સરદાર ક્યારેય વડાપ્રધાન બનવા માંગતા ન હતા અને ગાંધીજીએ કોંગ્રેસને વિખેરી નાંખવા ક્યારેય કહ્યું ન હતું: હરી દેસાઈ

અમદાવાદ, તા.11

આઝાદી મળતા કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ એવું ગાંધીજીએ કહ્યું હોવાનું ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ વર્ષોથી અપ-પ્રચાર કરી રહી હોવાનો ભાંડો ગુજરાતના જાણીતા નિડર પત્રકાર હરી દેસાઈએ ફોડી કાઢ્યો છે.  તેનાથી ભાજપના નેતાઓ અને તેના પ્રચારકો મોં છુપાવી રહ્યા છે.

જુઠી ખબરો ફેલાવવા માટે જાણાતી ભાજપ સરકારના પ્રચાર અધિકારી એક પત્રકાર સામે ફસાઈ ગયા છે. ગાંધીજીના ઉદગારો અંગે શંકા વ્યક્ત કરી ત્યારે આખાબોલા પત્રકાર હરી દેસાઈએ મુખ્ય પ્રધાનની કચેરીમાં વર્ષોથી નિયમો વિરૂદ્ધ એક જ જગ્યાએ 2001થી 2019 સુધી કામ કરી રહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવર સંઘના કાર્યકર અને એક સમયના સૌરાષ્ટ્રના પત્રકાર હિતેશ પંડયાએ પીછેહઠ કરવી પડી છે.

“ભારતીય કોંગ્રેસ રાષ્ટ્ર સાથે જ મરી શકે..”

હિતેશ પંડ્યાએ ફેસબુક પર પોસ્ટ મૂકી તેને પત્રકાર-તંત્રી અને સરદાર પટેલના જીવન અંગેના જાણકાર નિષ્ણાત હરિ દેસાઈએ ગત તા. 27 જાન્યુઆરીએ ગાંધીજી લખેલા “કોંગ્રેસની સ્થિતિ” અંગેનો લેખ કે જે તા. 1, ફેબ્રુઆરી, 1948ના રોજ “હરિજન”માં પ્રકાશિત થયો હતો તેની નકલ રજૂ કરીને જણાવ્યું છે કે અંગ્રેજીમાં આ લેખ કહે છે કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ … મરી શકે નહીં”, અને તે “રાષ્ટ્ર સાથે જ મરી શકે”. એવું ગાંધીજીએ કહ્યું હોવાની નોંધ મૂકીને સંઘના અપપ્રચારનો પરપોટો ફોડી નાંખ્યો છે.

આ લેખમાં ગાંધીજી કહે છે કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે સૌથી પ્રાચીન રાષ્ટ્રીય રાજકીય રાજકીય સંગઠન છે અને જેણે ઘણી લડાઇઓ પછી તેણીએ સ્વતંત્રતા માટેની અહિંસક રીતે લડ્યા બાદ તેને મૃત્યુ પામવાની મંજૂરી આપી શકાતી નથી. તે ફક્ત રાષ્ટ્ર સાથે જ મરી શકે છે. જીવંત જીવ હંમેશા વધે છે અથવા તે મરી જાય છે. કોંગ્રેસે રાજકીય સ્વતંત્રતા હાંસલ કરી છે, પરંતુ તેને આર્થિક સ્વતંત્રતા, સામાજિક અને નૈતિક સ્વતંત્રતા મળી નથી.”

ગાંધીજીએ તેમાં ઉમેર્યું છે કે, “આ સ્વતંત્રતાઓ રાજકીય કરતાં વધુ સખત છે, જો તે માત્ર રચનાત્મક, ઓછા ઉત્તેજક અને જોવાલાયક નહીં હોય.”

