સરિતા ગાયકવાડે ઓલમ્પિક માટે તૈયારી શરૂ કરી

સરિતા ગાયકવાડએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી છે. સેન્ટર ઓફ એક્સલન્સમાં ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓને બિન નિવાસી કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓ તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવા હાલમાં ૭૩ ખેલાડીઓ પૈકી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિક-૨૦૨૦ અને ૨૦૨૪ના ટાર્ગેટેડ ખેલાડી તરીકે ધનિષ્ઠ તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહયા છે. ગુજરાત સરકાર તેના માટે રૂ.4 કરોડનું ખર્ચ કરશે.

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતનાં ચાર ખેલાડીઓએ ગુજરાતની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ સાથે 6 સપ્ટેમ્બર 2018ના દિવસે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરીતાની સાથે અમદાવાદી ટેનિસ પ્લેયર અંકિતા રૈના પણ હતી, જેણે એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેની સાથે સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર પણ આવ્યા હતા, જેમણે એશિયન ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ એકી સાથે ચાર હીરોનું સ્વાગત કરાયું હતું. તે પછી તુરંત સરિતા ગાયકવાડને ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવાઇ છે. કુપોષણ વિરુદ્ધનાં અભિયાનમાં સરિતા બ્રાન્ડ એમ્બેસેન્ડર રહેશે. સરિતા સાથે અંકિતા રૈના પણ બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે. “બેટી બચાવો, બેટી પઢાવો”ની અંકિતા રૈના બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે.

આ ચારેય ખેલાડીઓનું સ્વાગત તેમના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. તમામ રમતવીરોને પોતાના ઘરઆંગણે ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો, પરંતુ સૌના આકર્ષણનું કેન્દ્ર સરીતા હતી.

સરિતાના મેડલ
§ સરિતાની અન્ય સિદ્ધીઓ
Ø ખેલ મહાકૂંભમાં રાજ્યકક્ષાએ 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 4×400 મીટરમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
Ø એશિયન ગેમ્સ ઈન્ટરનેશનલ જકાર્તા ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ઈવેન્ટમાં 400 મીટર અને 4×400 રીલે દોડમાં ગોલ્ડ મેળવ્યો.
Ø 2017ના વર્ષમાં આંધ્રપ્રદેશમાં નેશનલ ઈન્ટરસ્ટેટ સિનિયર ચેમ્પેયનશિપની 400 મીટર દોડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ
Ø 2014ના વર્ષમાં કર્ણાટક ખાતે યોજાયેલી દોડની 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
Ø 2015ના વર્ષમાં જમ્મુ-કશ્મીરમાં યોજાયેલી 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
Ø પટિયાલા ખાતે યોજાયેલી ઈન્ટર યુનિવર્સિટીની 400 મીટર દોડની સ્પર્ધામાં સિલ્વર મેડલ
Ø મેંગ્લોર ખાતે યોજાયેલ 400 મીટર દોડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ
Ø ખો-ખોની સ્પર્ધામાં અંદાજે 10 વખત નેશનલ ટીમમાં સમાવેશ
Ø 2016ના ખેલમહાકૂંભમાં વડોદરા ખાતે 4 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
Ø હાલમાં અમદાવાદ ખાતે ઈન્કમટેક્ષ ઓફિસમાં ઓફિસર તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક
Ø ગુજરાત સરકાર તરફથી ” કૂપોષણ મૂક્ત ગુજરાત” અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી.
Ø વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની બ્રાંડ એમ્બેસેડર
Ø કોમનવેલ્થ ગેમ્સમ માટે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી મહિલા
Ø એશિયન ગેમ્સમાં ગોલ્ડ લાવનારી પ્રથમ મહિલા
Ø ડાંગ જિલ્લા પોલિસ ફોર્સની બ્રાંડ એમ્બેસેડર
Ø એશિયન ગેમ્સમાં 4×400 મીટર દોડમાં 35 દેશના સ્પર્ધકોમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.

