સરકારી પોલીટેકનીક ખાતે સૌ પ્રથમ NCC Girls યુનિટ શરૂ થયું

આ NCC GIRLS UNITનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ GUJARAT GIRLS BATTALION  ના COMMANDING OFFICER COL  AVESH PAL SINGH તથા  GCI  USHA  BHATT અને  PRINCIPAL P.M.PATELના હસ્તે કરવામાં આવ્યું.આ Girls Unit ના Care Taker Officer તરીકે Smt.  DUHITA LAKHATARIYA   ફરજ બજાવી રહ્યા છે.

આ માટે યોજાયેલી સરકારી પોલીટેકનીકમાં  Girls Unit ના ઉદ્ઘાટન સમારોહમાં  COL  AVESH PAL SINGH એ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રવચન આપ્યું  જેમાં તેઓ એ જણાવ્યું કે એજ્યુકેશન એ માત્ર નોકરી મેળવવા  પુરતું સિમિત ન રેહવું જોઈએ,   સાચુ શિક્ષણ એ છે જે જીવન જીવવાની રાહ બતાવે અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનાવે. ઉપરાંત તેઓએ જણાવ્યું કે NCC  એ એવી પ્રવૃત્તિ છે જે વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ કરે છે, અને ઉત્તમ નોકરી ની તક પ્રાપ્ત થાય છે  સાથે સાથે શ્રેષ્ઠ સમાજનું નિમાર્ણ અને રાષ્ટ્રહિત ની ભાવના કેળવાય છે અને વિદ્યાર્થીનુ વિવિધ રીતે ઉત્તમ  ઘડતર થાય છે.

આ પ્રસંગે સરકારી પોલીટેકનીક અમદાવાદના સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ ના NAVY  COAST  GUARD  OKHA દરિયાઈ  કેમ્પ તથા State Level  camp મા  નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને   Commanding  Officer  Of  1 GUJ  GIRL  Bn  COL  AVESH PAL SINGH ના હસ્તે Certificate  નું વિતરણ કરવામાં આવ્યું  હતું.

કોલજના આચાર્ય શ્રી પી.એમ.પટેલે કોલેજના વિદ્યાર્થીઓને NCCમાં જોડાવવા તથા NCC જેવા પ્લેટફોર્મ પરથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું અને કોલેજનુ  નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી સાથે તેઓએ જણાવ્યુ કે એક સુશિક્ષિત દીકરી સારા સમાજનું નિર્માણ કરી શકે છે આથી રાષ્ટ્રના વિકાસ માટે   રાષ્ટ્રહિતની પ્રવૃતિમાં  યોગદાન આપવા આહવાન કર્યું હતું.

જ્યારે લેક્ચરર  દુહિતા બી. લખતરીયા એ જણાવ્યુ કે સરકારી પોલીટેકનીક અમદાવાદમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની  ઉજવણી ને ખરા અર્થમાં Girls ના સશક્તિકરણ  માટે NCC GIRLS UNIT ની શરૂઆત કરીને WOMEN  EMPOWERMENT ને વેગ આપ્યો છે, આ GIRLS  NCC UNIT  માં 55 Cadets Enrolment કરી શકશે અને વિધ્યાર્થીનીઓ Army જેવી Training  લઈ શકશે અને આ NCC પ્રવૃતિ દ્વારા  ગર્લ્સમા  Self Defense, Personality Development and Confidence Level મા વધારો થતો જોવા મળશે.

કોલેજમાં  1 GUJARAT  COMPO(T)  COY, NCC અંતર્ગત (BOYS)  SD Unit કાર્યરત છે જેમાં ૨૦૧૮ મા ૨ વિધ્યાર્થી cadet  Heet Shah, Shoham Rami   REPUBLIC DAY PARADE DELHI માટે Select થયા હતા અને ELECTRONIC COMMUNICATION વિભાગ નો વિધ્યાર્થી cadet  Heet Shah એ આંતરરાષ્ટ્રીય કક્ષા ના “YOUTH  EXCHANG  PROGRAM” માટે  આખા ગુજરાતમા જે 7 વિદ્યાર્થી પસંદગી પામ્યા છે તેમનો એક છે, આ cadet NCC અંતર્ગત આ વર્ષે Foreign Country માં  જશે   જે કોલેજ  અને ગુજરાત રાજયનું  ગૌરવ છે.