રાજકોટ, તા. ૧ રાજકોટ સહિત રાજ્યભરમાં મગફળી ખરીદી મા ટેરાજ્ય સરકારે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યુ, પરંતુ સવારે નોંધણીની કામગીરી શરૂ થાય તે પહેલા જ સર્વર ડાઉન થતા હોબાળો થયો હતો અને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. નેટ નહી પકડાતા રાજકોટ જૂના માર્કેટયાર્ડ માં થોડો સમય સુધી અફડાતફડી મચી ગઈ હતી. મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા. રાજકોટના જૂના માર્કેટયાર્ડ સહિત તમામ ૧૧ યાર્ડમાં આ જ સ્થિતિ હોવાનું બહાર આવતા ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો, પરંતુ થોડો સમય બાદ સર્વર પુનઃ યથાવત થતા, રોષ શાંત થઇ ગયો હતો.અને સ્થિતિ થાળે પડી ગઈ હતી. . રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોને ટોકન આપી દેવાયા છે. રાજકોટ જીલ્લા કલેકટરે દરેક યાર્ડ માટે પ્રાંત, મામલતદાર, કોમ્પ્યુટર ઓપરેટર, પુરવઠાના નાયબ મામલતદારોની ટુકડીઓ ગોઠવી દેવાઈ છે. કોઈ માથાકૂટ કે બબાલ થાય તો તેને નિયંત્રણમાં લેવા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે,