સરદાર પટેલને નરેન્દ્ર મોદીએ શું અન્યાય કર્યો ? વાંચો

સ્મારકો ઊભા કરવાના સરદાર વિરોધી હતા.
ગોડસે જેવા કટ્ટરવાદીઓએ ગાંધી ઉપરાંત નેહરુ અને સરદારની હત્યા પણ કરવાનાં કાવતરાં ઘડ્યાં હતાં.
સરદાર-પુત્રી મણિબહેને દુર્ગા દાસની સરદારવિષયક ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા. મોદી અને ભાજપના નેતાઓ પોતાને મનગમતા ઈતિહાસને જે રીતે જનસભાઓમાં રજૂ કરીને તાળીઓ પડાવતા હોય, પણ કહીકત એ છે કે દેશના આઝાદીના સંગ્રામમાં ગાંધીજી, નેહરુ અને સરદારની ત્રિપુટી સતત સાથે કાર્યરત રહી, એટલું જ નહીં, આઝાદી પછી કાશ્મીર સહિતના મુદ્દે પણ આ ત્રિપુટીએ સાથે મળીને ભારતના હિતમાં નિર્ણયો લીધા.
દિલ્હીમાં ઉદ્યોગપતિ ખંડેલવાલની માલિકી ધરાવતા સરદાર પટેલના સત્તાકાળના નિવાસ “૧-૨ ઔરંગઝેબ રોડ”નું અધિગ્રહણ કરીને કે ખરીદીને સ્મારક-મ્યુઝિયમ નરેન્દ્ર મોદી બનાવવા કંઈ ન કર્યું. એ મુદ્દો કોઈક કાનૂની દાવપેચમાં અટવાયેલો છે. જે મોદીએ દૂર કરવા પ્રયાસ કર્યો નથી.
સરદાર પટેલને સમજવા કે એમની ગરિમાને અનુરૂપ કોઈ સ્મારક કે મ્યુઝિયમ સરકાર તરફથી શરૂ કરાયું નથી. સરદારના પુતળાના મકાનમાં સરદારનું સંગ્રહાલય બનાવવાની જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી પણ સંગ્રહાલય ન બન્યું. માત્ર સરદારની તસવીરો મૂકી છે.
દિલ્હીમાં સરદાર સાહેબનું કોઈ સ્મારક કે સંગ્રહાલય નરેન્દ્ર મોદીએ બનાવ્યુ નથી.
ભારત સરકારના અભિલેખાગારમાં  સરદારના દસ્તાવેજો, પેપર્સ અને ફાઈલોની યાદી કરવાની બાકી છે. વર્ષોથી નહીં થયેલું લિસ્ટિંગનું કામ મોદીએ કર્યું નથી.
તીન મૂર્તિ ખાતેના નેહરુ લાઈબ્રેરી અને મ્યુઝિયમમાં પણ સરદાર પટેલ ઉપેક્ષિત અવસ્થામાં પડેલા છે. સાડા ચાર વર્ષમાં મોદીએ કંઈ ન કર્યું.
અમદાવાદમાં શાહીબાગમાં સરદારનું રાષ્ટ્રીય સ્મારક દિનશા પટેલના વડપણ હેઠળ, કરમસદમાં અશોક પટેલના વડપણ હેઠળ મેમોરિયલ, રાજકોટમાં દેવેન્દ્ર દેસાઈના વડપણ હેઠળ સ્મારક અને બારડોલીમાં સ્વરાજ આશ્રમની જમીન પર સરકાર સાથે મ્યુઝિયમ ચલાવાય છે. દિલ્હીમાં સરદારના નામે અનેક ટ્રસ્ટ સારૂ કામ કરે છે જેને કોઈ સહાય મોદી સરકારે કરી નથી.
સરદાર પટેલને અન્યાયનો જાપ જપતા કેન્દ્ર કે રાજ્ય સરકારના વર્તમાન ભાજપ શાસકોને સ્વતંત્રપણે સરદારનાં સ્મારક સ્થાપવા માટે અનુકૂળતા હજુ સુધી મળતી નથી.
