર્યસમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને ૠષિ બોધોત્સવ પર્વ ઉજવવા મા આવે છે.