ગુજરાતમાં ભાજપની સરકાર લાવવામાં શહેરી પ્રજાએ ભાજપના ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. શહેરો ભાજપના બની જતાં હવે શહેરના ધારાસભ્યોને રોડ બનાવવા માટે દરેકને રૂ.2 કરોડ આપવાની જાહેરાત ભાજપની ગુજરાત સરકારે કરી છે.
માર્ગ અને મકાન પ્રધાન નીતિનભાઇ પટેલે શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યઓને વિકાસ કામો માટે રૂ.૨ કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ – મકાનના અંદાજપત્રની ચર્ચામાં કરી છે. આ રકમ સંબંધિત કોર્પોરેશનને હવાલે મુકવામાં આવશે રાજ્યના જે વિસ્તાર ૧૦૦ % શહેરી વિસ્તાર છે તેની માટે આ રકમ સંબંધિત વિસ્તારના ધારાસભ્યઓ માટે ફાળવવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં યાત્રાધામો સહિત વધુ ટ્રાફીકને સરળ કરવા માટે ચારમાર્ગીય રસ્તાઓ અને અન્ડરપાસની વ્યાપક પ્રમાણમાં મંજૂરીઓ આપી છે. સાથો-સાથ દક્ષિણ ગુજરાત સહિત વધારે પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે કોઝવેમાં પાણી ભરાય છે તેવા કોઝવેની જગ્યાએ મોટા પુલ બનાવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
તેરાજ્યના જે તાલુકાઓમાં જિલ્લા પંચાયત હસ્તકના વિશ્રામગૃહો છે અને રાજ્ય સરકારના નથી ત્યાં જો જિલ્લા પંચાયત એ જ વિશ્રામગૃહો રાજ્ય સરકારને સુપ્રત કરશે તો રાજ્ય સરકાર પણ તેનો વિકાસ કરશે. રાજ્યભરના ચારમાર્ગીય રસ્તાઓ સહિત અન્ડરપાસની વિગતો આ પ્રમાણે છે.
ક્રમ | નામ | રકમ રૂ.કરોડમાં |
૧ | ડાકોર | રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવરફ્લાય |
૨ | ભરૂચ-દહેજ-શ્રવણ ચોકડી | રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવરફ્લાય |
૩ | પાલનપુર-એરોમા ચોકડી | રૂ.૧૦૦ કરોડના ખર્ચે ઓવરફ્લાય |
૪ | મોરબી-જંકશન રોડ | રૂ.૮૦ કરોડના ખર્ચે અન્ડરપાસ |
૫ | સામળખા જંકશનનો એક્ષપ્રેસ-વે | ચારમાર્ગીય રસ્તો |
૬ | ઉમલ્લા-વેલુ ગામ રોડ | રૂ.૩૫ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૭ | બગદાણા-ઓખા રોડ, ૧૯ કિ.મી. | રૂ.૧૮ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૮ | સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ, ૪૦ કિ.મી. | રૂ.૮૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૯ | મોડાસા-રાયગઢ, ૧૯ કિ.મી. | રૂ.૮૫ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૦ | બોટાદ-સાળંગપુર-ખરવાડા, ૨૫ કિ.મી. | રૂ.૧૧૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૧ | ડભોઇ-પોઇચા રસ્તો, ૩૧ કિ.મી. | રૂ.૧૫૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૨ | બેચરાજી-મહેસાણા રસ્તો, ૨૦ કિ.મી. | રૂ.૧૨૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૩ | વિઠલાપુર-મહેસાણા રસ્તો, ૧૭ કિ.મી. | રૂ.૬૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૪ | શંખેશ્વર-બેચરાજી રસ્તો, ૨૩ કિ.મી. | રૂ.૧૦૧ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૫ | બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રસ્તો, ૩૧ કિ.મી. | રૂ.૧૨૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો |
૧૬ | ગાંધીનગર ચ-રોડ પર ચ-૨ અને ચ-૩ સર્કલ | રૂ.૫૦ કરોડના ખર્ચે અન્ડરપાસ |
૧૭ | બનાસકાંઠામાં ઢીમાથી ઢીમા મંદિર | ૫.૦૦ કિ.મી. ના રસ્તાની મંજૂરી |