કેન્દ્રમાં વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની સરકારમાં દિનશા મંત્રી હતા ત્યારે શાહીબાગને રૂપિયા ૧૭ કરોડ અને કરમસદ મેમોરિયલને રૂપિયા ૩ કરોડ આપ્યા હતા. મોદીએ સરદાર માટે કોઈ પૈસા આપ્યા નથી.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું 14 વર્ષ રાજ રહ્યું પણ સરદાર પટેલના ઐતિહાસિક વારસાને સાચવવા કંઈ સહાય કરી નહીં.
અમદાવાદમાં ભદ્રમાં સરદાર પટેલના નિવાસ સ્થાનમાં પાછળના ભાગે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદેસર બાલ્કની બનાવીને દબાણ કરી દીધું છે. જે રીતે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અનારના પતિ જયેશ પટેલે ગાંધી આશ્રમમાં જ્યાં સરદાર રહ્યા હતા તે 8 મિલકતો પચાવી પાડી છે.
મત મેળવવા માટે સ્મારકો અને પ્રતિમાઓ ઊભી કરવાની કે ભારત રત્ન જેવા ઈલકાબો પધરાવવાની શાસકોની કોશિશો છે. સરદાર પટેલ માટેનો પ્રેમ નથી. કારણ કે સરદાર કોંગ્રેસ પક્ષના હતા.
 દિલ્હીમાં સરદારનું યોગ્ય સ્મારક હજુ થયું નથી. જોકે મોદીયુગમાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાનને જ નહીં, લંડનના નિવાસને પણ કરોડોના ખર્ચે સ્મારક અને મ્યુઝિયમ કરાયું છે.
 દુનિયાની ભવ્ય પ્રતિમા અને મ્યુઝિયમ પાછળ ૩૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી રાખનારી સરદારપ્રેમી સરકાર પાસે દિલ્હીના સરદારનિવાસને ખરીદવા માટે ૩૦૦ કરોડ રૂપિયા નથી!
 ભાજપી સાંસદ રહેલા ટી.એન.ચતુર્વેદીના વડપણવાળી ઉચ્ચસ્તરીય સમિતિએ દિલ્હીમાં સરદાર પટેલના ભવ્ય સ્મારક માટેનો અહેવાલ તૈયાર કર્યો હતો.આ સમિતિમાં નરેન્દ્ર મોદી એક સભ્ય હતા. એ અહેવાલ હજુ ધૂળ ખાઈ રહ્યો છે.
 હકીકતમાં સરદાર પટેલ દિલ્હીમાં જે બંગલામાં નિવાસ કરતા હતા, એ “૧-૨ ઔરંગઝેબ રોડ” પરના બંગલાને ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયામાં કોંગ્રેસની સરકારે ખરીદીને ત્યાં સરદાર પટેલનું સ્મારક ભલે ના કર્યું, પણ ના તો આ કામ ભાજપની વાજપેયી સરકારે કર્યું કે ના મોદી સરકારે.
શાહીબાગના સરદાર સ્મારક માટે બાબુભાઈ જશભાઈ પટેલની ગુજરાત સરકારે રાજભવનનું ઐતિહાસિક મકાન અને મોકાની રૂ. 3000 કરોડની જમીન ફાળવી હતી.
આ રાષ્ટ્રીય સ્મારકની જમીન ૫૮ લાખ રૂપિયાના દસ્તાવેજથી લીધેલી છે. ગુજરાતની ભાજપ સરકાર કોઈ ગ્રાન્ટ અત્યારે આપતી નથી. કેન્દ્ર સરકાર તરફથી વર્ષે ૨૪ લાખ રૂપિયા એની જાળવણી માટે આપવાનું નક્કી થયા છતાં એ રકમ ઘટાડીને માત્ર વર્ષે રૂપિયા ૧૫ લાખ કરાઈ છે. એ પણ છેલ્લાં કેટલાંક વર્ષની બાકી હતી એમાં માત્ર એક વર્ષની ગ્રાન્ટ જ મળી છે. દિનશા પટેલ ગુજરાતના મંત્રી હતા ત્યારે કરમસદમાં મેમોરિયલની જમીન મેળવવામાં જેઠાભાઈ પટેલ સાથેની બેઠકો કરીને સરળતા કરી આપી હતી. તે સમયે રૂપિયા એક કરોડ રાજ્ય સરકાર પાસેથી અપાવ્ય હતા. એચ. ડી. દેવેગોવડા વડાપ્રધાન હતા ત્યારે કેન્દ્ર સરકાર કનેથી ૩.૫૦ કરોડ રૂપિયા સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ મેમોરિયલને અપાવવા ઉપરાંત મનમોહનસિંહ સરકાર વેળા ૩ કરોડ રૂપિયા અપાવ્યા હતા. ભારત સરકારમાં ૨૦ કરોડ રૂપિયાની અને કરમસદે ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરી હતી. શાહીબાગના સ્મારકને ૧૭ કરોડ રૂપિયા અને કરમસદ મેમોરિયલને ૩ કરોડ રૂપિયા મળ્યા હતા.