મહારાષ્ટ્રના દાડમના ખેતરમાં સરિતાએ મજૂરી કરી હતી

પિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ અને માતા રૂમીબહેન તેમજ બે બહેનો અને એકભાઈ સાથે ઉછરેલી સરિતાએ ડાંગ જિલ્લાના પાડોશી મહારાષ્ટ્ર રાજ્યનાં ખેતરોમાં દાડમ અને દ્રાક્ષની વાડીઓમાં મજુરીકામ પણ કરીને પરિવારને મદદરૂપ થતી હતી, ખેત મજૂરી કરતા માતા પિતા એ પણ પોતાની દીકરી ને ક્યારેય રમત-ગમત ક્ષેત્રથી દુર રહી પરિવારને કામકાજમાં મદદરૂપ થવા જણાવ્યું નથી, ઉલટાનું દીકરીનાં દોડવીરનાં સપનાને સાકાર કરવા પરિવારે પુરતો સહયોગ આપી હતી.

સરિતાની નોકરી 
દોડવિરાંગના સરિતા ગાયકવાડ અમદાવાદમાં IT વિભાગમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલી છે. વિભાગ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે IT વિભાગે સરીતા ગાયકવાડને રૂ.1 લાખનું ઈનામ પણ આપ્યું છે. સરિતાને IT વિભાગમાં પ્રમોશન આપવામાં આવશે. ઇનકમ ટેક્સ વિભાગના જુદાજુદા એસોસિયેશનો દ્વારા સરીતા માટે લાખો રૂપિયાના પુરસ્કારની પણ ઘોષણા કરવામાં આવી હતી. સરિતા લોકોના આકર્ષણનું એ રીતે કેન્દ્ર બની હતી કે તેના માતા-પિતા આ સમગ્ર માહોલ જોઈને અચંબિત થઈ ગયા હતા. લોકોએ સરીતા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.

સરિતાના માતા-પિતા રડી પડ્યા
વિભાગે સરીતા અને તેના માતા-પિતાનો વિશેષ સન્માન સમારંભ યોજ્યો હતો. સરીતા અત્યંત સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા લક્ષ્મણભાઈ અને માતા રમુબહેન ગુજરાતના આદિવાસી પ્રદેશ ડાંગ જિલ્લાના ખરાડી આંબા ગામના નિવાસી છે. પોતાની દીકરીને આવકારવા આવેલા સરીતાના પિતા લક્ષ્મણભાઈ અને માતા રમુબહેન એરપોર્ટનો માહોલ જોઈને જ ભાવુક થઈ ગયા હતા. તેમની દીકરી સાથે ઇનકમ ટેક્સ વિભાગે માતા-પિતાનું પણ સન્માન કર્યું હતું.

શોપિંગ કરવા પૈસા ન હતા
ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ સરિતાને જકાર્તામાં શોપિંગ કરવા માટે પૈસા ન હતા. વલસાડના ચિખલી શહેરમાં રહેતા અને સરિતા જેને રાખડી બાંધી છે તે ભાઈને ફોન કરી તાત્કાલિક પૈસા મોકલવા વિનંતી કરી હતી. સરિતાના માનેલા ભાઈ દર્શન દેસાઈ જે ચિખલી કોલેજનો ટ્રસ્ટી છે અને જ્યાં સરિતા પણ અભ્યાસ કરી ચૂકી છે, તેમણે જણાવ્યું કે, એશિયન ગેમ્સના એથલિટ્સને દૈનિક ભથ્થું મળતું હોય છે, પરંતુ મને જાણવા મળ્યું કે તેમાં વિલંબ થયો છે. સરિતાને શોપિંગ માટે પૈસાની જરુર હતી માટે મે આશરે 45000 રુપિયા તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

પોકળ સરકાર
એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરિતા ગાયકવાડને નિયમો પ્રમાણે રૂ.2 કરોડ આપવા જોઈતા હતા પણ ભાજપ સરકારે રૂ.1 કરોડ આપવાની જાહેરાત કરી હતી.

