સરપંચ પાસેથી 10 ટકા લાંચ માંગતા અધિકારીઓ

દાહોદ જિલ્લા સરપંચ સંગઠને આંચકારૂપ રજૂઆત સરકારે વારંવાર કરી હતી કે તેઓ ગામમાં જે નાણાં વાપરે છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, એસઓ, મુનિમ જેના અધિકારીઓને બિલ પાસ કરાવતાં પહેલા કે પછી ફરજિયાત 10 ટકા લાંચ આપવી પડે છે. દરેક ગામમાં આવું ચાલી રહ્યું છે. અગાઉ દરેક કામમાં પૈસા માંગવામાં આવતા ન હતા હવે દરેક ગામમાં દરેક ગામમાં ભ્રષ્ટાચાર કરવા માટે 10 ટકા લાંચ અધિકારીઓ માંગી રહ્યાં છે. નરેન્દ્ર મોદી એવું કહે છે કે, ભ્રષ્ટાચાર થતો નથી. પણ ગુજરાતમાં તો ખૂ્લ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

દાહોદ જિલ્લાના સરપંચ સંગઠનના પ્રમુખ કરણસિંહ સોમજી ડામોરે આ ચોંકાવનારી વાત કરી છે. તેઓ માત્ર સરપંચ જ નથી પણ દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય, અખિલ ભારતીય પટેલિયા સમાજના પ્રમુખ, દાહોદ તાલુકા ATVT સભ્ય, છેલ્લી ચાર ટર્મથી દાહોદ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર અને ચાંદાવાડા ગામના યુવા સરપંચ તેઓ છે. તેઓ કહે છે કે, અમે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાંચ લેવાતી હોવાની ફરિયાદ કરી છે. તેમ છતાં સરકાર ભ્રષ્ટાચાર દૂર કરતી નથી. સરપંચોને કહ્યું છે કે, કોઈ લાંચ માંગેતો મારા મોબાઈલ 9586001212 ઉપર ફોન કરવો. લાંચ માંગનાર કેટલાંક અધિકારીઓને અમે ACB લાંચ રૂશ્વત શાખા દ્વારા પકડાવી દીધા છે. તેમ છતાં આ બદી અટકતી નથી.

ભ્રષ્ટાચાર દૂર કરવા માટે તથા બીજા પ્રશ્નો માટે 28 જાન્યુઆરી 2019માં ગાંધીનગર ખાતે સરપંચ સંગઠન માટે રજૂઆત કરવાના છીએ. અગાઉ અનેક વખત આવેદનપત્ર આપ્યું છે ફરી એક વખત મુખ્ય પ્રધાનને મલવાનો સમય માંગ્યો છે. જો તેઓ ભ્રષ્ટાચાર દૂર કરવા માંગતા હશે તો મળશે જો ભ્રષ્ટાચાર દૂર કરવા માંગતા નહીં હોય તો તમામ સરપંચોને નહીં મળે.

સરપંચો પાસે ગામમાં જો કોઈ કામ કરાવવા માંગતા હોય તો રૂ.5 લાખ સુધીનું ખર્ચ કરી શકે છે. વળી સરકારનું કોઈ પણ કામ ગામમાં થાય અને તેનું બિલ ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવે છે ત્યારે તે બિલ મંજૂર કરાવવું હોય તો તે માટે 10 ટકા રકમ આપવી પડે. સૂત્રો કહે છે કે, માત્ર આદિવાસી ગણાય એવા 5 જિલ્લાઓમાં વર્ષે રૂ.10,200 કરોડના સરકારના કામ પંચાયતોમાં થાય છે. જેનો મતલબ કે રૂ.1,000 કરોડ લાંચ આપવામાં જતાં રહે છે.

કોઈપણ ગ્રાંટ, હેન્ડ પંપ જેવી કોઈ બાબત હોય તો પણ તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેના કારણે નબળા બાંધકામ થાય છે અને તે તુરંત તૂટી જાય છે. જેના કારણે પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી. આદિવાસી વિસ્તારમાં સૌથી વધું ભ્રષ્ટાચાર થતો હોવાનું સરપંચો કહી રહ્યાં છે. કારણ કે આદિવાસી વિસ્તારમાં સરપંચ મોટા ભાગે ભણેલા નથી હોતા તેઓ કાયદો કે કાનૂન જાણતાં નથી. તેથી લાંચ આપી દે છે.

(દિલીપ પટેલ)