[:gj]જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલની પુત્રવધૂનું ખૂન કોણ કરવા માંગે છે [:]

[:gj]ભાજપના નેતાની પુત્રવધૂ પર બીજી વખત ખૂની હુમલો, ભાજપ કેમ હવે ક્રિમીનલોનો સમૂહ બની ગયો

જામનગર જિલ્લો ભાજપનું સંગઠન માટે છેલ્લાં 7 વર્ષથી સૂત્રધાર છે. આ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ પોતે જ કુટુંબના વિખવાદો અને પોતાની પુત્રવધુને પરેશાન કરતાં હોવાની ફરિયાદ બાદ તેમને પક્ષના પ્રમુખ પદેથી હાંકી કાઢવામાં પ્રદેશ ભાજપના નેતાઓ ભારે વિલંબ કરી રહ્યાં હોવાથી રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ભાજપના નેતાઓ કેવી રીતે રાજકીય ગુંડાગીરી કરી રહ્યાં છે તેની વિગતો અનેક વખત બહાર આવી છે. થોડા દિવસો પહેલા કચ્છના ભાનુશાળીની સેક્સની વિડિયો જાહેર થઈ હતી. જે કેસ રફેદફે કરી દેવાયો હતો. તેમની સામે ગંભીર આરોપો હોવા છતાં તેમને પક્ષમાંથી આજ સુધી દૂર કરાયા નથી. પોતાની પુત્રવધુને હિમાલયના પર્વત પરથી ધક્કો મારી ખીણમાં ફેંકી દેવા કાવતરું કર્યું હતું. ઉંઘની ગોળી પિવડાવી દેવા અને રૂમમાં ઝેરી ગેસ છૂટે એવા કેમિકલ મૂકી દેવાનું કાવતરું ચચ્યું હોવાનો આરોપ છે. હવે ભાજપના સાંસદના પુત્રવધૂની બીજી હત્યા કરવાનો મામલો બહાર આવ્યો છે. ભાજપના નેતાઓ હવે ક્રાઈમ પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને જ્યારથી પ્રદીપ જાડેજા ગૃહ પ્રધાન બન્યા ત્યારથી ભાજપના નેતાઓ ક્રાઈમ વધું કરી રહ્યાં છે.

જામનગરમાં હાથીકોલોનીમાં રહેતા દિવ્યાબેન હિતેષભાઇ કોરડીયાએ એસપીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન 18 વર્ષ પહેલાં માજી સાંસદ સભ્ય અને હાલ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડીયાના પુત્ર હીતેશ સાથે થયા હતાં. મારા સસરા ચંદ્રેશભાઇ, પતિ હીતેષ કોરડીયા, દિયર વિપુલ ચંદ્રેશભાઇ કોરડીયા અને ચંદ્રેશભાઇના પી.એ. મુકુન્દભાઇ સભાયા મને તથા મારા 11 વર્ષના પુત્રને કોઇ પણ રીતે મોતને ઘાટ ઉતારવા કાવત્રા રચી રહ્યાં હોવાની ફરિયાદ તેમણે પોલીસને કરી હતી. પણ પોલીસે તે ફરિયાદ ન લેતાં તેમણે પત્રકારોને પોતાની વાત જાહેર કરી હતી અને તેના પુરાવા તરીકે તેમણે 40 મિનિટની ઓડીયો ક્લીપ જાહેર કરીને પોતાના રાજકીય સસરાનો ભાંડો ફોડ્યો હતો. તેનો પતિ કાવત્રા અનુસાર પતિ દીલ્હી, હરદ્વાર તથા ઋષિકેશ વગેરે સ્થળોએ 20 મે 2018થી 31 મે 2018 સુધી ફરવા લઇ ગયો હતો. જ્યાં મારી હત્યા કરવાના હતાં. મારા સસરા, પતિ, દિયર, સસરાના પીએ વગેરેએ ઘરમાં ચર્ચાઓ કરતા હતા કે આ મહિલાને તું જમ્મુ-કાશ્મીર તરફ ફરવા લઈ જા અને ત્યાં પહાડ ઉપરથી ધક્કો મારી દેજે એટલે તેનું પુરૂ. અને બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો. એટલે આ બાઈથી કાયમી છૂટકારો મળી જશે. એવું ઓડિયો ટેપમાં ચંદ્રેશ પટેલ બોલે છે. પરંતુ ત્યાં હું બિમાર પડી જતાં મારી હત્યા કરી શક્યા ન હતા. તે અંગે ઓડીયો ક્લીપમાં સ્પષ્ટ થયું છે. રાજકીય ગુંડાઓ મારફત મારી અને મારા પુત્રની હત્યા કરાવી આપઘાત કે અકસ્માતમા ખપાવવાના છે, તેવું ઓડીયો ક્લીપમાં થયેલા વાર્તાલાપ પરથી ખબર પડી છે. મારા પતિ હીતેશને દારૂનું વ્યસન હોય અવારનવાર મારકૂટ પણ કરી છે. પતિ સાથે વિખવાદ થતા અલગ રહેતી દિવ્યાબેને આ ઓડિયોને આધારે એક માસ પૂર્વે પોલીસમાં અરજી કરી હતી. જોકે પોલીસે અરજી બાદ તપાસ નહિ કર્યાના આક્ષેપ સાથે દિવ્યાબેન મીડિયા સમક્ષ આવ્યા હતા. આથી પોલીસ રક્ષણ માગ્યું છે. દિવ્યાબેને અગાઉ પોતાના તથા પોતાના પુત્રના જીવને જોખમ હોવાની પણ આશંકા દર્શાવી હતી. પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