રૂપાણીની ખોખલી જાહેરાત
આ અગાઉ વર્ષ 2016 અને 2017માં જ્યારે સરિતા એક સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ.5 લાખ ઇનામ આપવાની જાહેરાત કરાય હતી. પરંતુ હજુ સુધી સરિતાને રાજ્ય સરકાર તરફથી કોઇ જ ઇનામી રકમ પ્રાપ્ત થઇ નથી. આવું કંઇ પ્રથમવાર નથી. રાજ્યના કેટલાય રમતવીરોને આર્થિક સહાય પહોંચાડવામાં રાજ્ય સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના દાખલા ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે.

નર્મદ યુનિવર્સિટી પણ બોદી નિકળી
આ ઉપરાંત વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટી(VNSGU)એ સરિતાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તે પણ આજ સુધી મળ્યું નથી. પિતા લક્ષ્મણભાઇ અને માતા રેમુબેન ખેતમજૂર છે. તેમની છેલ્લા 20 વર્ષોથી દૈનિક આવક માંડ 80થી 100 રૂપિયા છે. સરિતાનો ભાઇ દેનેશ્વર ITIમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે વેકેશન દરમિયાન ખેતીમાં કામ કરે છે. તેમ છતાં તેમને આ રકમ આપવામાં આવી નથી.

2016ની ઈચ્છા ફળી
ઈ.સ. 2013માં 200 મીટર અને 400મીટરમાં ગોલ્ડ મેડલ બાદ અને સને 2014માં ઉડ્ડુપી(કર્ણાટક)ખાતે યોજાયેલી 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ(25.05સેકન્ડ) 400મીટરમાં સિલ્વરમેડલ (55.05સેકન્ડ), 2015૫માં જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી 400મીટરની સ્પર્ધાનો સિલ્વર મેડલ (57.84 સેકન્ડ),પટીયાલા ખાતે યોજાયેલી ઇન્ટર યુનિવર્સિટીની 400મીટરની સ્પર્ધાનો સિલ્વર મેડ56.30સેકન્ડ) મેંગ્લોર ખાતે યોજાયેલી 400 મીટરનો બ્રોન્ઝ (55.14 સેકન્ડ) અને ફેબ્રુઆરી 2018માં વડોદરા ખાતે યોજાયેલી રાજયકક્ષાની ખેલ સ્પર્ધામાં 200 મીટર, 400 મીટર, 400 મીટર વિદ્નદોડ, 4/400 રીલે દોડમાં રાજયકક્ષાએ પ્રથમ નંબર હાંસલ કરી, 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, તો 4/100ની સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. ત્યારે તેમણે એક સ્વપ્ન જોયું હતું કે ભારત માટે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવો. જે આખરે સાકાર થયું છે.

પી ટી ઉષા આદર્શ
રાષ્ટ્રીયકક્ષાનાં કેરેલીયન કોચ અજી મોહન પાસે સઘન તાલીમ મેળવી રહેલી સરિતા ગાયકવાડે નાનપણ માં પી.ટી.ઉષાનું નામ લોકમુખે ચર્ચાતું સાંભળ્યું હતું, અને તેણીને પણ લોકો પી.ટી.ઉષા તરીકે ઓળખતા થાય તેવી મહેચ્છા થતી હતી, અને મારા માતા પિતા, મારો પરિવાર, મારું ગામ સૌ કોઈ મારા ઉપર ગૌરવ લઇ શકે તેવું કંઈક કરવું જોઈએ. પી.ટી.ઉષાને પોતાની આદર્શ માનતી સરિતા ગાયકવાડે ફક્ત ત્રણ જ વર્ષનાં ટૂંકાગાળામાં દોડ માં અનોખી સિદ્ધિઓ હાંસલ કરીને,ગોલ્ડ અને સિલ્વર મેડલોનો ખડકલો કરી દીધો છે.

ખોખો પ્રિય હતી
ખો-ખો અને દોડની રમતમાં નાનપણથીજ ખુબજ રૂચી હતી, નડીયાદ ખાતેની સ્પોર્ટ્સ એકેડમીમાં સઘન તાલીમ મેળવી રહી છે. એસ.વાય.બી.એ.માં નવસારી જીલ્લા નાં વેપારી મથક ચીખલીની કોલેજમાં અભ્યાસ કરતી સરિતા ગાયકવાડ ધોરણ 12 સુધી ખો-ખો ની રમતમાં ભાગ લેતી હતી,પરંતુ ખો-ખો ની રમતએ ટીમની રમત છે.તેમાં વ્યક્તિગત સિદ્ધિ ક્યાંક દબાઈ રહી છે.અને બસ તેણીએ વ્યક્તિગત પ્રતિભાને ખીલવવા માટે રમત સ્પર્ધામાં દોડવીર બનવાનું લક્ષ કેળવ્યું હતું.

જીતનો ઉત્સવ

ડાંગ આહવા ખાતે એક શોભાયાત્રા યોજાઇ હતી જે આહવાના મુખ્યમાર્ગો પર ફરી સરિતા ગાયકવાડનું સન્માન કરવા ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા બાદ ડાંગ દરબાર હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે રમતગમત રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતાં કહ્યું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ એક પ્લેટફોર્મ બની ગયું છે.રાજય સરકાર દરવર્ષે ખેલમહાકુંભમાં રૂ. ૪૫ કરોડના ઇનામો આપીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરી રહી છે.ખેલ મહાકુંભના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર ખેલાડીઓને આનુષાંગિક તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે.સાપુતારા ખાતે તૈયાર થનાર એથ્લેટિકસ સિન્થેટિક ટ્રેકને કુ.સરિતા ગાયકવાડ નામ આપવાની જાહેરાત મંત્રીશ્રીએ કરી હતી.મંત્રીશ્રી પટેલે ઉર્મેયુ હતું કે,સાપુતારા રમત સંકુલ ખાતે રૂ. ૭ કરોડના ખર્ચે એથ્લેટિકસ સિન્થેટિક ટ્રેક,રૂ.૫કરોડના ખર્ચે હોકીગ્રાઉન્ડ,અઢી કરોડના ખર્ચે ઇન્ડોર હોલ સહિતની રૂ. ૧૫ કરોડથી વધુ રકમના ખર્ચે રમતગમતની સુવિધાઓ તૈયાર કરાશે.પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે,રાજય સરકારે ગ્રામીણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ અંતરીયાળ સ્તરે રહેલી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભના આયોજનની રાજ્યમાં શરૂઆત કરી હતી. પ્રતિવર્ષ યોજાતા આ ખેલ મહાકુંભના કારણે ગુજરાત આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. ખેલમહાકુંભ થકી આજે દેશને કુ.સરિતા જેવી ખેલાડી મળી છે.
આ પ્રસંગે કુ. સરિતા ગાયકવાડે કહ્યું હતું કે, હું મુળ ‘ખો-ખો’ના પ્લેયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ખેલ મહાકુંભમાં દોડની રમતમાં વ્યક્તિગત રીતે ભાગ લઇ નસીબ અજમાવ્યું હતું. સરિતાએ માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઇ. તેણીએ આ તમામ સફળતાનો યશ રાજ્ય સરકારના ખેલ મહાકુંભને આપ્યો છે. તેણીએ આ તકે તમામનો હ્રદયપુર્વકનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સમાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લાનું વહિવટીતંત્ર દ્વારા રૂ. ૯ લાખ જેવી માતબર રકમ કુ. સરિતા ગાયકવાડને આપીને સન્માનિત કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે શાબ્દિક સ્વાગત કર્યુ હતું તેમજ અભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ કરી હતી.
આ અવસરે સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બીબીબેન ચૌધરી,નિવૃત અધિક મુખ્ય સચિવશ્રી એસ.કે.નંદા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર,ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંભાઇ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી સહિતના અધિકારીશ્રીઓ/પદાધિકારશ્રીઓ તેમજ મોટીસંખ્યામાંડાંગ જિલ્લાના નગરજનો ઉપસ્થિત રહી ડાંગની દિકરી કુ.સરિતા ગાયકવાડનું સન્માન કર્યુ હતું.

