[:gj]ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો[:]

[:gj]ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન  તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેરનામાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ- ૧૯ જેટલા ગામોમાં નોવેલ કોરોના વાયરસના નવા કેસો મળ્યા છે. તેવા ગામોના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં દહેગામ તાલુકાના લવાડ ફાર્મમાં આવેલા ૨૧ ધરની ૧૫૨ વસ્તી ધરાવતા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગાંધીનગર તાલુકાના ખોરજ ગામનો હુડકા એરિયા,  કુડાસણ ગામની શકુન સિલ્વર, ઉવારસદ ગામનો પગી વાસ, સરગાસણ ગામની સિધ્ધરાજ સોસાયટી અને વાસણ ગામનો વચલો વાસ મળી કુલ-  ૩૫૨ ઘરોની ૧૪૮૨ વસ્તીનો સમાવેશ આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત  કલોલ તાલુકાના ધમાસણા, કલોલના મજૂર હાઉસીંગ સોસાયટી, કુંભારવાસ- જૂના ચોરા, કલ્યાણપુરા સુથાર વાસ, છાપરા, અંબિકા નગર, સરદારબાગ, ૩૨ કવાર્ટર, ગાયનો ટેકરો, મોખાસણ ગામના જુના અને મોટો પટેલ વાસ, પલિયડ-મોખાસણ ગામની સાર્વજનિક હોસ્પિટલના સ્ટાફ કવાર્ટરમાં આવેલા ૩૦૪૦ ઘરોમાં રહેતી ૧૪,૧૪૬ વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. માણસા તાલુકાના ઇટાદરા, માણસા શહેરનો વિજય ટાવર અને સોહૂમ સોસાયટી, માણસા કોલેજ પાછળના વિસ્તારના ૮૬ ધરોની ૩૪૪ વસ્તીના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત ગાંધીનગર તાલુકાના કોલવડા ગામના પરમાર વાસ અને નજીકનો વિસ્તારના ૯૦ ઘરોની ૪૭૦ વસ્તી તા. ૨૬મી જૂન, ૨૦૨૦ સુધી, કલોલ શહેરના મહેન્દ્ર મિલ્સ- મેટ્રોના છાપરા વિસ્તારના ૩૩૪ ઘરોની ૨૩૧૬ વસ્તી ૨૩મી જૂન,૨૦૨૦ અને માણસા તાલુકાના બદપુરા ગામના ૪૧૫ ઘરોની ૧૮૧૨ વસ્તી તા. ૨૬મી જૂન, ૨૦૨૦ સુધી આ જૂના કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારમાં સુધારો કરવામાં આવ્યો છે.[:]