ગુજરાતના દાનેશ્વરી મનાતા એક પણ લોકો હજુ સુધી સરિતાને જંગી ઈનામ આપવા માટે બહાર આવ્યા નથી. પ્રજાની માલિકીની અબજો રૂપિયાની જમીન લઈને સરકારના અનેક લાભ લેનાર એક પણ કંપનીએ સરિતાને ઓલંપીકમાં આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા નથી. કેટલાંક વ્યક્તિઓ, સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા રૂ.9 લાખ જેવી રકમ સરિતા ગાયકવાડને આપીને સન્માનિત કરવામાં આવી હતી. પણ સુરત, ભરૂચ, અંકલેશ્વર, વાપીના એક પણ ઉદ્યોગ ગૃહે સરિતાને કોઈ રકમ આપી નથી.
જો સરિતા ક્રિકેટર હોત તો આ જ ઉદ્યોગ પતિઓ તેમને કરોડો રૂપિયાની ઈનામ જાહેર કર્યા હોત. પણ આદિવાસી યુવતિને કોઈ ઈનામ આપવા આગળ આવ્યું નથી.
સાપુતારા ખાતે તૈયાર થનાર એથ્લેટિક્સ સિન્થેટીક ટ્રેકને સરિતા ગાયકવાડ નામ આપવાનું સરકારે નક્કી કર્યું છે. સાપુતારા રમત સંકુલ ખાતે રૂ.7 કરોડના ખર્ચે એથ્લેટિક્સ સિન્થેટિક ટ્રેક, રૂ.5 કરોડના ખર્ચે હોકી ગ્રાઉન્ડ, અઢી કરોડના ખર્ચે ઈન્ડોર હોલ સહિતની રૂ.15 કરોડથી વધુ રકમના ખર્ચે રમતગમતની સુવિધાઓ તૈયાર કરાશે. રાજ્ય સરકાર દર વર્ષે ખેલમહાકુંભમાં રૂ.45 કરોડના ઈનામો આપીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરી રહી છે.
સરિતા માટે ડાંગ આહવા ખાતે શોભાયાત્રા બાદ ડાંગ દરબાર હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઈ. તેમને કોઈએ મદદ કરી ન હતી.
ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ સરિતાને જકાર્તામાં શોપિંગ કરવા માટે પૈસા ન હતા. વલસાડના ચિખલી શહેરમાં રહેતા દર્શન દેસાઈ જે ચિખલી કોલેજનો ટ્રસ્ટી 45000 રુપિયા મોકલી આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરિતા ગાયકવાડને નિયમો પ્રમાણે રૂ.2 કરોડ આપવા જોઈતા હતા પણ ભાજપ સરકારે રૂ.1 કરોડ આપવાની જાહેરાત કરી હતી.
આ અગાઉ વર્ષ 2016 અને 2017માં જ્યારે સરિતા એક સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ.5 લાખ ઇનામ આપવાની જાહેરાત કરાય હતી. પરંતુ હજુ સુધી સરિતાને રાજ્ય સરકાર તરફથી કોઇ જ ઇનામી રકમ પ્રાપ્ત થઇ નથી.
નર્મદ યુનિવર્સિટી પણ બોદી નિકળી
આ ઉપરાંત વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટી(VNSGU)એ સરિતાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તે પણ આજ સુધી મળ્યું નથી. પિતા લક્ષ્મણભાઇ અને માતા રેમુબેન ખેતમજૂર છે. તેમની છેલ્લા 20 વર્ષોથી દૈનિક આવક માંડ 80થી 100 રૂપિયા છે. સરિતાનો ભાઇ દેનેશ્વર ITIમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે વેકેશન દરમિયાન ખેતીમાં કામ કરે છે. તેમ છતાં તેમને આ રકમ આપવામાં આવી નથી. સરિતા હવે આવકવેરા વિભાગમાં કામ કરી રહી છે.