નવજીવન પ્રસના મેનેજિંગ ટ્રસ્ટી વિવેદ દેસાઈએ સરદાર પટેલની 300 જેટલી યાદગાર એવી દુર્લભ ચીજો મેમોરિયલને આપી છે. જે દિનશા પટેલે પેટારામાં ભરી રાખીને ખરાબ કરી રહ્યા છે પણ ગુજરાત સરકાર આવી કોઈ વસ્તુ જાવી શકી નથી.
ડૉ.વર્ગીસ કુરિયનના વડપણ હેઠળની દૂધઉત્પાદકોની સંસ્થા તરફથી કરમસદ મેમોરિયલને ૫૦ લાખ રૂપિયા મળ્યા હતા. બારડોલી ખાતે સ્વરાજ આશ્રમમાં સરદારના નિવાસના જીર્ણોદ્ધાર અને મ્યુઝિયમનું કામ સારું થયું છે.
સરદાર પટેલ કોંગ્રેસના સૌથી પ્રભાવી નેતા હતા. વર્ષ ૧૯૫૦ના ડિસેમ્બરમાં મૃત્યુ પામેલા વલ્લભભાઈ પટેલ ભણી નેહરુ-ઇન્દિરા યુગમાં ઉપેક્ષા ભાવ જળવાયો. એ પછી હવે જયારે સરદારને ન્યાય તોળવાની વાતો કરતા રહેનારા ભાજપ અને મોદી શાસકોના કાળમાં પણ દેશની આઝાદીની લડત અને રાષ્ટ્રનિર્માણમાં ગાંધીજી અને પંડિત નેહરુ સહિતના મહાનુભાવો સાથે ખભેખભો મિલાવીને ભવ્ય યોગદાન કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ ઉપેક્ષિત અવસ્થામાં છે.
 ઊંચુ પૂતળું બનાવી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ રહ્યું છે. આ પુતળુ બનાવવા માટે રૂ. 3000 કરોડની ગોલમાલ સીઆરએફ ફંડમાં મોદી સરકારે કરી છે. જેની કેગ દ્વારા ટીકા કરાઈ છે. સીઆરએફનું દાન માત્ર રાષ્ટ્રીય સ્મારકને મળે. સરદારનું પુતળું રાષ્ટ્રીય સ્મારક નથી. મોદીએ ONGC સાથે મળીને સરદારના પુતળામાં પણ આર્થિક ગોટાળા કર્યા છે.
સરદાર પટેલના સાચા સ્મારકોને સાચવવામાં નરેન્દ્ર મોદીને સહેજ પણ રસ નથી.
સ્ટેચ્યુ ઑફ યુનિટીનું રાજકારણ રમતા નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સરદાર પટેલના નામનો વિરોધ કર્યો હતો
હમણાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નર્મદા જિલ્લામાં ઉભી કરવામાં આવેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવા  31મી ઓકટોબર 2018ના રોજ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ માટે ગુજરાત આવ્યા હતા. પરંતુ જ્યારે સ્વ. ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ એરપોર્ટ નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સરદાર પટેલના નામનો વિરોધ કરવા નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ દિલ્હી પહોંચ્યા હતા.