શું છે  ઓડિયો ટેપમાં

પોલીસને ઓડીયો ક્લિપ પણ મોકલી છે. જેમાં હત્યા ઘડવાનો સંપૂર્ણ કારસો રચતા સ્પષ્ટ સંભળાય છે. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોતાના પતિને તેના પિતા એવું પણ કહેતા સંભળાય છે કે, તેને ઘેનની ગોળી પાઈને પણ મારી નંખાય અને તેનું કાંઈ જ બહાર આવશે નહીં અને છતા પ્રકરણ ખુલ્લુ પડી જાય તો જેલવાસ ભોગવવાની પણ મારી તૈયારી છે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ બોલી રહ્યા છે. તેની ઓડિયો ક્લિપ પણ પોલીસને સુપ્રત કરવામાં આવી છે.

ઓડીયોમાં પત્નીથી છુટકારો કઈ રીતે મેળવવો ? કેવી રીતે પતાવી દેવી? કઈ જગ્યા એ પતાવી દેવી ? અને કઈ કઈ રીતનો ઉપયોગ કરી, પુરાવોથી બચી શકાય તેની વાતચીત છે. 42 મીનીટની ઓડીઓમાં પુત્રવધૂની કઈ રીતે હત્યા કરવી, તેની જીલ્લા ભાજપા પ્રમુખ અને તેના પીએ હિતેશ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો પતિના ઘરેથી જતી રહેલી પત્ની દિવ્યાબેનને હાથ લાગી જતા તેઓએ જૂલાઈ માસના પ્રથમ સપ્તાહમાં એસપીને રજૂઆત કરી હતી . ઓડિયો સાથે કરવામાં આવેલી રજૂઆતની તપાસ ઠેરની ઠેર રહેતા દીવ્યાબેને તાજેતરમાં વધુ એક વખત સસરા, પતિ અને સભાયા સામે મારી નાખવાનું કાવતરું રચી રહ્યાની અરજી કરી છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી જ નથી. મહિલા આયોગમાં ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી.પોલીસ તપાસ કરે તે પૂર્વે આ ઓડિયો વાયરલ થતા જ ભાજપા સહિત રાજ્ય ભરમાં ચકચાર મચી જવા પામી છે,

ભાજપના નેતા ચંદ્રેશ પટેલ ઓડિયોમાં કહે છે કે,

ફેંસલો કરી નાંખવો છે. પોલીસમાં અરજી કરી છે. હું કહીશ તેમ કરશે. આપણે અરજી કરી દીઈએ એટલે દૂધે ધોયેલાં નિકળી જઈશું. હું કહું છું તે બરાબર છે ને. પોલીસ તપાસ નહીં કરે તેની ખાતરી છે. ત્યાંથી 20 – 25 તોલા સોનું છે તે લઈ લે. લોન લેવાની છે તેમ કહીને સોનું લઈ લે. એક મુદ્દાનો કાર્યક્રમ હતો, તેણીએ કહ્યું તેમ કર્યે રાખ્યું છે. એસપી આવી ગયા હશે તો હું વાત કરી લઈશ. મારે પેપર ફોડી નાંખવું છે એટલી વાત તું સમજી જા. તેના અત્યાચાર છે તે એસપીને કહીશું. હવે ખેલ બદલવાનો છે. આને મારી નાંખવી પડે ને અને જેલમાં 6-8 વર્ષ તો પણ મંજૂર છે. હું પહેલેથી લગ્ન ન થાય તે માટે પ્રયત્નો કરતો હતો. પણ આને આજ હિરોઈન ગમી ગઈ હતી. જામજોધપુરમાં ખાણ આપેલી તે પણ આમાં હશે. બીજા પણ હશે. આના ત્રાસથી ફ્લેટ છોડીને જતાં રહ્યાં છે. પોલીસને અરજી દેવાનો ફાયદો એ છે કે સામાજિક રીતે આપણે બચી શક્યે. પેલું કરીએ તો પણ આપણા ઉપર ન આવે, આ ભાગી ગઈ હતી બીજા સાથે એવું કહેવાનું. પોલીસ કંઈ કરવાની નથી. આપણા પર પ્રેસર આવે તો રાવણની દીકરી નથી. ફજેતો થવાનો છે. છાપામાં ફ્રંટ લાઈનમાં આવશે. અરજી કરવાથી એલર્ટ થઈ જાય તો ભલે થઈ જાય. મારીને રૂમમાં પૂરી દે અને પછી સ્ટોપર લગાવી દે. પોલીસમાં અરજી દઈ દો, પછી તેને ફરવા લઈ જવાની હોય તો ગોઠવો કંઈક. અને ઘેનની દવા ઘવડાવી દો. દવા રૂમમાં મૂકીને બહારથી બંધ કરી દેવાનું તેનું પૂરું થઈ જાય. રૂમમાં એકલી હોવી જોઈએ. છોકરો ભેગો ન હોવો જોઈએ. એલ્યુમિનિયમ મોટી આવે છે તે પિવડાવાય નહીં. ભુંગળામાં મૂકી દેવાય. ઋષિ કેસ ગયા ત્યાં બધા કરતાં સારું પડ્યું હોત. જો તમે કંઈ નહીં કરો તો એકાદ બે દિવસમાં ભવાડો થાય તેમ છે. સાથે બેસો અને પછી ફરવા લઈ જાઓ. પિવાનું માપ રાખ જે બીજે કંઈ આ વાત કરતો નહીં.