ડાંગ જીલ્લાનું ગૌરવ:સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ડાંગ જીલ્લાની યુવતી સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે.સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે.૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેકન્ડમાં પુર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ઉલ્લેખનીય છે કે,શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો.પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે.કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો.જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી.ત્યાર બાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી.જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થયું હતું. અને નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.હજી ૧૦૦ અને ૪૦૦ મીટરની સ્પર્ધા બાકી છે જેમાં પણ સરિતા ગોલ્ડ મેડલ લઈ આવશે તેવી આશા છે.

ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડે 4×400 રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. માની લઈએ કે તમે સારા પરિવારમાંથી આવતા હોય અને સારી એવી તાલીમ મેળવી હોય તો તમે કદાચ વહેલી તકે આ મૂકામ હાંસિલ કરી શકો. ડાંગના કરાડીઆંબા ગામમાં સરિતા ગાયકવાડનું પરિવાર મજૂરી કામ કરીને ગૂજરાન ચલાવે છે. આ ગરીબીના સંઘર્ષમાં પણ સરિતા ન હારી અને દેશની નામના ડાંગના અંતરિયાળ ગામથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધારી દીધી. તો હવે વિસ્તારથી વાત કરીએ સરિતાના સંઘર્ષ વિશે.

સરિતા ગાયકવાડ
સરિતા ગાયકવાડને ડાંગના રહેવાસીઓએ પોતાનું અલગ જ નામ આપી દીધું છે. હવે તેને લોકો સરિતાના નામે નહિં પણ “ડાંગ એક્સપ્રેસ” ના નામે બોલાવવા લાગ્યા છે. 1 જૂન 1994ના રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કરાડીઆંબા ગામમાં સરિતા ગાયકવાડનો જન્મ થયો. કોઈએ વિચાર્યું પણ નહિં હોય કે આ સરિતા એવી ઝડપથી દોડશે અને દેશ માટે એક દિવસ ગોલ્ડ મેડલ લાવી આપશે. સરિતાના ગામમાં માત્ર 45 જ ઘરો તેમનો મુખ્ય વ્યવસાય ખેતમજુરીનો. પિતાની આવકથી ઘરનું ગુજરાન પણ માંડ માંડ ચાલે. સરિતાએ કોલેજ સુધીનો અભ્યાસ ચિખલી ખાતે કર્યો. સરિતા શાળા દરમિયાન ખો-ખોની પ્લેયર હતી બાદમાં સરિતા ખેલમહાકૂંભમાં ભાગ લેવા માંડી અને અનેક મેડલો દોડની રમતમાં લાવી. ખો-ખોની રમતમાં 9 મિનિટ સુધી દોડતી આ સરિતાને તેના એક શિક્ષકે પારખી લીધી અને તેને દોડમાં ભાગ લેવા સલાહ આપી. ત્યારથી ડાંગની ડાંગ એક્સપ્રેસ દોડવા લાગી અને સફળતાના દરેક સ્ટેશનોને સર કરવા લાગી.સરિતાના ઘરમાં ટીવી ન હતું પણ મેડલોની સંખ્યા અનેક હતી.

 