1990માં સ્વ. ચીમનભાઈ પટેલની જનતાદળ ગુજરાત અને ભાજપે જોડાણ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસને પરાસ્ત કરી સત્તા હાંસલ કરી હતી. પરંતુ રામ જન્મભુમી આંદોલન શરૂ થતાં ભાજપે જનતાદળ સાથે છેડો ફાડી નાખતા ચીમનભાઈ પટેલની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ હતી. આ વખતે કોંગ્રેસે ટેકો આપતા ચીમનભાઈ પટેલની સરકાર બચી ગઈ હતી. આ દરમિયાનન ગુજરાતમાં નર્મદા વિરોધી આંદોલન પણ શરૂ થયુ હતું. મેધા પાટકર અને બાબા આમટેના નર્મદા વિરોધી આંદોલન સામે ચીમનભાઈ પટેલે પણ પોતાની તમામ તાકાત લગાડી હતી.
નર્મદા યોજના માટે ચીમનભાઈ પટેલની મહેનતને કારણે તેમના ટેકેદારો તેમને છોટે સરદારના હુલામણા નામે બોલાવવામાં લાગ્યા હતા. આમ ચીમનભાઈ પટેલની તુલના સરદાર પટેલ સાથે કરી તેમને છોટે સરદાર તરીકે ઓળખવા લાગ્યા હતા. ચીમનભાઈના પટેલના પોસ્ટરમાં પણ છોટે સરદાર લખાવા લાગ્યુ હતું. સ્વભાવીક રીતે આ વાત ભાજપને પસંદ ન્હોતી. આ વખતે જ નવા નિર્માણ પામેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામકરણ કરવાનું હતું. કેન્દ્રમાં આઈ. કે. ગુજરાલ વડાપ્રધાન હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ હતા. ગુજરાત સરકારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલ એરપોર્ટ નામ આપવામાં આવે તેવી દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી.
જયારે અમદાવાદ એરપોર્ટને સરદાર ય પટેલનું નામ આપવામાં આવે તેવી દરખાસ્ત મોકલવામાં આવી ત્યારે ભાજપે તેનો વિરોધ કરી અમદાવાદ એરપોર્ટને શ્યામપ્રસાદ મુર્ખજી નામ આપવાની દરખાસ્ત કરી હતી, પણ ગુજરાતની જનતાદળ અને કોંગ્રેસની સરકારે સરદાર પટેલનું જ નામ અપાશે તેવુ સ્પષ્ટ કર્યુ હતું. ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ કરી શ્યામપ્રસાદ મુર્ખજી નામ આપવામાં આવે તેવી માગણી અને વિરોધ કરવા નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ દિલ્હી ગયા હતા અને તેમણે કેન્દ્રની આઇ.કે. ગુજરાલ સરકાર સામે સરદાર પટેલના નામનો વિરોધ કરી શ્યામપ્રસાદનું નામ આપવાની માગણી કરી હતી.
સમય જતા ભાજપની વિચારધારા બદલાઈ અને તેમના માટે સરદાર પટેલ હવે તેમના પ્રિય થઈ ગયા છે. દેશની આઝાદીમાં ગાંધી, નહેરૂ અને સરદારે સાથે કામ કર્યુ. પરંતુ સીધી રીતે ગાંધી અને નહેરૂના નામનો વિરોધ નહીં કરી શકતા ભાજપે નેહરૂ અને ગાંધીનું કદ નાનુ કરવા સરદારના નામનો સહારો લીધો. ખરેખર સરદાર, નહેરૂ અને ગાંધી ક્યારેય એકબીજા કરતા અલગ ન્હોતા પણ ગાંધી અને નહેરૂએ સરદારને ખુબ અન્યાય કર્યો તેવી વાહિયાત દલીલો જેમણે ક્યારેય ગાંધી અને સરદારને વાંચ્યા નથી તેવા લોકોએ શરૂ કરી. સરદાર ક્યારેય કોઈ રાજ્યના ન્હોતા, તેઓ તો દેશના હતા. એક જમાનામાં સરદારના નામનો વિરોધ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપે સરદારની પ્રતિમા પાછળ કરેલો કરોડોનો ખર્ચ ખેડૂતો કે ગરીબો માટે ખરાબ દિવસો છે ત્યારે કર્યો હોત તો ખરા અર્થમાં સરદારનું કામ થયું હોત.