સરકાર આંકડા છૂપાવીને આંકડા દિવસની ઉજવણી કરશે

સરકાર દર વર્ષે આંકડાકીય દિવસની ઉજવણી કરે છે. આ ઉદ્દેશ રોજિંદા જીવનમાં આંકડાઓનાં ઉપયોગને લોકપ્રિય બનાવવાનો અને લોકોને એ વાતથી વાકેફ કરવાનો છે કે, નીતિઓને આકાર આપવામાં તેમજ એને બનાવવામાં આંકડાઓ કેવી રીતે મદદરૂપ થાય છે. એને રાષ્ટ્રીય સ્તરે એક વિશેષ દિવસ સ્વરૂપે માન્યતા આપવામાં આવે છે,  પ્રોફેસર પી સી મહાલનોબિસનાં જન્મદિવસ પર 29 જૂનનાં રોજ ઉજવવામાં આવે છે.

પણ ગુજરાતની ભાજપ સરકાર 2001થી પોતાને નુકસાન કરતાં આંકડા છૂપાવે છે અને તેને ફાયદો કરતાં આંકડાની પ્રસિદ્ધી કરાવે છે. આમ આંકડા દિવસે સરકારે 2019 સુધીના તમામ આંકડાઓ જાહેર કરીને આંકડા દિવસ મનાવવો જોઈએ. આરટીઆઈ – માહિતી માંગવાના અધિકારના કાયદામાં આંકડા આપવા પડે તેમ હોવા છતાં તે આંકડા આપવામાં આવતાં નથી.

આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન માટે પ્રોફેસર સી આર રાવ પુરસ્કાર 2019નાં વિજેતાને કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓ, વિભાગોની ફિલ્ડ ઓફિસો આંકડાકીય દિવસ – 2019ની ઉજવણી કરવા માટે સેમિનારો, કોન્ફરન્સ, ડિબેટ, ક્વિઝ પ્રોગ્રામ, લેક્ચર, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરશે. મહાલનોબિસને દેશમાં આંકડાકીય વ્યવસ્થાનાં પિતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે વર્ષ 1931માં આંકડાશાસ્ત્રમાં સંશોધન અને તાલીમ માટે વર્ષ 1931માં કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરી હતી. સત્તાવાર આંકડાનાં આધારસ્તંભ સમાન સંસ્થાઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન (સીએસઓ) અને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (એનએસએસઓ) પણ એમણે સ્થાપિત કરી છે અને એમનું સ્વપ્ન હતું. તેમની યાદમાં આંકડાકીય દિવસની ઉજવણી હાલનાં આંકડાશાસ્ત્રીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.