ઓડિયોમાં ચંદ્રેશનો પુત્ર કહે છે

સેલ્ફી લેતા કેટલાંય દરિયામાં પડી ગયા છે. સીમલામાં પણ આવું કરવાનું હતું. તેને લો બીપી અને શ્વાસનો પ્રોબ્લેમ છે. ત્યારે સાવ સહેલું પડે તેમ છે. તે શ્વાસ લઈ શકતી નથી. સાઈટ ઈફેક્ટ થાય છે એવી દવા આપી દઈએ તો આમેય તેનું પૂરું થઈ જાય તેમ છે. ડોક્ટરો કહે છે. નીંદરની દવા લે તો સવારે ઉઠી ન શકે. ઋષિકેષ પણ તે બિમાર પડી ગઈ હતી અને મેડિકલમાંથી દવા લેવી પડી હતી. ત્યાં જ પૂરું થઈ ગયું હોત.

વાહન અકસ્માતથી હત્યાનો બીજો પ્રયાસ

પુત્રવધુ અને પૌત્રના સ્કુટરને અજાણ્યા સ્કુટર ચાલકે જામનગરમાં ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે પુત્રવધુએ પુર્વ સાંસદ સસરા અને પતિએ આ અકસ્માત કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. જામનગર શહેરના હાથી કોલોનીમાં રહેતા જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ અને પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ વાલજીભાઈ કોરડીયા(ચંદ્રેશ પટેલ)ના પુત્રવધુ દિવ્યાબેન અને પૌત્ર 9 સપ્ટેમ્બરે રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના આસપાસ શહેરના રણજીતનગરમાંથી પોતાનું સ્કુટર લઈને પસાર થતાં હતાં. ત્યારે અજાણ્યા સ્કુટર ચાલકે દિવ્યાબેનના સ્કુટરને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં દિવ્યાબેન અને પુત્રને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગયા હતાં. આ અકસ્માત વેળાએ તેણીનો પતિ હિતેષભાઈ પણ ત્યાં સ્થળ પર હાજર હતા અને અકસ્માત સર્જાતા મદદ કરવાને બદલે તે પોતાનું વાહન લઇ નાશી ગયો હતો. જ્યારે ફરી એક વખત દિવ્યાબેને સસરા ચંદ્રેશભાઈ પટેલ(પુર્વ સાંસદ) અને પતિ હિતેષ સામે હત્યા કરાવવા માટે અકસ્માત કરાવ્યો હોવાનો આક્ષેપ કરતાં તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે.

મારા દાદ અને પિતા મને મારી નાંથવા માંગે છે

9 સપ્ટેમ્બર 2018ના દિવસે થયેલાં અકસ્માતમાં ચંદ્રેશના પુત્રે પણ એવું નિવેદન જારી કર્યું છે કે મારી મમ્મીએ તેનું ખૂન કરવાની ઓડિયો જાહેર કરી દીધી છે. તેથી મને લાગે છે કે મારી મમ્મી અને મને મારી નાંખવા માંગે છે. જ્યારે અકસ્માત થયો ત્યારે મારા પપ્પા સામે જ ઊભા હતા. પણ તેમણે મને ઊભો કરવાનો પ્રયાસ ન કર્યો અને એવું પૂછ્યું પણ નહીં તે તને વાગ્યું છે કે કેમ. આ ઘટનાથી મને ખાતરી થઈ છે તે આ અકસ્માત મારી હત્યા કરવા માટેનો પ્રયાસ હતો. મારો અને મારી મમ્મીનો અકસ્માત થયો ત્યારે મારા પપ્પા સ્કુટર લઈને તુરંત ભાગી ગયા હતા.

રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરૂ

પુત્રવધુએ કરેલા આક્ષેપો અંગે સસરા અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલના પુત્ર વિપુલભાઇએ જણાવ્યું હતું કે, ઓડીયો ક્લીપ તદ્દન ખોટી છે અને મારા પિતાને રાજકીય અને આર્થિક રીતે બદનામ કરવાનું ષડયંત્ર છે.

ચંદ્રેશ પટેલ શું કહે છે –

પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે આરોપોને નકારતા કહ્યું કે તેમની પુત્રવધૂ તેની રાજકિય કારકિર્દી ખતમ કરવા માટે કોઈના ઈશારે ખોટા આક્ષેપો કરી રહી છે. તેનો પુત્ર દિવ્યાંગ હોવાને લીધે કોઈ રીતે પુત્રવધૂને મારી શકે તેમ નથી. પુત્રવધૂને મારી નાખવાની કોઈ વાત કરતાં નથી પણ તેને સમજાવતાં હતા. તેઓ પુત્રવધૂને મારી નાખવા માંગતા જ નથી. હાલમાં જે ફ્લેટમાં દિવ્યાબહેન રહે છે તે ફ્લેટ પણ તેમણે લઈ દિધો હતો. તેમના પુત્રને માર મારીને પુત્રવધૂએ ઘરની બહાર કાઢી મુક્યો છે. તેમનો પુત્ર છેલ્લા 3 વર્ષથી તેમની સાથે રહે છે અને તેમની પુત્રવધૂ એકલી જ રહે છે. પુત્રવધૂ દિવ્યાબહેન વારંવાર મારા પુત્રને માર મારી અને પૈસા લઈ લેતી હતી. પુત્રવધૂ કોઈના ઈશારે સમગ્ર આક્ષેપ કરી રહી છે.

100 કરોડની જમીન કેસમાં પણ નામ

જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના મુખ્ય સૂત્રધાર દુબઇ રહેલા જયેશ પટેલે સ્વબચાવ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં જયેશ પટેલ કહે છે કે, હું નિર્દોષ છું, સમય આવશે ત્યારે હું કોર્ટમાં પૂરાવા રજૂ કરીશ. જામનગરની અમુક લોબી મને બદનામ કરવા માગે છે. કિરીટ જોશીની હત્યા પાછળ ફાયદો કોને, તેનો પાર્ટનર કોણ, તેના પૈસાનું સેટલમેન્ટ કોણ કરે છે, કિરીટ જોશી મોટી મોટી જમીનોનો વહીવટ પોલીસને સાથે રાખી કરતા તે કામ કોણ કરતું તેવા અનેક સવાલો છે. કિરીટ જોશી દ્વારા 100 કરોડની જમીન કેસ લડવામાં આવી રહ્યો હતો. તે બાબતે જયેશ પટેલે જણાવ્યું હતું કે, 100 કરોડની જમીન કેસમાં જામનગરના પૂર્વ એમપી ચંદ્રેશ પટેલે પણ દલાલીમાં તેમના પુત્રના નામે ચાર પ્લોટ લીધા છે. જો ચંદ્રેશ પટેલ ના પાડે તો તે જ જમીનમાં કેમ પ્લોટ લીધા. તેમના દસ્તાવેજ પણ બનાવી લીધા છે. પોલીસ મને ફસાવવા માંગે છે.

કોણે વરણી કરી હતી ચંદ્રેશ પટેલની

જામનગરના અટલ ભવનમાં જિલ્લા પ્રમુખની વરણી કરવા પ્રદેશ નિરીક્ષક પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં અને જિલ્લા ભાજપ પ્રમુખ મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રી વસુબેન ત્રિવેદી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિ.પં.ના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સૂર્યકાંતભાઈ મઢવી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. પણ પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરીયા  ન હતા.

ભારતીય જનતા પક્ષના સ્વાગત સંમેલનમાં માનનિય મંત્રી વસુબેન ત્રિવેદી, સાંસદ પૂનમબેન માડમ, મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ મેયર દિનેશ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશ દાસાણી, અશોક નંદા તેમજ નરેન્દ્રભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઈ પટેલ, ધર્મરાજ જાડેજા, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, લાલજીભાઈ સોલંકી, ડે. મેયર ભરત મહેતા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કમલાસિંહ, જીતુ લાલ, દિવ્યેશ અકબરી, ધીરૃભાઈ કનખરા, નિલેશભાઈ ઉદાણી સહિત સંખ્યાબંધ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.[:]