મધ્યપ્રદેશના ચિત્રકુટ ખાતે એક સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જાહેર કર્યું હતું કે, ‘ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની ગૌરવરૂપ પ્રતિમા બની રહી છે તે ‘મેઇડ ઇન ચાઇના’ છે જેવી રીતે આપણા શર્ટસ અને બૂટ હોય છે’.
2014માં રૂ.3000 કરોડનો પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી એલ એન્ડ ટીને સોંપી હતી, રૂ સ્ટેચ્યુનો કેટલોક ભાગ ચીનની ટીક્યુ ફાઉન્ડ્રી ખાતે બનાવીને મગાવવામાં આવ્યો છે. આ ફાઉન્ડ્રી ચીનના નાનચંગ ખાતે આવેલી જીંગક્ષી ટોક્યન કંપનીની છે. સમગ્ર સ્ટેચ્યુનો મહત્વનો 9 ટકા બ્રોન્ઝ પ્લેટ તાંબાનો ભાગ ચીનની ફાઉન્ડ્રીમાં બન્યો હતો. જે બહાર સરદાર પટેલનું તાંબાનું પૂતળું દેખાય છે તે છે. અંદરનો ભાગ દેશમાં બન્યો છે.
ભાજપ ગુજરાતના 12 હજાર ગામમાંથી 10 હજાર ગામમાં સરદારના પુતળા માટે રથયાત્રા કાઢી રહ્યું છે ત્યારે ભાજપ બચાવ પક્ષમાં આવી ગયો છે. ભાજપે સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામે પ્રચાર કરવાની રણનીતિ ઘડી કાઢી છે.
સરદાર પટેલનો બાહ્ય ભાગ દેખાય છે તે 3000 ટનનો છે અને તે સંપૂર્ણ રીતે તાંબાની ચીજોનો બનેલો છે જે બધું જ ચીનની કંપની પાસેથી બનાવાયો છે. આમ મેઈક ઈન ઈન્ડિયા નહીં પણ મેઈક ઈન ચાઈના સાબિત થઈ છે.