પાટણ, તા.૩૧
સમીના બાસ્પા ગામે અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે પાટણ એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. એક વ્યક્તિનું મોત થતા મામલો વધુ ગંભીર ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનેક વાહનોમાં પથ્થરમારો કરીને વાહનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે આખું બાસ્પા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પાટણ જિલ્લા એસપીએ જણાવ્યું કે, બાસ્પા ગામે રાયોટિંગ થયું છે. હાલમાં આખા ગામમાં પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો છે. બંને ડિવિઝનના ડીવાયએસપી, બે પીઆઈ, 8 પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ હાજર છે. અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. અને ગામમાં વાતાવરણ શાંત થઈ ગયું છે.
ગુજરાતી
English




