સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરવાની માંગ સાથે ધ્રાંગધ્રા જડબેસલાક બંધ

ધ્રાંગન્ધ્રા તા. ર૬ અતિ આધુનિક સુવિધા  ધરાવતી પરંતુ  ધ્રાંગધ્રાની તબીબ વિહોણી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ બેહાલ છે. વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતાં છેવટે નાગરિકોએ બંધ આપવાની ફઉરજ પડી હતી. છેવટે ડોકટરોની ખાલી જગ્યા ભરવા કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને નગર  સજ્જડ બંધ રહ્યું હતું. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે આસપાસના તાલુકાઓના રહીશોને સુરેન્દ્રનગર સુધી જવું પડે છે. જે સમયમાં દર્દીઓને ગંભીર ઇજા, જુદા જુદા રોગોથી કણસતું રહેવું પડે છે. તાજેતરમાં તબીબોના અભાવે ડોકટરની બેદરકારીના  કારણે સગર્ભાનું સરકારી હોસ્પિટલમાં મૃત્યુ નિપજયું હતું. ચોકકસ નિષ્ણાતોના અભાવે તાત્કાલીક સારવાર નહીં મળતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે ઘટનાને પગલે ધ્રાંગધ્રા શહેરના રહીશો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા રાજય સરકારને લેખિત-મૌખિક  અનેક રજૂઆતો કરી હતી. પરંતુ કોઇ ચોકકસ કાર્યવાહી નહીં થતાં તબીબોની ખાલી જગ્યા ભરવા માટે આંદોલનના મંડાણ કરાયા છે