ગાંધી લેખની વિશ્વસનીયતા અંગે શંકા

હરિ દેસાઈ દ્વારા ફેસબુક પર “હરિજન”માં પ્રસિદ્ધ થયેલા આ લેખની નકલ મૂકતાં રાજ્ય ભાજપ સહિત ગુજરાતના શક્તિશાળી વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કારણ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જમણા હાથ અમિત શાહની નજીકના ગણાતા શાસકો દ્વારા એવો પ્રચાર કરવાનો પ્રયાસ થઈ રહયો છે કે, ગાંધીજીએ આઝાદી પછી ખરેખર કોંગ્રેસને ભંગ કરવાની માંગ કરી હતી.

જ્યારે ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં હરિ દેસાઈ કહે છે કે ગાંધીજીએ કોંગ્રેસ વિશે જે કહ્યું તેના પર આ એકમાત્ર અધિકૃત દ્રષ્ટિકોણ છે. જ્યારે હિતેશ પંડ્યાએ તેના જવાબમાં કહ્યું છે કે, “કોણ જાણે? આ લેખ ‘હરિજન’ માં ગાંધીના મૃત્યુ પછી ત્રણ દિવસ બાદ પ્રકાશિત થયો હતો. તેની વિશ્વાસનીયતા કે પ્રામાણિકતા શું છે? સંભવ છે કે કેટલાક નહેરુવીયન સંપાદકે આ ઐતિહાસિક લેખ લખ્યો હશે અને ગાંધીજીના નામે પ્રકાશિત કર્યો હશે.”

મહાત્મા ગાંધીએ જાન્યુઆરી, 1948 માં કોંગ્રેસ વિશે જે કહ્યું તે રાષ્ટ્રપિતા દ્વારા 27 જાન્યુઆરીએ લખેલી નોટના ભાગની રચના કરી, એટલે કે 1948માં નવી દિલ્હીમાં તેમની હત્યા થયાના ત્રણ દિવસ અગાઉ. આ નોંધ આઝાદી પછીના યુગમાં કોંગ્રેસ માટે બંધારણના મુસદ્દા માટેની હતી.

હિતેશ પંડ્યાને  હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, “તમારે લેખની નીચેની તારીખ – 27 જાન્યુઆરી, 1948 ની તારીખ વાંચવાની કાળજી લેવી જોઈતી હતી. કારણ કે ગાંધીજી તેમના તમામ લેખની નીચે તારીખ લખતા હતા. ગાંધીજી લેખની નીચે લખ્યા તારીખ લખતા હતા. તે તારીખ છે.

આ અંગે હરિ દેસાઇએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પર હંમેશા સરદાર પટેલનો જ દબદબો રહ્યો છે કારણ કે, 1935થી 1950 સુધી સરદાર સાહેબ કોંગ્રેસ પાર્લામેંટરી બોર્ડના ચેરમેન રહ્યા હતા. એટલું જ નહિ, સરદાર સાહેબે પણ ક્યારેય વડાપ્રધાન બનવાની ઈચ્છા રાખી ન હતી. તે બાબત તેમની દીકરી મણિબેન પટેલ અને તેમજ સરદાર સાહેબના અંગત સચિવ રહેલા દુર્ગાપ્રસાદ દ્વારા લખાયેલા 10 ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે.

બાલાસાહેબની પણ તીવ્ર આલોચના

આમ સંઘ અને સંઘના કાર્યકરો કે જે સરકારમાં બેસીને પણ કેવા જૂઠાણા ચલાવે છે તેનો પર્દાફાશ હરી દેસાઈએ કર્યો છે. તેઓ જ્યારે ઈન્ડિયન એક્સપ્રેસના મુંબઈના ગુજરાતી સમાચારપત્ર સમકાલીનમાં તંત્રી હતા ત્યારે તેઓ બાલા સાહેબ ઠાકરેની તિવ્ર આલોચના કરી હતી કે ઠાકરે મુંબઈ તમારા બાપનું નથી અમારું પણ છે. હરી દેસાઈ કાયમ સત્યની સાથે રહીને સત્તાને પડકારતાં રહ્યાં છે. તેઓ આસએસએસના કાર્યકર પણ રહી ચૂક્યા છે. તેમણે સરકારમાં રહેલા અધિકારીઓ કેવો અપપ્રચાર કરી રહ્યાં છે તેનો પર્દાફાશ કર્યો છે.