સરકારે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહ્યા છે

દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશીયાએ જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરીવારજનોનો દાવો કે વરસાદ ન થતા છેલ્લા દિવસથી ગુમસુમ રહેતા હતા. ટેન્શનમાં આવુ પગલુ ભર્યું હતું. ખેતર આ વખતે પાક ન થતા કંટાળી પગલુ ભર્યું હોવાનુ ખેડૂતના ભાઈએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે ગુજરાતના 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા એમાં દ્વારકા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કરવામાં આવ્યો હોત તો આ ખેડૂતે આત્મહત્યા કરવા મજબૂર ન બનત.

ખંભાળિયા ભાણવડ તાલુકાના એકપણ ગામનો સમાવેશ ન થતા બન્ને તાલુકામાં ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે સરકારની એક ને ખોળ ને એકને ગોળની નીતિનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાણવડ તાલુકાના ગુંદા ગામે આસપાસ ના બન્ને તાલુકાના ખેડુતોએ ભેગા મળી, ગુજરાતભરમાં ખેડૂતો માટે લડત કરતા ખેડુત આગેવાનોને બોલાવી તેમની ઉપસ્થિતિમાં એક અનોખો કાર્યક્રમ કરી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઓછો પડ્યો છે અને જે વરસાદ પડ્યો એ 13 જુલાઇ થી 20 જુલાઈ ના એક અઠવાડિયાના ગાળામાં જ વરસાદ નોંધાયો છે ત્યારબાદ આખી સીઝનમાં એક સાથે ખેતીમાં લાભદાયક થાય એવો વરસાદ પડ્યો જ નથી ઉપરાંત તાલુકા મથકે પડેલા વરસાદના આધારે આખા તાલુકા માટે તે આંકડાં માન્ય રાખી તેના આધારે તાલુકાના બધા ગામો અછતગ્રસ્ત છે કે નહીં એ નિર્ણય લેવાયો એ યોગ્ય નથી, આપણાં જિલ્લામાં 18 પીએચસી સેન્ટર પર વરસાદ નોધવામાં આવે છે તેના એક પણ પીએચસી સેન્ટરમાં 250 મિલિમિટર કરતા વધારે વરસાદ નોંધાયો નથી તેમ છતાંય આપણાં ભાણવડ અને ખંભાળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરી અન્યાય કર્યો છે
આ ઉપરાંત કેન્દ્ર સરકારના 2016ના અછતગ્રસ્તના મેન્યુઅલના બધા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જો આ મેન્યુઅલને ધ્યાને લેવામાં આવે તો મેન્યુઅલના પારા 3.2.1માં સ્પષ્ટ જોગવાઈ છે કે એક વરસાદ પછી સતત ત્રણ કે ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો પણ અછતગ્રસ્તની સર્વેની કામગીરી હાથ ધરવી, કલેકટર, મામલતદારે અછતગ્રસ્ત ની દરખાસ્ત કરવી અને 30 ઓક્ટોબર સુધીમાં અછતગ્રસ્ત ની જાહેરાત કરવી. અછતગ્રસ્ત ના મેન્યુઅલની આ કલમ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમ નો પડેલા કુલ વરસાદના 80 થી 90 ટકા વરસાદ તો માત્ર 13 થી 20 જુલાઈ દરમિયાન પડ્યો છે બાકીના સમયગાળામાં કોઈ દિવસ 2 મિલિમિટર તો કોઈ દીવસ 10 મિલિમિટર વરસાદ પડ્યો છે એમાં મોસમ ન થાય.
આમ સરકાર જ્યારે ખુદ જ અછતગ્રસ્તના મેન્યુઅલને કોરાણે મૂકી મનઘડંત નિર્ણયો લઇ અન્યાયકારી નિટીરીતિ અપનાવે ત્યારે ખેડૂતો પાસે વિરોધ કરવાનો જ વિકલ્પ રહે છે એટલે આજે ખેડુત હીત રક્ષક સમિતિની આગેવાનીમાં ગુંદા ગામ કે જ્યાં પીએચસી સેન્ટર છે અને ત્યાં નોંધાયેલો મોસમનો કુલ વરસાદ 159 મિલિમિટર છે જે રાજય સરકારે અછતગ્રસ્ત જાહેર કરવા નક્કી કરેલા જાદુઈ આંક 250 કરતા ઓછો છે તેમ છતાં અછતગ્રસ્તના લિસ્ટમાં ગુંદા ગામ અને તેની આસપાસના ગામોનો સમાવેશ નથી થયો ત્યારે બન્ને તાલુકાના ખેડુતોએ ગુંદા એકત્રીત થઈ, ગુજરાતભરના ખેડૂત આગેવાનોને બોલાવી તેમની ઉપસ્થિતિમાં ગામના પાદરમાં બોર્ડ મારી દીધું કે

જયાં સુધી અમારાં ગામનો પાકવિમો 100% જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં ખોટી રીતે થયેલી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરી ફરીથી માપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં.

ખેડુત આગેવાનો પાલભાઈ આંબલિયા, ગિરધારભાઈ વાઘેલા, બળવંતસિંહ પઢારીયા, રતનસિંહ ડોડીયા, નાગજીભાઈ ભાયાણી, ચેતનભાઈ ગઢિયા, ઘનશ્યામભાઈ મોરી, પ્રતાપભાઈ ખીસ્તરીયા, રાજવીરભાઈ બપોદ્રા વગેરેએ જણાવ્યું હતું.