[:gj]પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતાં કચ્છનાં બે યુવાનને ATS કેમ ઉઠાવવી ગયુ[:]

[:gj]70થી વધુ વખત કોલ સહીતની ચાલી રહેલી તપાસ

જયેશ શાહ, કચ્છ

પાકિસ્તાનમાં લાંબા સમયથી ફોન દ્રારા સંપર્કમાં રહેનારા કચ્છનાં બે વ્યક્તિને ઉત્તરપ્રદેશ(યુપી) એટીએસને મળેલી ટિપ્સને પગલે ગુજરાત એટીએસ દ્રારા ઉઠાવી લેવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે કરાવામાં આવેલા યુપી-ગુજરાત એટીએસનાં આ જોઈન્ટ ઓપરેશનનાં તાર સામે પાર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે ઉઠાવેલા બે યુવાનમાં એક અબડાસા તાલુકાનાં બાલાપર ગામનો તથા બીજો નખત્રાણાનો વેપારી યુવાન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર બાલાપરનો શખશ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

સમગ્ર ઓપરેશન અંગે વિગતો આપતા ગુજરાત એટીએસનાં એસપી હિમાંશુ શુક્લએ જણાવ્યું કે કચ્છનાં બે વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી યુપી એટીએસના રડારમાં હતાં. તેઓ સામે પાર મોબાઇલ ફોનથી સંપર્કમાં હતા. એટલે શંકાને આધારે તેમને પૂછપુરછ કરવા માટે ઉઠાવી લેવામાં આવ્યા છે. ઇન્ટરોગેશન ચાલુ હોવાનુ એસપી શુક્લાએ વધુમાં ઉમેર્યું હતુ. બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એટીએસ જોઈન્ટ ઓપરેશનમાં ઉપાડી લેવામાં આવેલા કચ્છનાં અબડાસા તાલુકાનાં બાલાપર ગામનો સલીમ ઈષાક હિંગોરજા બીજી વખત એટીએસનાં હાથે ચઢ્યો છે. અગાઉ સલીમને ગુજરાત એટીએસ દ્રારા પૂછપરછ માટે ઉઠાવી લેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ તેને પાછળથી છોડી દેવામાં આવ્યો હતો. ત્રણેક મહિના પહેલા કરવામા આવેલી તે કાર્યવાહી વખતે સલીમ ઉપરાંત નખત્રાણા તાલુકાના રસલિયા ગામનાં બે યુવાનને પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા. આ વખતની કાર્યવાહીમાં પણ આ જ સલીમ હિંગોરજા ફરી એકવાર એટીએસનાં હાથમાં આવી ગયો છે. સૂત્રોનું માનીએ તો સલીમની સાથે નખત્રાણાનાં કલ્પેશ જનકભાઈ પલણ નામના જે યુવાન વેપારીને એટીએસ ઉપાડી ગયી છે તે સલીમ સાથે સંપર્કમાં હતો. કલ્પેશનાં નામનું સીમ સલીમ વાપરતો હોવાનું પણ સર્વેલન્સમાં બહાર આવ્યું છે. તેઓ લાંબા સમયથી નોર્મલ કોલ દ્રારા પાકિસ્તાન વાત કરતા હતા. જે ઇલેકટ્રોનીક સર્વેલંસમા બહાર આવ્યુ હતુ. યુપી એટીએસને જયારે ખબર પડી ત્યારે તેમણે ગુજરાત એટીએસનો કોન્ટેક્ટ કરીને આ સંયુક્ત કાર્યવાહી કરી હતી.

સૂત્રોનું માનીએ તો હાલ કચ્છનાં બન્ને વ્યક્તિની તથા તેમનાં મોબાઇલની તપાસ કરવામા આવી રહી છે. ખાસ કરીને સલીમની વિશેષ તપાસ થયી રહી છે કારણ કે તેની ફેમિલીમાંથી પણ કેટલાકની ભૂતકાળમાં તપાસ થયી ચૂકી છે. તેમના કેટલાક સગા પાકિસ્તાનમાં રહેતા હોવાથી પણ તેમની ઝીણવટભરી તપાસ થયી રહી છે.

બોક્સ હેડીંગ : 70થી વધુ કોલનીની તપાસ થશે

કચ્છ સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલીમ અને અન્ય શંકાસ્પદ લોકો દ્રારા 70થી વધુ કોલ પાકિસ્તાનમાં થયા છે. કચ્છમાંથી સામેપાર થયેલી વાતચીતમાં શુ છે તથા પાકિસ્તાનમાં કોને કોલ કરવામાં આવ્યા છે તેની ઉપર માત્ર એટીએસ જ નહી પરંતું કચ્છની ગુપ્તચર એજન્સીઓ પણ ફોક્સ કરી રહી છે. જેને પગલે કચ્છનું પાકિસ્તાન સાથેનું કોઈ મોટુ જાસુસી કાંડ બહાર આવે તેવી પણ સંભાવના છે.[:]