ગરાબી

જીવનમાં સૌથી અઘરી વસ્તું હોઈ છે ગરીબીમાં રહીને પણ કંઈ કરીને બતાવવું. સરિતા ગાયકવાડે પરિવારની ગરીબી જોયેલી. પરિવાર પણ તેની સાથે રહ્યો. દિકરીને તેની સિદ્ધી મળે અને તે આગળ વધે તે માટે પરિવારે સતત દીકરીને ટેકો આપ્યો. માતા-પિતાએ ખેતરોમાં કાળીમજૂરી કરીને પણ દિકરીના સપના માટે બધુ કર્યું. કહેવાય છે ને મોરના ઈંડા ચિતરવા ન પડે. સરિતાએ પણ પરિવારને નામના અપાવી. જે માતા-પિતાને દિકરીના લીધે સમાજના મેણા સાંભળવા પડતા હતા. સરિતાની બે બહેનોના અભ્યાસ માટે એક વખત પૈસાની જરૂર પડેલી. સરિતાના માતા-પિતા તેમને ઓળખતા મિત્રો પાસે પૈસા લેવા ગયેલાં. પરિસ્થિતિ એવી થઈ કે સરિતાના માતા-પિતાને કોઈએ પણ પૈસા આપ્યા નહિં. ઘરે આવીને સરિતાના માતા-પિતા રડવા લાગે છે. આ જોઈને સરિતા મનમાં ગાંઠ બાંધી લે છે કે એક દિવસ જરૂર હું મારા પરિવારને આ ગરીબીમાંથી બહાર લાવીશ. આ દિવસ બાદ જ્યારે પણ સ્પર્ધા હોય ત્યારે સરિતા આ ધટનાને યાદ કરતી અને પોતાની બધી જ તાકાત તે રમતને જીતવા માટે લગાવી દેતી. સરિતાને થતું કે આ માત્ર રમત પરની જીત નથી પણ પોતાના પરિવારની ગરીબી પરની જીત છે. સરિતા કહે છે એમને કોઈ વધારે રુપિયાની જરૂર નથી પણ તે માત્ર પોતાના પરિવારને આ ગરીબીમાંથી મૂક્ત જોવા માગે છે. હવે લોકો આ ગોલ્ડ મેડલની સિદ્ધી બદલ સરિતાના માતા-પિતાને અભિનંદન આપવા લાગ્યા. સમય સાથે સરિતાએ સાહસ કર્યુ પૂરી ક્ષમતા સાથે અને વિશ્વમાં ડાંગ જિલ્લાના નાનકડા ગામનું નામ રોશન કરી દીધું. સરિતાને આ લક્ષ્ય સુધી પહોંચવામાં તેના કોચ અને માતા-પિતાનો ખાસ સહયોગ મળ્યો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલની સાથે જ ગુજરાત સરકારે તેને બિરદાવવા માટે 1 કરોડ રૂપિયાની સહાય કરી. આ રકમથી સરિતા વધુ આગળ વધી શકશે અને તેના માતા-પિતાનું જીવનધોરણ પણ ઊંચું લાવી શકશે. સરકારના ઠરાવ પ્રમાણે સરિતાને થોડા સમય પછી સરકારના વિભાગમાં કલાસ 1 અધિકારીની નોકરી પણ આપશે. આદિવાસી વિસ્તારોમાં આજે પણ અનેક સમસ્યાઓ છે. જંગલ વિસ્તારો હોવાથી સરકારી નિયમો પ્રમાણે પર્યાવરણના જતન માટે ત્યાં ઉદ્યોગો સ્થાપવાની પરમિશન મળતી નથી. આથી રોજગારીનો સૌથી મોટો પ્રશ્ર્ન છે. સરિતાએ આ વાતાવરણમાંથી નિકળીને આંતરરાષ્ટ્રીય આકાશને આંબી લીધું છે. કહેવાય છે ને કે જીવનમાં કંઈક એવું કામ કરો જેથી લોકોને પ્રેરણા મળે. સરિતા આદિવાસી સમાજમાં એક મિશાલ બનીને આવી છે જે કહે છે કે દીકરી પણ કંઈક કરી શકે છે બસ તેને પ્રોત્સાહન આપો. તેને આગળ વધવાની તક આપો.

નામ- સરિતા ગાયકવાડ
પિતાનું નામ- લક્ષ્મણભાઈ ગાયકવાડ
માતાનું નામ- રમુબેન ગાયકવાડ
ભાઈનું નામ- દાનેશ્વર ગાયકવાડ
પરિવારના અન્ય સભ્યોમાં સરિતાની બે બહેનો પણ છે.
સરિતાના ટ્રેનીંગ કોચ: આજી મોહનમાહિતીઉમેશ ગાવીત